Book Title: Shasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 688
________________ શાસનપ્રભાવક ભણુવિજયજી મહારાજ એવા સિદ્ધવચની પુરુષ હતા કે જૂના વઢવાણ કેમ્પ (સુરેન્દ્રનગર)માં જિનમંદિર નિર્માણ માટે ખનન-મુહૂર્ત લેવા જનાર શ્રાવકેને કહેલું કે બાતવિધિ કરતાં જલધારા ઊભરાય તે જિનમંદિર પહોળું કરાવજે. સં. ૧૯૪૨માં, તેઓશ્રીના આદેશ અનુસાર જિનમંદિર પહેલું બનાવવાનું કાર્ય શરૂ થયું. તેઓશ્રીની નિશ્રામાં સં. ૧૯૪૬ના શ્રાવણ વદ ૧ ને શુક્રવારે તા. ૧-૮-૧૮૯૦ના રોજ દસ-બાર હજારની માનવમેદની વચ્ચે, ૧૨મા તીર્થપતિ શ્રી વાસુપૂજ્ય સ્વામી મૂળનાયક તરીકે, તેઓશ્રીના વરદ્ હસ્તે ગાદીનશીન થયા. ત્યારથી સંઘ અને શહેર આબાદી અનુભવી રહ્યા છે. પૂજ્ય શ્રી ભણુવિજયજી મહારાજે પિતાના ગુરુવર્ય શ્રી મુક્તિવિજયજી મહારાજના નામથી સં. ૧૯૫૫માં પાઠશાળાની સ્થાપના કરી છે, જે “શ્રી ગણિ મુક્તિવિજયજી જૈન પાઠશાળા”ના નામથી અદ્યાપિપર્યત ચાલુ છે. હજારે ભાઈબહેને એમાં સમ્યકજ્ઞાન પામી રહ્યાં છે અને શતાધિક ભાઈબહેને દીક્ષા અંગીકાર કરી આત્મકલ્યાણ સાધી રહ્યાં છે. વઢવાણ પાસે સુરેન્દ્રનગર શહેરના શ્રીસંઘે અને શહેરે દેરાસર રોડને “મુનિ ભણ માર્ગ” અને “અમીઝરા ચેક” નામ આપી પણ અદા કરેલ છે. એવા એ પરમ ઉપગારી પૂજ્ય મુનિવર્યશ્રીને કોટિ કોટિ વંદના ! - -- સન્મિત્ર : સદગુણાનુરાગી પૂ. મુનિરાજ શ્રી કપૂરવિજયજી મહારાજ પૂજ્યશ્રી કપૂરવિજયજી મહારાજને જન્મ પ્રાચીન વિદ્યાપીઠ વલભીના નગર વળામાં સં. ૧૯૨૫માં થયું હતું. કુટુંબની સ્થિતિ સામાન્ય હોવા છતાં તેમણે તે સમયે મુંબઈ યુનિવર્સિટીની મૅટ્રિકની પરીક્ષા પસાર કરી હતી. બાળપણથી ઊંડી ધર્મશ્રદ્ધા અને સંસારત્યાગની વૈરાગ્યભાવના ધરાવતા હતા. બાવીસ વર્ષની વયે શાંતમૂતિ પરમ પ્રતાપી મુનિરાજ શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ પાસે દીક્ષા અંગીકાર કરી. ૪૬ વર્ષ સુધી એકસરખું નિષ્કલંક ચારિત્ર પાળી, ૬૮ વર્ષની ઉંમરે સં. ૧૯૩ના આસો વદ ૭ને દિવસે કાળધર્મ પામ્યા. તેઓશ્રી પિતાની જાતને “સન્મિત્ર” તરીકે ઓળખાવતા હતા અને તેમનું સમગ્ર જીવન એ પદને ભાવે તેમ જ પસાર થયું હતું. લોકે સન્માર્ગે વળે, ધર્મપરાયણ બને, જીવનમાં રાગ-દ્વેષ ઘટે અને પવિત્રતા વધે એ જ તેમની ઝંખના હતી. પૂજ્યશ્રીનું ચારિત્ર પવિત્ર હતું, સાધુતા અજોડ હતી અને ધર્મક્રિયાઓ પ્રત્યે અપૂર્વ પ્રીતિ હતી. હંમેશાં અઢીત્રણ કલાક પ્રતિકમણ થતું, અને પછી–માસા પ્રતિક્રમણ પાંચ કલાક ચાલતું. પૂર્વકાળનાં સાધુસંતોનાં ચરિત્ર વાંચીએ છીએ તેવા જ કોઈ વિરલ મહાત્મા હતા. તેઓશ્રીએ સવિશેષ લેકેપગી સાહિત્યનું સર્જન કર્યું છે. જે સમજણ પિતાને મળી તે લોકો સુધી પહોંચે તે માટે મહાપુરુષોનાં વચનામૃતને તથા શ્રાવકેના ધર્મ અંગેના લેખેને ખૂબ પ્રચાર કર્યો. તેમનાં સર્વ લખાણોના સંગ્રહ રૂપે “શ્રી કપૂરવિજય લેખસંગ્રહ”ના ૯ ભાગ પ્રકાશિત થયા છે, જે અતિ દુર્લભ અને અત્યંત ઉપયોગી છે. તેઓશ્રીના ઉચ્ચતમ સચારિત્રને સુવાસિત કરતાં જ Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722