Book Title: Shasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 675
________________ શ્રમણભગવંત ૩૮૧ શેડો સમય વીત્યો ત્યાં તેમના ભાઈભાભી મૃત્યુ પામ્યાં. આ દુઃખદ બનાવથી તેમને આત્મા પૂર્ણ પણે વૈરાગ્ય તરફ ઢળી ગયે. આ વૈરાગ્ય રૂપી વેલ શ્રી વૃદ્ધિચંદજી મહારાજના સમાગમ રૂપી અમૃત મળતાં પાંગરતી ચાલી. અને વિ. સં. ૧૯૩૬ના વૈશાખ વદ ૮ને દિવસે અમદાવાદ પાસેના ગામે દીક્ષા ગ્રહણ કરી અને તપાગચ્છાધિપતિ શ્રી મૂળચંદજી મહારાજના શિષ્ય શ્રી કમલવિજયજી તરીકે જાહેર થયા. તેઓશ્રીને સં. ૧૯૩૭ના કારતક વદ ૧૦ને દિવસે વડી દીક્ષા અમદાવાદ મુકામે આપવામાં આવી. મુનિશ્રી કમલવિજયજીએ સમર્થ ગુરુવર્ય સાથે રહીને શાસ્ત્રને અભ્યાસ શરૂ કર્યો. અને એક યા બીજા સાધુવર્ય પાસે રહી જાય, વ્યાકરણ, કેષ, કાવ્ય આદિને અભ્યાસ પૂરો કર્યો. “સૂત્રસિદ્ધાંત'ના જાણકાર શ્રી ઝવેરસાગરજી મહારાજ પાસેથી આગામે પ્રાપ્ત કરી લીધાં. વિ. સં. ૧૯૪૬માં શ્રી મૂળચંદજી મહારાજ કાળધર્મ પામતાં સમુદાયની સગવડ સાચવવા ગદ્વહન કરીને તેઓશ્રી સં. ૧૯૪૭ના જેઠ સુદ ૧૩ ના દિને પંન્યાસપદથી અલંકૃત થયા. પરંતુ પૂજ્યશ્રીની ક્રિયાશીલતા અને વિદ્વત્તાથી આખો જેનસમાજ મુગ્ધ બની ગયું હતું, તેથી તેઓશ્રીને અમદાવાદમાં ૧૦-૧૨ હજારની માનવમેદની વચ્ચે સં. ૧૯૭૩ના મહા સુદ ૬ને રવિવારે આચાર્ય પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા. ત્યાર બાદ, ઠેર ઠેર વિહાર કરતાં કરતાં પૂજ્યશ્રી ઉપદેશ આપતાં કે, માનવસમાજનાં દુઃખ દૂર કરવા માટે જેનેને અહિંસાધર્મ જ વધારે અનુકૂળ છે. તેઓશ્રીએ ઘણું જગ્યાએ ઝગડાઓ મિટાવ્યા હતા. વડોદરામાં વેતાંબર શ્રમણ સંઘનું સંગઠન તેમનાની થયું હતું. પ્રખર વિદ્યાભ્યાસી હોવા છતાં સમાજમાં શાંતિ માટે હૃદયપૂર્વક પ્રયત્નો કરવામાં શિથિલતા દાખવતા નહીં. તેથી પૂજ્યશ્રી જયાં જ્યાં જતાં ત્યાં ત્યાં શાંતિને પરિચય થતું. આ કાર્ય માટે તેઓશ્રી સતત પરિશ્રમ કરતા. “ઊઠો, જાગો અને મંઝિલે પહોંચે નહીં ત્યાં સુધી વણઅટકી કૂચ ચાલુ રાખો.” એ ધ્યેયમંત્ર તેમના ચારિત્રમાં ચરિતાર્થ થયો હતે. - પૂજ્યશ્રીએ પ ચાતુર્માસ અમદાવાદમાં, ૬ પાલીતાણામાં, ૫ સુરતમાં, ૩ વડોદરામાં ૨ પાટણમાં, ૨ કપડવંજમાં અને ઘેરાજી, મહેસાણા, ચાણસ્મા, ઊંઝા, લીંબડી, વઢવાણ, પાદરા, મુંબઈ, પૂના, યેવલા, બુરાનપુર, ડભેઈ બીજાપુર, ખેડા આદિ શહેરમાં એક એક ચાતુર્માસ કર્યા હતા. વડોદરા મુકામે ભરાયેલા મુનિસંમેલનના પ્રમુખપદે રહીને સાધુસમુદાયની શુદ્ધિ માટે અભૂતપૂર્વ કરાવો કર્યા હતા. એક મહાન દીર્ઘદશી મહાત્માઓમાં આજે પણ તેઓશ્રીની ગણના થાય છે. સં. ૧૯૭૮માં વૈશાખ સુદ ૧૦ના તેઓશ્રીએ સુરતમાં સ્વહસ્તે પં. આણંદસાગરજીને આચાર્યપદ આપ્યું. ત્યાંથી વિહાર કરી બારડોલી પધાર્યા. આ સુદ ૮ને દિવસે ઈન્ફલ્યુએન્ઝા થવાથી તબીયત કથળી અને આસો સુદ ૧૦ના દિવસે પ્રતિક્રમણ કરતાં સ્વર્ગગમન કર્યું. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722