Book Title: Shasana Prabhavaka Shraman Bhagwanto Part 1
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 674
________________ ૩૮૦ શાસનપ્રભાવક અને જપ-તપની એવી તે ભીષ્મસાધના કરી અને કરાવી કે આ યુગમાં એક પ્રખર વિદ્વાન, એક ચુસ્ત ચારિત્રપાલક અને ભીમ-કાન્ત ગુણના અનેરા ધારક તરીકે શ્રીમદ્ વિજ્યદાનસૂરીશ્વરજી મહારાજાનાં નામ અને કામ એકી અવાજે વખણાઈ ગયા! * તેઓશ્રી તિષ વિષયના અજોડ અભ્યાસી હતા. સકલ આગમના રહસ્યના વેત્તા હતા. તેથી “સકલાગમ રહસ્યવેદી” તરીકે સુપ્રસિદ્ધ બનેલા. આ પુણ્યપુરુષને પ્રભાવ કેઈ ઓર જ હતો ! સાધુસંસ્થા જ્યારે એમાં હતી ત્યારે તેમણે ૬૦-૭૦ શિષ્યનું સર્જન કર્યું, તે એ વાતની સાક્ષી પૂરે છે કે કઠોર ચારિત્રપર્યાયના સાધક/આરાધકને એ જ શિષ્યસમુદાય મેટી સંખ્યામાં મળી રહે છે. કેઈપણની ભૂલ થાય તે એની સામે પુણ્યપ્રપ ઠાલવવાની જવાબદારી અદા કરનારા અને પછી પાછું એટલું જ વાત્સલ્ય વહાવનારા આ મહાપુરુષે જ્ઞાન અને ચારિત્રનાં એવાં બીજ વાવ્યાં કે, એને વિકસાવનારા બે મહાપુરુષ-શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજા અને શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના રૂપમાં આપણને મળી આવ્યા! તે સમયે કઈ પણ ચર્ચાસ્પદ બાબતમાં પૂ. દાનસૂરીશ્વરજી મહારાજને બોલ પ્રમાણુ ગણતે. આટલી હદ સુધી તેઓશ્રીની પ્રતિષ્ઠા હતી તેના મૂળમાં તેમનું અગાધ જ્ઞાન અને ઊંડી ચારિત્રનિષ્ઠા હતાં. પાટડી જેવા નાનાં ગામને પોતાની સ્વર્ગારોહણભૂમિ દ્વારા ઐતિહાસિક બનાવી જનારા આ મહાત્માની તવારીખે નીચે પ્રમાણે છે: જન્મ : સં. ૧૯૨૪ ઝીંઝુવાડા, દીક્ષા : સં. ૧૯૪૬ ઘેઘા, આચાર્યપદ : સં. ૧૯૮૧ છાણી અને સ્વર્ગવાસ : સં. ૧૯૯૨ પાટડી. વડોદરા મુનિ સંમેલનના મોભી ? શાસનહિતિષી પૂ. આચાર્યશ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજ સંવેગી સાધુતાના પાલક પિતા, વડોદરાના મુનિસંમેલનના આદ્ય પ્રેરક અને પ્રમુખ શ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજ જેનસંઘમાં અનેક રીતે વિખ્યાત છે. તેમને શાસ્ત્રાભ્યાસ, સાધુઓ પર અદ્વિતીય પ્રભાવ અને શાસનહિત આજ સુધી ચિરસ્મરણીય રહ્યા છે. મૂળે રાધનપુરના વતની, પણ વર્ષોથી પાલીતાણા આવીને વસેલા કેરડિયા કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. તેમના પિતાનું નામ દેવચંદ નેમચંદ અને માતાનું નામ મેઘબાઈ હતું. આ ખાનદાન, આબરૂદાર, રાજ્યમાન્ય અને ગર્ભશ્રીમંત માતાપિતાને ઘેર સં. ૧૯૧૩માં ચૈત્ર સુદ ૩ ને સેમવારે ચોથા પુત્ર તરીકે તેમને જન્મ થયે. તેમનું સંસારીનામ કલ્યાણચંદ્ર હતું. કલ્યાણચંદ્રને અભ્યાસ ભાવનગરમાં થયે. ભણવામાં તેઓ ખૂબ જ હોંશિયાર હતા. તેમની વિદ્યાર્થી અવસ્થામાં જ સં. ૧૯૨૭ના જેઠ વદ પાંચમને દિવસે પિતાનું અવસાન થયું. ત્યાર પછી ભાઈ ની પ્રેરણાથી ધર્મને રંગ લાગ્યો. દિવસે દિવસે ધર્મના રંગે રંગાવા લાગ્યા. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720 721 722