________________
૩૫૮
શાસનપ્રભાવક
શ્રી હેમચંદ્રસૂરિ વીરમગામ આવ્યા હશે ને આ હરકતની એમને ખબર પડતાં એમને એનો ઇલાજ કરવાનો નિર્ણય કર્યો. ઈ. સ. ૧૮૮૨ના જૂનની ર૭મીએ ઈવિઝાર્ડ પિતાના માણસ સાથે શિકાર કરવા તળાવ પર આવ્યું. ત્યારે અગાઉથી જ ત્યાં ઉપસ્થિત હેમચંદ્રસૂરિજીએ પિતાના સેવક દ્વારા બંદૂકને ખાલી ભડાકે કરીને બધાં પક્ષીઓ ઉડાડી મૂક્યાં. એક સાધુની આ હિંમત જોઈને પેલે અંગ્રેજ અમલદાર ચીડાયે. તેણે શ્રીપૂજ્યજીને દમદાટી દેવા માંડી : “બંદૂક રાખવાનો પરવાનો બતાવે.”
શ્રીપૂજ્યજીએ રોકડું પરખાવ્યું, “પરવાને માગનાર તમે કોણ છે ? તમે તમારા રસ્તે ચાલ્યા જાઓ.”
ઇવિઝાડે કહ્યું, “હું સરકારી નોકર છું. પરવાને જોવાની મને બધી સત્તા છે.” શ્રીપૂજ્યજીએ કહ્યું, “મારી પાહે લાટ (લોર્ડ) સાહેબને પરવાનો છે.”
ઇવિઝાર્ડ ધમકી આપી, “તમે પરવાને નહિ બતાવે તો મારે તમારી બંદૂક આંચકી લેવી પડશે.”
તે પછી તેણે બંદૂક ઝૂંટવવાનો પ્રયાસ કર્યો, પણ તેમાં તે ફાવ્યું નહિઊલટાનું તેના માણસે પાસેથી જાળ પણ ગૂંટવાઈ ગઈ. ઇવિઝાર્ડ ડાક બંગલામાંથી પિતાના મિત્ર એન્ડરસનને અને કસ્ટમ ખાતાના બીજા સિપાઈઓને લઈ આવ્યો. તેઓ આઠ જણે આવ્યા. પણ શ્રીપૂજ્યજી ડર્યા નહિ. એન્ડરસને સિપાઈ દ્વારા શ્રીપૂજ્યજીના હાથમાંથી બંદૂક ઝૂંટવી લેવાને પ્રયત્ન કર્યો. આ ખેંચતાણમાં શ્રીપૂજ્યજીને મેંઢા પર ખાસું વાગ્યું ને લેહી વહેવાં લાગ્યું. છડીદાર અને બીજા માણસને પણ આ ઝપાઝપીમાં ઈજા થઈ. આટલું છતાં પણ તેઓ બંદૂક છીનવી શક્યા નહિ. દરમિયાન વિઝાર્ડ પિોલીસને તેડી આવ્યું. પોલીસ જમાદારને શ્રીપૂજ્યજીએ બંદૂક સેંપી દીધી. પછી આખું સરઘસ મામલતદારને ત્યાં પહોંચ્યું. પોલીસ ઈન્સપેકટર અને મામલતદાર – બંને હિન્દી હોવા છતાં તેમનામાં અંગ્રેજ વિરુદ્ધ પગલું ભરવાની હિંમત નહતી. શ્રીપૂજ્યજીને મેંઢા ઉપર વાગ્યું હતું, તે જેવા છતાં તેઓએ આંખ આડા કાન કર્યા. શ્રીપૂજ્યજીએ કરેલી ફરીયાદ પર ધ્યાન ન આપ્યું.
શ્રીપૂજ્ય પિતાને માર માર્યાની ફરીયાદ સાથે કેસ કરવાના છે એવી ખબર પડતાં ઇવિઝાર્ડ ગભરાયે. અને શ્રીપૂજ્ય ઉપર ખૂનની કેશિશ કરવાના તથા સરકારી નોકરને તેમનાં કામમાં દખલ કરવાના બનાવટી આરોપસર સામે દાવો માંડી દીધું. ફરિયાદી અંગ્રેજ અને મેજિસ્ટ્રેટ પણ અંગ્રેજ, બસ, જિલ્લા મેજિસ્ટ્રેટે ખૂનના પ્રયાસને પ્રથમદશી કેસ ઠરાવી, કેસ સેશન્સમિટ કરી, અમદાવાદની સેશન્સ કોર્ટમાં મોકલી આપે. જેનોના એક માનનીય આચાર્યશ્રીને ખૂનના કહેવાતાં આરોપસર બેડી-દસકલાં નાખીને ટ્રેન દ્વારા અમદાવાદ લઈ જવાના સમાચારે સમસ્ત જેનસમાજમાં હાહાકાર થઈ ગયો. સમસ્ત ભારતવર્ષમાં ચકચાર વ્યાપી ગઈ. સેશન્સ જજ઼ મિ. ફિલપસની કોર્ટમાં કેસ શરૂ થતાં, લાગણીને પિછાણીને બેડી-દસકલાં કાઢી નાખવામાં આવ્યાં.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org