________________
શ્રમણભગવંતો
૨૭૧
वातोद्धत्तर जोमिलत्सुरसरित् सज्जातपङ्कस्थली,
दूर्वाचुम्बनचञ्चुरा रविहयास्तनाति वृद्धं दिनम् ॥ અર્થાત, ગિરિમાળાઓ અને કિલ્લાઓ પર વિજ્યપતાકા ફરકાવનાર હે દેવ! તારી દિગ્વિજય યાત્રા પ્રસંગે વેગવાન અશ્વો દેડવાના કારણે તેમની ખરીઓથી ઊડેલી રજકણે આકાશગંગાને મળી. ત્યાં પાણી અને રજકણ મળવાથી દૂર્વા ઊગી. એ તાજી દૂર્વાને ખાતાં ખાતાં ચાલવાથી સૂર્યના ઘડાઓ રોકાતા જાય છે, એ કારણે દિવસ લાંબો થયે છે.” સમસ્યાની પૂતિ રૂપ આ લેક સાંભળી રાજા સિદ્ધરાજ અત્યંત પ્રસન્ન થયે અને તે જ વખતે તેમને કવિકટારમલ્લીની પદવી આપી.
- શ્રી હેમચંદ્રાચાર્યના સ્વર્ગવાસ પછી ધર્મસંઘના સંચાલનની જવાબદારી આચાર્યશ્રી રામચંદ્રસૂરિ પર આવી. તે માટે તેઓ જ યોગ્ય હતા. આચાર્યશ્રી હેમચંદ્રસૂરિ પર મહારાજા કુમારપાલને ગાઢ અનુરાગ હતો. તેમના સ્વર્ગવાસના સમાચાર સાંભળી રાજા કુમારપાલનું હદય શેકથી વ્યાકુળ થઈ ગયું. તે વેદનામય સમયને ધેયપૂર્વક પાર કરવામાં તેને શ્રી રામચંદ્રસૂરિને સહગ અત્યંત શાતાદાયક બને.
- આચાર્યશ્રી હેમચંદ્રસૂરિના શાસનકાળને એક પ્રસંગ છે. વારાણસીના કવિ વિશ્વેશ્વર કેઈક સમયે પાટણ આવ્યા. તેઓ હેમચંદ્રાચાર્યની વ્યાખ્યાન સભામાં પહોંચ્યા. રાજા કુમારપાળ પણ ત્યાં હતા. વિશ્વર કવિએ રાજા કુમારપાળને આશીર્વાદ આપતાં કહ્યું કે – “પાતુ વો
મોષાઢઃ ઇશ્વમુત્વદન (દંડ કમ્બલધારી હેમગોપાલ આપની રક્ષા કરે.)” શ્રી હેમચંદ્રાચાર્યનું સંબોધન કરીને પિતાને કહેવાયેલી આ વાત રાજા કુમારપાળને ઉચિત ન લાગી. તે વખતે આચાર્ય શ્રી રામચંદ્રસૂરિએ કાઈની પૂર્તિ કરતાં કહ્યું કે – “ઘરનપશુદા રાયન નનોવરે ! (જેઓ ડ્રદર્શનરૂપ પશુઓને જેનગેચરમાં ચારી રહ્યા છે.)” આચાર્યશ્રી રામચંદ્રસૂરિની આ શીધ્ર રચનાથી રાજા કુમારપાળ અત્યંત પ્રસન્ન થયા. વિવેધર કવિ પણ તેમની પ્રત્યુત્પન્ન મતિ અને પ્રતિભાથી બધાની સામે લજિત થયે.
સિદ્ધરાજ જયસિંહ વિ. સં. ૧૧૮૧માં માલવવિજય કરી પાછો ફર્યો ત્યારે જૈનાના પ્રતિનિધિરૂપે શ્રી હેમચંદ્રાચાર્યે વિજયી સિદ્ધરાજને આશીર્વચન આપ્યા હતા. આ ઘટના પછી શ્રી રામચંદ્રાચાર્યને પરિચય સિદ્ધરાજ જયસિંહ સાથે મુનિ અવસ્થામાં થયો હતે. વિક્રમની બારમી શતાબ્દી પૂરી થયા પહેલાં જ સિદ્ધરાજ જ્યસિંહનું અવસાન થયું હતું
સાહિત્ય સર્જન : આચાર્યશ્રી રામચંદ્રસૂરિની સાહિત્ય સાધના વિશેષ ઉલ્લેખનીય છે. તેમણે “વ્યતિરેકાકાવિંશિકા”, “અર્થાન્તરન્યાસક્રાત્રિશિકા”, “દષ્ટાંતગર્ભ – જિનસ્તુતિકાત્રિશિકા”, “યુગાદિદેવ કાત્રિશિકા” વગેરે અનેક બત્રીશી તેત્રે, એક જ અલંકારમાં પ્રજી કાવ્યકાર તરીકે વિશેષતા પ્રાપ્ત કરી હતી. તેવી જ વિશેષતા નાટ્યરચનાકાર તરીકે પણ પ્રાપ્ત કરી હતી. તે વખતે ગુજરાતમાં લગભગ ૨૪ નાટક રચાયાં હતાં, તેમાંથી અગિયાર નાટકના રચનાકાર તેઓશ્રી હતા. “નાટયદર્પણ” તેમની પ્રસિદ્ધ રચના છે. “કુમારવિહારશતક,” ‘દ્રવ્યાલંકાર ગ્રંથ ” પણ તેમના મુખ્ય ગ્રંથ છે, તેઓ એ સમયના શબ્દશાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર અને
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org