________________
૨૮૬
શાસનપ્રભાવકે
૫. શ્રાદ્ધપ્રતિક્રમણુસૂત્રવૃત્તિ (વંદાવૃત્તિ), ૬. પંચનવ્ય કર્મગ્રંથ પજ્ઞ ટકા સાથે, (જેમાં કર્મનું સ્વરૂપ અને તેનાં પરિણામ તથા ગુણસ્થાન, જીવસ્થાન, માગણઓ, બંધ, ઉદય, ઉદ્દીપણું, સત્તા, ઉપશમશ્રેણી આદિ અનેક તાત્વિક વિષયનું સાંગોપાંગ સુંદર વર્ણન છે. ), ૭. ચૈત્યવંદનાદિ ભાષ્યત્રય (દેવવંદન, ગુરુવંદન અને પ્રત્યાખ્યાન ભાગ), ૮. સિદ્ધાંડિકા (ધારણાયંત્ર), ૯. સાયણિસ્તવ વગેરે. આ ઉપરાંત, શ્રી દેવેન્દ્રસૂરિ આદિના ઉપદેશથી મહુવા, પાટણ, વીજાપુર, ખંભાત વગેરે સ્થાનોમાં મોટા ગ્રંથભંડાર બન્યા હતા અને વિવિધ આગમગ્રંથ તાડપત્ર પર લખાયા હતા.
આચાર્ય દેવેન્દ્રસૂરિ વિ. સં. ૧૩૨૭માં માળવામાં કાળધર્મ પામ્યા હતા.
પુણ્યપ્રભાવી, ચમત્કારી સિદ્ધપુરુષ અને પ્રભાવક યુગપ્રધાન
આચાર્યશ્રી ધર્મઘોષસૂરિજી મહારાજ
શ્રી ધર્મષસૂરિજી મહારાજ પ્રભાવી વ્યાખ્યાતા, સમર્થ ગ્રંથકાર, ચમત્કારી સિદ્ધપુરુષ અને પ્રભાવક યુગપ્રધાન આચાર્ય હતા. નૈમિત્તિક જ્ઞાનના જાણકાર પણ હતા.
તપાગચ્છમાં શ્રી જગચંદ્રસૂરિની પાટે શ્રી દેવેન્દ્રસૂરિ અને તેમની પાટે શ્રી ધર્મઘોષસૂરિ થયા છે. જેમનાથી “ધર્મષગચ્છ” નીકળે તે આચાર્ય ધર્મઘોષસૂરિ રાજગચ્છના હતા, અર્થાત્ જુદા હતા.
શ્રી ધર્મ ઘેષસૂરિને જન્મ વરહડિયા ગેત્રમાં, વીજાપુરમાં થયો હતો. તેમના પિતાનું નામ જિનચંદ્ર અને માતાનું નામ ચાહિણીદેવી હતું. વરદેવ પલ્લીવાલના વંશજો નાગેરથી પાલનપુર થઈ વીજાપુરમાં આવ્યા ત્યારથી વરહડિયા તરીકે ઓળખાવ્યા લાગ્યા હતા. જિનચંદ્રને ૧. દેવચંદ્ર, ૨. નાગધર, ૩. મહીધર, ૪. વીરધવલ અને પ. ભીમદેવ – એમ પાંચ પુત્ર હતા અને ધારિણે નામે પુત્રી હતી.
વિ. સં. ૧૩૦૨માં આચાર્ય દેવેન્દ્રસૂરિ વીજાપુર પધાર્યા ત્યારે જિનચંદ્રના ચોથા પુત્ર વીરધવલના લગ્નની તૈયારી ચાલી રહી હતી. પણ આચાર્યશ્રીની વૈરાગ્યરસ ઝરતી અખલિત ધર્મવાણી સાંભળી વિરધવલને પ્રબળ વૈરાગ્ય જાગ્યો, અને લગ્ન બંધ રાખી તેમણે દીક્ષા લેવાનો નિર્ણય કર્યો. નાનો ભાઈ ભીમદેવ પણ દીક્ષા લેવા તૈયાર થયે. લગ્નના વરઘોડાને બદલે દીક્ષાને વરઘેડે ચડ્યો. લગ્નમંડપમાં જ આચાર્ય દેવેન્દ્રસૂરિએ વરધવલ અને ભીમદેવને દીક્ષા આપી, તેમને અનુક્રમે મુનિ વિદ્યાનંદ અને મુનિ ધર્મકતિ નામે ઘેષિત કર્યા. થોડા સમયમાં જ બંને મુનિવરેએ ઉત્કૃષ્ટ સંયમસાધનાપૂર્વક તીવ્ર બુદ્ધિશક્તિ વડે જિનાગનું વિશદ જ્ઞાન પ્રાપ્ત કરતાં ગુરુદેવે તેમને વિ. સં. ૧૩૦૪માં પંન્યાસપદ આપ્યું. વિ. સં. ૧૩૨૩માં આચાર્ય દેવેન્દ્રસૂરિ પાલનપુર પધાર્યા. ત્યાંના શ્રી સંઘની વિનંતીથી શ્રી પલ્લવિયા પાર્શ્વનાથ જિનાલયના પટ્ટાંગણમાં શ્રી વિદ્યાનંદ ગણિને આચાર્યપદ અને શ્રી
Jain Education International 2010 04
For Private & Personal Use Only
www.jainelibrary.org