________________
૩૫૪
શાસનપ્રભાવકે
ભટ્ટારક શ્રી વિજય રત્નસૂરિજી મહારાજ પાલનપુરનિવાસી ઓશવાળ જ્ઞાતીય હીરા શાહની પત્ની હીરાદેવીની કુક્ષીએ સં. ૧૭૧૧માં એમને જન્મ થયો હતો. મૂળ નામ જેઠ (યતી) હતું. ગિરનાર યાત્રાએ જઈને માતા સહિત સં. ૧૭૧૭માં જીતવિજ્યજીના નામથી દીક્ષા લીધી. સં. ૧૭૨૬માં માત્ર ૧૫ વર્ષની ઉંમરે પંન્યાસપદથી અલંકૃત થયા. અને સં. ૧૭૩૨માં માઘ વદ ૬ને રવિવારે નાગારમાં સુણત મેહનદાસે બાર હજાર ખચીને કરેલા ઉત્સવપૂર્વક શ્રી વિજયપ્રભસૂરિએ તેમને આચાર્યપદ પ્રદાન કરી, શ્રી વિયરત્નસૂરિ નામ આપી, પિતાની પાટ પર સ્થાપ્યા. સં. ૧૭૩૩માં નાડલાઈમાં શ્રાવક શા રાયકરણે ગણાનુજ્ઞાને અને મેડતામાં વાંદણાને મહત્સવ કરે. સં. ૧૭૩૩ના ભાદરવા વદ બીજને દિવસે ઉદયપુરમાં ૬૩ વર્ષની વયે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતા. ત્યાં સૂપ કરવામાં આવ્યો હતો.
ભટ્ટારક શ્રી વિજયક્ષમાસૂરિજી મહારાજ
તેઓશ્રીને જન્મ મારવાડના પાલી શહેરમાં ચતુરજીની ભાર્યા ચતુરંગદેની કુક્ષીએ સં. ૧૭૩૨માં થયો હતો. મૂળ નામ ખીમશી હતું. સં. ૧૭૩૯માં પાલીમાં શ્રી વિજયરત્નસૂરિના હસ્તે તેમના શિષ્ય તરીકે દીક્ષા લીધી. સં. ૧૭૫૬માં પંન્યાસપદથી અલંકૃત કરવામાં આવ્યા. ઉદયપુરમાં મહારાજ સંગ્રામસિંહની ઉપસ્થિતિમાં સં. ૧૭૭૩ના ભાદરવા સુદ ૮ ને મંગળવારે તેમને પૂ. શ્રી વિજયરત્નસૂરિ મહારાજે આચાર્યપદ પ્રદાન કર્યું. તે સમયે દેવવિજ્ય, લબ્ધિવિજય અને હિતવિજ્યને ઉપાધ્યાયપદે સ્થાપ્યા. આ મહત્સવમાં ઉદયપુરના શ્રી સંઘે વિશ હજારને ખર્ચ કર્યો. સં. ૧૭૭૪ના મહા સુદ ૬ના દિવસે તપાગચ્છના નાયકપદે સ્થાપવાપૂર્વક પટ્ટ-મહોત્સવ ઉજવાયે. મહોત્સવને લાભ ઉદયપુરના શ્રીસંઘે લીધે. તે સમયે ૩૦૦ સાધુઓને પંન્યાસપદ આપવામાં આવ્યાં.
તેઓશ્રી સં. ૧૭૮પમાં દીવમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતા.
ભટ્ટારક શ્રી વિજયયારિજી મહારાજ તેઓશ્રી વિજયક્ષમાસૂરિના પટ્ટધર હતા. તેઓશ્રી સં. ૧૭૮૫માં દીવ બંદરે સૂરિપદ પામ્યા હતા. માંગરોળમાં તેમને તપાગચ્છના નાયકપદે સ્થાપવાપૂર્વક પટ્ટ-મહેત્સવ ઉજવાય હતું. તેઓશ્રીએ સુરતમાં ચૌદ ચાતુર્માસ કર્યા હતાં. સં. ૧૮૦–ા વૈશાખ વદ ૭ને દિવસે ધોરાજીમાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા હતા. ત્યાં સ્તૂપ કરવામાં આવ્યું હતું.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org