________________
૨૨૪
શાસનપ્રભાવક
શ્રેષ્ટિ ધનદેવ શ્રીમાલ જિનેપાસક હતા. ધનશ્રી પણ જૈનધર્મ પ્રત્યે શ્રદ્ધાશીલ હતી. ભીમ બાલ્યકાળથી જ એજસ્વી, તેજસ્વી અને બુદ્ધિવાન હતું. અનેક પુણ્યલક્ષણથી લક્ષિત હતે. એક વખત શ્રી વિજયસિંહસૂરિનું ઉન્નતાયુ (ઊણ) ગામમાં આગમન થયું. તેઓ બાળક ભીમને જોઈ પ્રભાવિત થયા. શ્રેષ્ટિ ધનદેવ પાસે તેમણે સંઘના કલ્યાણ માટે બાળકની માંગણું કરી. ધનદેવે પણ શાસનનાં મહાન કાર્ય માટે પિતાને પુત્ર ગુરુદેવને સમર્પિત કર્યો. શ્રી વિજ્યસિંહસૂરિએ બાળક ભીમને સંયમદીક્ષા આપી અને તેમનું નામ મુનિ શાંતિભદ્ર રાખ્યું.
શ્રી શાંતિસૂરિએ આચાર્ય શ્રી સર્વદેવસૂરિ અને મહાતાકિક શ્રી અભયદેવસૂરિ પાસે જિનાગમ અને તર્કશાસ્ત્રનું જ્ઞાન મેળવ્યું હતું. આચાર્ય વિજ્યસિંહસૂરિએ તેમને આચાર્ય પદથી અંલકૃત કરતાં તેમને સઘળે ઉત્તરાધિકાર અત્યંત સફળતાપૂર્વક શ્રી શાંતિસૂરિએ શોભાવ્યું હતું. તેમના ઉપદેશથી અનેક રાજકુમારે તેમ જ ૭૦૦ શ્રીમાલી કુટુંબે જૈનધર્મી બન્યા હતા. તેમની પ્રેરણાથી અનેક સ્થાનેમાં જૈનમંદિરે બંધાયાં હતાં.
શ્રી શાંતિસૂરિ પ્રખર વિદ્વાન અને વાદકુશળ આચાર્ય હતા. એક વખત શ્રી શાંતિસૂરિ પાટણ પધાર્યા. રાજા ભીમની સભામાં ગયા. તેમની વિદ્વત્તાથી પ્રભાવિત થઈ ભીમ રાજાએ તેમને
કવીન્દ્ર” અને “વાદીચક્રવતી ની પદવી એ અલંકૃત કર્યા. ધારાનગરીમાં મહાકવિ ધનપાલે તિલકમંજરી કથા રચી. તેમણે મહેન્દ્રસૂરિને પૂછ્યું કે “આ કથાનું સંશોધન કેણ કરી શકે ? ” ગુરુએ તેમને શાંતિસૂરિનું નામ આપ્યું. ધનપાલ શાંતિસૂરિને મળવા ધારાનગરીથી પાટણ આવ્યા. શાંતિસૂરિના દર્શન અને વાર્તાલાપથી તેને અત્યંત સંતેષ થયે. કવિ ધનપાલની વિનંતિથી શાંતિસૂરિએ માળવા તરફ વિહાર કર્યો. ધારાનગરીમાં પધારી રાજા ભોજની સભાના ૮૪ વિદ્વાન સાથે શાસ્ત્રાર્થ કરી વિજ્ય મેળવ્યું. રાજા ભોજ શાંતિસૂરિના શાસ્ત્રાર્થ કૌશલ્યથી પ્રભાવિત થયા. રાજા ભજની સભામાં શાંતિસૂરિ વેતાલની જેમ અજેય રહ્યા, તેથી રાજા ભેજે તેમને “વાદિવેતાલ” પદથી અલંકૃત કર્યા. શ્રી શાંતિસૂરિ કેટલાક દિવસ ધારાનગરીમાં રહ્યા. તેમણે ત્યાં રહી મહાકવિ ધનપાલની “તિલકમંજરી” કથાનું સંશોધન કરી આપ્યું. ત્યાંથી વિહાર કરી તેઓ પાટણ આવ્યા. તે સમયે ધનપાલ કવિ તેમની સાથે હતા. એક વખત કવિ ધનપાલે કૌલ (શક્તિઉપાસક) મતના પંડિત ધર્મને કહ્યું કે–“સ્ત તાર/વારિતસૂરિ નહૂિ ! (વેતાંબરચાર્ય શાંતિસૂરિ સમાન બીજા કેઈ કવિ નથી.)” કવિ ધનપાલ દ્વારા વારંવાર કરાતી પ્રશંસા સાંભળી પંડિત ધર્મ શાંતિસૂરિ પાસે આવ્યો અને તેમની સાથે શાસ્ત્રાર્થ કરતાં પરાભવ પામે. દ્રવિડ દેશના એક વાદરસિકે પણ શાંતિસૂરિ સાથે શાસ્ત્રાર્થમાં હાર કબૂલી. આ રીતે શાસ્ત્રાર્થોમાં વિજ્ય મેળવી તેમણે “વાદિવેતાલ” બિરુદ સાર્થક કર્યું હતું. શ્રી શાંતિસૂરિ મંત્રોના પણ જાણકાર હતા. પાટણના શ્રેષ્ટિ જિનદેવના પુત્ર પદ્મદેવને સર્પ કરડ્યો હતો. થોડા સમય પછી તેને મૃત જાહેર કરાયે. શાંતિસૂરિએ મંત્રના પ્રયોગથી ઝેર ઉતારી તેને સાજે કર્યો હતો. આ ઉલ્લેખ પ્રભાવક ચરિત્રમાં છે.
શ્રી શાંતિસૂરિ પિતાના ૩૨ શિષ્યને પાટણમાં ન્યાયશાસ્ત્રને અભ્યાસ કરાવતા હતા. એક વખત તેઓ પોતાના શિષ્યને દુર્ઘટપ્રમેયવ્યવસ્થા સમજાવી રહ્યા હતા. તે વખતે નાડોગનગરથી
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org