________________
શ્રમણભગવંતો
૨૨૭ ધરાવતાં આ બ્રાહ્મણપુત્રોથી જૈનશાસનની મોટી પ્રભાવના થવાનો સંભવ છે. ગાનુયોગે શ્રી વર્ધમાનસૂરિનું આગમન ધારાનગરીમાં થયું. લક્ષ્મીધર શેઠ બંને બ્રાહ્મણ પંડિતને લઈ શ્રી વર્ધમાનસૂરિ પાસે આવ્યા. વંદન કરી, બે હાથ જોડી, તેમની પાસે બેઠા. શ્રી વર્ધમાનસૂરિ શ્રેષ્ઠ લક્ષણયુક્ત બ્રાહ્મણપુત્રોને જોઈ પ્રસન્ન થયા. શ્રી વર્ધમાનસૂરિના દર્શનથી બંને બ્રાહ્મણપુત્રનાં હૃદયમાં વૈરાગ્યભાવ જાગે. શેઠ પાસેથી તેઓને પૂરે પરિચય મેળવી શ્રી વર્ધમાનસૂરિએ બંનેને મુનિદીક્ષા આપી. આ બંનેની દીક્ષામાં લક્ષ્મીધર શેઠની પ્રબળ પ્રેરણા હતી. દીક્ષા આપ્યા પછી
ગોદ્રહનપૂર્વક શ્રી વર્ધમાનસૂરિએ તેમને સિદ્ધાંતશાસ્ત્રોનું શિક્ષણ આપ્યું અને કેટલાક સમય પછી તેમની યોગ્યતા સમજી બંને મુનિવરોને આચાર્યપદે સ્થાપ્યા.
એક વખત આ બંને આચાર્યો શ્રી વર્ધમાનસૂરિની આજ્ઞા લઈ યોગ્ય માર્ગદર્શન મેળવી, ગુજરાત પ્રદેશ અંતર્ગત પાટણ પધાર્યા. પાટણમાં સુવિહિતમાર્ગ મુનિઓ માટે પ્રવેશ શક્ય નથી એ વાત તેમણે પહેલાં શ્રી વર્ધમાનસૂરિ પાસેથી જાણી હતી. વિ. સં. ૮૦૨ માં ગુજરાતની સ્થાપના કરનાર રાજા વનરાજ ચાવડા ચૈત્યવાસી સાધુઓને પરમ ભક્ત હતું. રાજ્યાભિષેક વખતે તેણે ચૈત્યવાસી શીલગુણસૂરિ અને દેવચંદ્રસૂરિ પાસેથી વાસક્ષેપપૂર્વક આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારથી વનરાજ ચાવડાએ તામ્રપત્રમાં લખીને આદેશ આપ્યું હતું કે “આ આચાર્યોને માનનારા ચૈત્યવાસીઓ સમ્મત મુનિરાજે જ પાટણમાં રહી શકશે.” ત્યારથી પાટણમાં ચૈત્યવાસીઓનું વર્ચસ્વ વધી ગયું હતું. વિ. સં. ૧૦૮૦ માં પાટણમાં રાજા ભીમદેવનું રાજ હતું. તેમને સેમેશ્વર નામે રાજપુરેહિત હતો. તે આ આચાર્યો–શ્રી જિનેશ્વરસૂરિ અને શ્રી બુદ્ધિસાગરસૂરિને મામો હતે. બંને આચાર્યો સામેશ્વર પુરોહિતને ત્યાં પહોંચ્યા. પુરોહિત બંને આચાર્યોના શિષ્ટ વ્યવહાર અને મધુર વેચનોથી પ્રસન્ન થયા. બેસવા માટે આસન આપ્યું. પિતે કંબલ બિછાવી તેમની સામે બેઠે. પછી બંને આચાર્યો પુરેહિતને આશીર્વાદ આપતાં બોલ્યા કે, “જે હાથ-પગ ને મન વિના પણ ગ્રહણ કરે છે, નેત્ર વિના પણ દેખે છે, કાન વિના પણ સાંભળે છે અને સમગ્ર વિશ્વને જાણે છે, પણ તેને કોઈ જાણતું નથી એવા નિરંજન નિરાકાર મહાદેવ જિનેશ્વર તમારું કલ્યાણ કરે.” વેદ, ઉપનિષદ્ અને જેનાગમ સમ્મત માન્યતાને પ્રગટ કરતાં આ લેકને સાંભળી પુરે હિત સોમેશ્વર નતમસ્તક થઈ ગયે. વાતચીત દરમિયાન તેણે જાણ્યું કે આ બંને આચાર્યો પિતાના ભાણેજ છે. અહીં પાટણમાં સુવિહિતમાગી સાધુઓને ઊતરવાનું સ્થળ મળવું શક્ય ન હતું, તેથી પુરેહિત સોમેશ્વરે તેમની રહેવાની વ્યવસ્થા પિતાના મકાનમાં કરી.
પાટણના યાજ્ઞિક, સ્માત, દીક્ષિત અને અગ્નિહોત્રી વગેરે વિદ્વાન બ્રાહ્મણે પણ આ શ્રમની ખ્યાતિ સાંભળીને આવ્યા અને તેમને ઉપદેશ સાંભળી મુગ્ધ બન્યા. પાટણનરેશ ભીમદેવ પણ આ આચાર્યોના ત્યાગ, તપોબળ, બુદ્ધિબળ આદિથી પ્રભાવિત થયે. ચૈત્યવાસીઓએ તેમને વિરોધ કર્યો. તેમણે કહ્યું કે, “હે રાજન્ ! અમને વનરાજ ચાવડાના સમયથી આ લેખિત અધિકાર મળે છે. અહીં ચિત્યવાસીઓ સિવાય, અમારી સંમતિ વિના કોઈ શ્રમણ રહી શકતા નથી. પૂર્વના રાજાને આદેશ પછીના રાજાએ પાળ જોઈએ.” પ્રત્યુત્તરમાં પાટણનરેશે
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org