________________
શ્રમણભગવંતો
પિતાની તીવ્ર બુદ્ધિશક્તિ વડે મહીપાલે ગુરુ પાસેથી શબ્દશાસ્ત્ર પ્રમાણશાસ્ત્ર આદિ વિવિધ વિષયનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. એક વખત દ્રોણાચાર્યે તેમની માતાની અનુમતિ લઈ બુદ્ધિવાન મહીપાલને સર્વથા યેગ્ય જાણી દીક્ષા આપી. કેટલાક સમય પછી ગુરુએ તેમને આચાર્યપદ પ્રદાન કરી પિતાના ઉત્તરાધિકારી તરીકે સ્થાપન કર્યા. મુનિશ્રી મહીપાલ ત્યારથી સૂરાચાર્યના નામે પ્રસિદ્ધ થયા.
એક વખત રાજા ભોજની સભાના મંત્રી એક કલાક લઈ રાજા ભીમની સભામાં ઉપસ્થિત થયા. સૂરાચાર્યો એ કલેકના પ્રતિવાદમાં નવ કલેક બનાવી રાજ ભીમને આપ્યું. રાજા ભીમે એ શ્લેક રાજા ભોજને મોકલ્યો. રાજ ભેજ વિદ્યાનું સન્માન કરતું હતું. રાજા ભીમે મોકલેલે લેક વાંચી પ્રસન્ન થયા અને લોકની રચના કરનારને પિતાની સભામાં પધારવા માટે આમંત્રણ મોકલ્યું.
શ્રી ગુરાચાર્ય–વાચનાચાર્ય પણ હતા. તેઓ શિષ્યોને અભ્યાસ કરાવતા હતા. તે માટે તેઓ સખત પરિશ્રમ લેતા હતા. તેમના હૈયે અદમ્ય ઉuળકો હતો, ઉચ્ચ અને ઉદાત્ત ભાવના હતી કે—“મારા શિષ્ય મારાથી પણ સવાયા થાય.” આ માટે શિષ્યને કલાક સુધી ભણાવતા હતા. એ સમયે કઈ શિષ્યની ભૂલ થાય, કેઈ બેદરકારી બતાવે, તો તેને એઘાથી મારતા. આમ વારંવાર થતાં એઘાની દાંડી તૂટી જતી. આથી તેમણે એક શ્રાવકને લેહદંડિકા લઈ આવવા જણાવ્યું. શ્રાવક વિનયી અને સમજદાર હતા. તેમણે આ વાત સૂરાચાર્યના ગુરુ દ્રોણાચાર્યને કરી. તેમણે સૂરાચાર્યને બોલાવીને કહ્યું કે, “લેહદંડ તો હિંસક શસ્ત્ર ગણાય. સાધુ માટે એ પરિગ્રહરૂપ છે. સાધુથી એ રખાય નહિ અને એને ઉપગ પણ કરાય નહિ.”
સુરાચાર્યે વિનયથી કહ્યું—“લેહદંડિકા મારવા માટે નથી મંગાવી. એ તો માત્ર ભય બતાવવા માટે મંગાવી છે. તે પણ સૌને અભ્યાસમાં આગળ વધારવા માટે જ. મારી ભાવના છે કે શિષ્ય મારાથી સવાયા થાય, સર્વ સ્થળે વાદવિજેતા બને અને આપનું તથા જૈનશાસનનું ગૌરવ વધારે.”
દ્રોણાચાર્યે ગંભીર બની કહ્યું કે—બધા શિષ્યોની બુદ્ધિ અને મેધા પ્રખર નથી હતી. તારી ભાવના ઉમદા છે; પણ બધાને વાદકુશળ બનાવવા હોય તો તું જ પહેલાં માળવા જઈ ભેજરાજના પંડિતોને જીતી આવ.”
સૂરાચાર્યે ઊભા થઈ ગુરુને વંદન કરી કહ્યું કે “આપની આજ્ઞા શિરોધાર્ય છે. હું પ્રતિજ્ઞા કરું છું કે જ્યાં સુખી ભેજરાજાની પંડિતસભાને જીતી ન લઉં ત્યાં સુધી મારે છે વિગઈ ત્યાગ છે.” ગુરુએ વહાલથી સૂરાચાર્યના માથે હાથ મૂકો અને મૂક મંગળ આશિષ આપ્યા. પછી સૂરાચાર્ય રાજા ભેજની સભામાં જવાની તૈયારી કરીને. આ વાતની જાણ કરવા રાજા ભીમની રાજસભામાં ગયા. તે વખતે રાજા ભેજનું સૂરાચાર્ય માટે આમંત્રણ પણ આવ્યું હતું. ગુરુને આદેશ અને મહારાજ ભીમની શુભકામના મેળવી તેમણે ત્યાંથી પ્રયાણ કર્યું. ગજારૂઢ થઈ રાજકીય સન્માન સાથે સૂરાચાર્ય ધારાનગરીમાં પ્રવેશ કર્યો. રાજા જે સામે જઈ
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org