________________
શ્રમણભગવંત
અપૂર્વ પ્રભાવના કરી તેઓએ જીવનના સંધ્યાકાળે યેગ્ય શિષ્યને પિતાના ઉત્તરાધિકારીપદે સ્થાપી અનશન સ્વીકાર્યું હતું. પરમ સમાધિની અવસ્થામાં, ૩૫ દિવસનું અનશન કરી, સ્વર્ગવાસ પામ્યા.
સૂરાચાર્ય ગુર્જરનરેશ ભીમ, માલવનરેશ ભેજ અને મહાકવિ ધનપાલના સમકાલીન હતા. પાટણમાં ભીમદેવનું રાજ વિ. સં. ૧૦૭૮ થી ૧૧૨૦ સુધી માનવામાં આવે છે. ભેજરાજાને સમય વિ. સં. ૧૦૬૭ થી ૧૧૧૧ સુધીને હતે. કવિ ધનપાલે પિતાની બહેન માટે
પાઈય લચ્છી નામમાળા” સં. ૧૦૨૯ માં રચી હતી. આ બધાના સમકાલીન હોવાથી શ્રી સૂરાચાર્યને સમય વિ. સં. ૧૦૭૦ થી ૧૧૫૦ સુધીને માની શકાય.
વડગચ્છ સંસ્થાપક આચાર્યશ્રી ઉદ્યોતનસૂરિજી મહારાજ
શ્રી ઉદ્યોતનસૂરિ વડગચ્છના પ્રધાન આચાર્ય હતા. તેઓ ધીરગંભીર, સૌમ્ય, ક્ષમાધર, વિદ્યાસમ્પન્ન અને નવકલ્પવિહારી આચાર્ય હતા. પ્રદ્યુમ્ન, માનદેવ, સર્વદેવ આદિ શિષ્યથી સુશાસિત હતા.
શ્રી ઉદ્યોતનસૂરિના જીવનને જણાવતા અંશો “ઉત્તરાધ્યયનસૂત્ર વૃત્તિ” અને “મહાવીરચરિય” ગ્રંથમાં મળે છે. શ્રી ઉદ્યોતનસૂરિ શ્રી વિમલચંદ્રસૂરિશ્ના પટ્ટશિષ્ય હતા. શ્રી વિમલચંદ્રસૂરિ વનવાસીગચ્છ ચંદ્રકુલની વિહારુક શાખાના છેલ્લા આચાર્ય અને શ્રી દેવસૂરિના પટ્ટશિષ્ય હતા. શ્રી ઉદ્યોતનસૂરિને ગચ્છ વડગચ્છના નામે પ્રસિદ્ધ થયે. આ ગચ્છમાં અથવા શ્રી ઉદ્યોતનસૂરિની શ્રમણ પરંપરામાં પૂનમિયાગચ્છ, તપાગચ્છ, નાગેરી તપાગચ્છ, અંચલગચ્છ, ત્રિસ્તુતિકગચ્છ અને પાયજંદગચ્છ આદિ ગચ્છની ઉત્પત્તિ થઈ છે.
શ્રી ઉદ્યોતનસૂરિ દીર્ધાયુષી આચાર્ય હતા. તેમણે પિતાના જીવનમાં ઘણી તીર્થયાત્રાએ કરી હતી. તેમણે વિ. સં. ૮૯૪ માં આબુતીર્થની યાત્રા કરી હતી, અને આબુની તળેટીમાં વસેલા તેલી ગામમાં તેઓ રહ્યા હતા. ત્યાં તિષવિદ્યાના વિશિષ્ટ જ્ઞાનથી એક દિવસ બળવાન ગ્રહનક્ષેત્ર સાથે સંતાનવૃદ્ધિને સહજ યોગ જોઈ તેમણે વટવૃક્ષની નીચે સર્વદેવ, માનદેવ, મહેશ્વર, પ્રદ્યોતન, વર્ધમાન આદિ શિષ્યને એકીસાથે આચાર્યપદે સ્થાપી તેઓને વટવૃક્ષની જેમ વિસ્તાર પામવાને આશીર્વાદ આપ્યું હતું. ત્યારથી તેમનો શિષ્ય પરિવાર વડની શાખાની જેમ વિસ્તાર પામતે ગયે અને તેમને ગચ્છ “વડગચ્છ ના નામે પ્રસિદ્ધ થયે. વડગચ્છને બૃહગચ્છ પણ કહે છે. કેટલાક વિદ્વાનોના મત મુજબ ચોર્યાશી ગની શાખાઓ આમાંથી નીકળી છે. શુભ નક્ષત્ર જોઈ વટવૃક્ષની નીચે આઠ વ્યક્તિઓને દીક્ષા આપી હતી, પણ આચાર્ય પદે સ્થાપન કર્યા ન હતા એવા ઉલ્લેખો પણ કઈ કઈ જગ્યાએ મળે છે.
માળવાથી શત્રુજ્ય જતાં વચ્ચે સંભવતઃ શ્રી ઉદ્યોતનસૂરિને સ્વર્ગવાસ થયે હતે. વડગ૭ની સ્થાપનાને સમય વીરનિર્વાણુ સં. ૧૪૬૪ (વિ. સં. ૯૯૪) માનવામાં આવે છે.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org