________________
શ્રમણભગવતે
૧૧૫ પ્રયત્ન કર્યો તે માટે મને ક્ષમા કરો.” શ્રી સ્થૂલિભદ્ર મુનિએ કેશાને ધર્મોપદેશ આપ્યો. અધ્યાત્મનો મર્મ સમજાવ્યું. કશા પણ જીવન-વિજ્ઞાનનું રહસ્ય સમજી વ્રતધારિણી શ્રાવિકા બની.
અને જીવનભર સંકલ્પિતા બ્રહ્મચર્યવ્રતને સ્વીકાર કર્યો. ચાતુર્માસ પૂર્ણ થયું. સ્થૂલિભદ્રમુનિ કટમાં પાર ઊતર્યા. તેઓ આચાર્ય સંભૂતિવિજ્ય પાસે પહોંચ્યા. આચાર્ય સંભૂતિવિજય સાત-આઠ ડગલાં સામે ગયા. “મહાદુષ્કરકારક!” સધન કરી કામવિજેતા સ્થૂલિભદ્રજીનું સન્માન કર્યું.
આચાર્ય સંભૂતિવિજય પછી એ યુગનું મહત્ત્વપૂર્ણ કાર્ય આગમવાચનાનું હતું. બાર વર્ષના દુષ્કાળના કારણે મૃતની ધારા છિન્નભિન્ન થઈ ગઈ હતી. તેનું સંકલન કરવા માટે પાટલીપુત્રમાં શ્રમણ સંઘ ભેગો થયે. તેમાં શ્રી સ્થૂલિભદ્રની ઉપસ્થિતિમાં ૧૧ અંગેનું સંકલન સારી રીતે થયું. આગમજ્ઞાનના વિશાળ ભંડાર સ્વરૂપ “દષ્ટિવાદ” (૧૨મું અંગ) કેઈ ને યાદ ન હતું. દષ્ટિવાદની અનુપલબ્ધિએ સર્વને ચિંતિત કર્યા. આચાર્ય શૂલિભદ્રમાં અસાધારણ ક્ષમતા હતી. જ્ઞાનસાગરની આ મહાન ક્ષતિ દૂર કરવા માટે તેઓશ્રી સંઘના નિર્ણય મુજબ નેપાળમાં શ્રી ભદ્રબાહસ્વામી પાસે ગયા. ત્યાં રહી ચૌદપૂર્વની જ્ઞાનરાશિને અત્યંત વૈર્યની સાથે ગ્રહણ કરી અને શ્રતધારાનું રક્ષણ કર્યું. આચાર્ય ભદ્રબાહુ પાસેથી દસ પૂર્વ અર્થ સાથે ગ્રહણ કર્યા
જ્યારે છેલ્લા ચાર પર્વની પાઠ-વાચના તેમને મળી. વીરનિર્વાણ સં. ૧૬૦ આસપાસ આ સર્વ પ્રથમ મહત્ત્વપૂર્ણ વાચના હતી. શ્રીભદ્રબાહસ્વામી પછી વીરનિર્વાણ સં. ૧૬૦માં તેમણે આચાર્યપદ તેમ જ શ્રીસંઘનું નેતૃત્વ સ્વીકાર્યું અને વિવિધ પ્રકારે શાસન-પ્રભાવના કરી. શ્રમણ સંઘમાં આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિ જેવા પ્રભાવક આચાર્યો તેમના મુખ્ય શિષ્ય હતા.
આચાર્ય શ્રી સ્થૂલિભદ્ર ૩૦ વર્ષ સુધી ગૃહસ્થ જીવનમાં રહી, લગભગ ૭૦ વર્ષના ચારિત્રકાળમાં ૪૫ વર્ષ કુશળતાથી આચાર્યપદ સંભાળી, વૈભારગિરિ ઉપર ૧૫ દિવસ અનશન સ્વીકારી વીરનિર્વાણ સં. ૨૧પમાં સ્વર્ગવાસ પામ્યા. એમના સ્વર્ગવાસ સાથે જ છેલ્લા ચાર પનું જ્ઞાન વિચ્છેદ પામ્યું.
દશ પૂર્વધર, વિશુદ્ધતમ શ્રમણાચારપાલક, જિનકલ્પતુલ્ય કઠિનતમ
સાધનાના સાધક આચાર્યશ્રી આર્ય મહાગિરિસૂરિજી મહારાજ
આચાર્યશ્રી આર્ય મહાગિરિસૂરિ જૈન શ્વેતાંબર પરંપરાના યુગપ્રધાનાચાર્ય હતા. મહાબુદ્ધિવાન, પરમ ત્યાગ અને નિરતિચાર સંયમના સાધક હતા. જિનકલ્પતુલ્ય સાધનાના વિશિષ્ટ સાધક હતા. તીર્થંકર પરમાત્મા શ્રી મહાવીર સ્વામીના શાસનમાં પટ્ટપરંપરામાં તેમને કમ નવમ છે.
- આર્ય મહાગિરિજીના ગુરુ આચાર્ય શૂલિભદ્રજી હતા. આચાર્ય સ્થૂલિભદ્રજી આચાર્ય સંભૂતિવિજ્યના શિષ્ય હતા; અને આચાર્ય ભદ્રબાહુ સ્વામીના ઉત્તરાધિકારી હતા. આર્ય મહાગિરિને પિતાના ગુરુ શ્રી સ્થૂલિભદ્રજીને ઉત્તરાધિકાર પ્રાપ્ત થયે હતો.
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org