________________
શ્રમણભગવ તા
૧૧૩
ચાલતા રાજા ન.દ સમક્ષ ઉપસ્થિત થયા. તેનું તેજસ્વી કપાળ સૂર્યના પ્રકાશને પણ પ્રતિહત કરી રહ્યું હતું. તેની મનેારમ આકૃતિ સની ષ્ટિને તેની તરફ આકર્ષી રહી હતી.રાજા નંદ દ્વારા તેને મહા-અમાત્યપદને અલ'કૃત કરવાને આદેશ મળ્યા. તે રાજાના આદેશ પર વિચાર વિમ કરવા અશાકયાટિકામાં ગયા. વૃક્ષ નીચે બેસી વિચારવા લાગ્યા કે, “ ઉચ્ચમાં ઉચ્ચ સ્થાન પર પ્રતિષ્ઠિત અને રાજ્યનું સ્વયં સંચાલન કરનાર એવા રાજપુરુષને સર્વ પ્રકારે રાજ્યને સમર્પિત થવા છતાં પણ છિદ્રાન્વેષી પશ્ન લેક તેમના માર્ગમાં ઉપદ્રવ કરવા તત્પર થતા હોય છે, તેથી તેને સુખના અનુભવ કચાંથી થાય ? ” સ્થૂલિભદ્રની સમક્ષ ભૂતકાળનું ચિત્ર દેખાવા લાગ્યું. શ્રીયકના લગ્નપ્રસંગે રાન્ત ન ંદનું સન્માન કરવા માટે તૈયાર કરવામાં આવેલ છત્ર, ચામર, વિવિધ શસ્ત્ર આદિ સામગ્રીની સૂચના પામીને વરરુચિ દ્વારા કરાયેલ ષડ્ય ́ત્ર, નંદરાજાને શકડાલ મંત્રી પર રાજ્ય છીનવી લેવાના સ'દેહ, રાન્તની દૃષ્ટિમાં સમગ્ર મ`ત્રી પરિવારના નાશ કરવાનું સ્વરૂપ, લઘુભ્રાતા શ્રીયક દ્વારા નંદરાજાની સામે તેમના વિશ્વાસુ મત્રીની હત્યા, આદિ વિવિધ પ્રસંગોની સ્મૃતિથી સ્થૂલિભદ્ર ક'પાયમાન થયા. સ'સારની અસારતા સ્પષ્ટ થઇ. તેમને પરમ વૈરાગ્ય થયે અને સંયમમાગ અંગીકાર કરવાના નિ ય કરી, કેશના લેચ કરી, સાધુમુદ્રામાં થૂલિભદ્ર
રાજા ન`દની સભામાં આવી પહોંચ્યા.
રાજાએ પૂછ્યું, “ જ્ઞાોવિતમ્ ? ( વિચારી લીધું ? ) ’’
{
સ્થૂલિભદ્રજીએ કહ્યું, “ જ્ઞાન્વિતમ્ । ( હા, લેાચ કરી લીધો. ) ’’
શ્રી સ્થૂલિભદ્રના વિચારો જાણી પ્રજાજનો અવાક થઈ ગયા. શ્રીયકે પણ તેમને પેાતાના વિચાર બદલવા આગ્રહ કર્યાં. પરંતુ શ્રી સ્થૂલિભદ્ર પોતાના વિચારોમાં મક્કમ હતા. તે પરિજનાના ત્યાગ કરી, ધીરગ...ભીર મુદ્રામાં અજ્ઞાત દિશા તરફ આગળ વધ્યા. કદાચ, તે કોશા ગણિકાને ભવન તેા નથી જઇ રહ્યા ને? તે જોવા માટે મગધનરેશે પોતાના બે ગુપ્તચરને તેમની પાછળ માકલ્યા. ગુપ્તચરાએ આવીને કહ્યું કે, “ તેઓ તે ગામ બહાર અટવી તરફ જતી કેડીએ ચાલ્યા ગયા છે. રસ્તામાં ગણિકાના ભવન તરફ જવાની ગલી આવી તે તે તરફ નજર પણ નાંખી નથી. વળી ગામ બહાર એક ઉકરડા પાસે કૂતરાનું મૃતક પડયું હતું અને તેની માથુ ફાડી નાંખે તેવી દુધ આવતી હતી, તે છતાં તેમણે ન તે પોતાની ચાલ ઝડપી કરી કે ન તે માં આગળ કપડું રાખ્યું. એ જ ધીર અને શાંત ગતિથી તે આગળ વધ્યા. જ્યારે અમે એ દુ†મ રસ્તે આગળ ન જઈ શકયા ત્યારે પાછા ફર્યાં. ” આ સાંભળીને રાજાને પોતાની માન્યતા માટે પશ્ચાત્તાપ થયેા. નગરજનોને કેટલાય દિવસ સુધી સ્થૂલિભદ્રની સ્મૃતિ સતાવતી રહી. અમાત્યપદના ભાર શ્રીયક ઉપર આવ્યેા. મગધનરેશ જે બહુમાન મહાન અનુભવી, રાજનીતિકુશળ, અંગત વિશ્વાસપાત્ર, રાજભક્ત, પ્રજાવત્સલ, મહા-અમાત્ય શકડાલને આપતા, તે જ સન્માન શ્રીયકને આપવા લાગ્યા. મહા-અમાત્ય શ્રીયકના સમર્થ વ્યક્તિત્વથી રાજ્યનું સંચાલન સારી રીતે ચાલી રહ્યું હતું. પરંતુ મહા-અમાત્ય શકેડાલના અભાવમાં રાજા નંદના હૃદયમાં ઘણુ દુઃખ હતું. એક દિવસ શાકસ'તપ્ત મુદ્રામાં મગધનરેશે શ્રીયકની સામે સભામાં મંત્રીના ગુણાનું
3. 14
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org