________________
શ્રમણભગવતો
૨૦૮
રાજાની પ્રબળ ભક્તિ અને આગ્રહને લીધે શ્રી બપ્પભદિસૂરિ લાંબા સમય ત્યાં સ્થિરતા કરી રહ્યા. બંનેને પ્રતિભાવ દિવસે દિવસે વધવા લાગે. આચાર્ય બપ્પભક્ટિની કાવ્યરચનાથી “આમ” રાજા વિશેષ પ્રભાવિત થતું. ક્યારેક પૂછેલા પ્રશ્નોના ઉત્તર તરત મળવાથી તેમ જ સમસ્યાના સમાધાન માટે રચેલા કે સાંભળી આમ રાજા મંત્રમુગ્ધ થઈ જતું. તેમને બમ્પભદિસૂરિ સર્વજ્ઞ સમાન ભાસતા હતા.
એક વખત બપ્પભટ્ટિસૂરિની ગૂઢાર્થસૂચક શૃંગારરસપ્રધાન કવિતા સાંભળીને આમ” રાજાએ અન્યમનસ્કપણાને ભાવ પ્રગટ કર્યો. રાજાની આ ઉપેક્ષાવૃત્તિ આચાર્ય બમ્પટ્ટિને ઠીક ન લાગી. તેમણે રાજા આમને જણાવ્યા વિના ત્યાંથી વિહાર કરી દીધું. જતાં જતાં કમાડ પર એક શ્લેક લખતા ગયા. પાછળથી આ શ્લેક દ્વારા આચાર્ય શ્રી વિહાર કરી ગયાની જાણ થતાં રાજાએ આચાર્ય બપ્પભટ્ટિસૂરિની અનેક સ્થળે તપાસ કરાવી, પણ તેમના કંઈ સમાચાર મળ્યા નહિ.
આ બાજુ આચાર્ય બપભષ્ટિ કાન્યકુબ્ધથી ગૌડદેશ (મધ્ય બંગાળ) તરફ પ્રયાણ કરી કેટલાક દિવસે ગૌડદેશની રાજધાની લક્ષણાવતીમાં પધાર્યા. ત્યાં બમ્પટ્ટિસૂરિને પરિચય વિદ્વાન વાકપતિરાજ સાથે થયે. વાપતિરાજ રાજા ધર્મરાજની સભાના પંડિત હતા અને પરમારવંશીય ક્ષત્રિય હતા. વાપતિરાજે બપ્પભદિસૂરિના આગમનની વાત રાજાને કરી. ધર્મરાજ બપ્પભટ્ટના નામથી પરિચિત હતા. તેમની આચાર્ય બપ્પભટ્ટિને મળવાની ઘણી ઈચ્છા હતી પણ ધર્મરાજના પ્રતિપક્ષી આમ રાજા સાથે બપ્પભદિસૂરિને મિત્રતા હોવાથી બપ્પભદિસૂરિ પ્રત્યે રાજા ધર્મરાજને દષ્ટિકોણ સંદેહાસ્પદ હતો. તેમણે વાપતિરાજને કહ્યું કે–“બપ્પભદિસૂરિને આમંત્રિત કરીએ, પણ આમ રાજાનું નિમંત્રણ આવવાથી તેઓ અહીંથી ચાલ્યા જાય તો એમાં હું મારું અપમાન સમજું. આથી આમ રાજા પોતે આપણે સભામાં ઉપસ્થિત થઈ પિતાના નગરમાં પદાર્પણ કરવાની ભાવના બપ્પભટ્ટિસૂરિ પાસે કરે તે તેમને અહીંથી વિહાર થઈ શકે, અન્યથા નહિ. આ શરત આચાર્ય બમ્પટ્ટિસૂરિ દ્વારા સ્વીકાર કરવામાં આવે તે તેમની અહીં રહેવાની વ્યવસ્થા થઈ શકે.” શ્રી બપ્પભદિસૂરિએ રાજાની આ વાત સ્વીકારી. તેઓ રાજા ધર્મરાજના રાજ્યમાં સન્માનપૂર્વક રહેવા લાગ્યા.
આ તરફ રાજા “આમ”ને કેટલાક દિવસ પછી બપ્પભટ્ટસૂરિ રાજા ધર્મરાજના રાજ્યમાં પહોંચી ગયાના સમાચાર મળ્યા. “આમ” રાજાએ તેમને બોલાવવા રાજપુરુષોને મોકલ્યા. રાજપુરુષેએ પાછા આવી ત્યાંની હકીકત જણાવી કહ્યું કે –“રાજન ! આપ ત્યાં જાતે જઈ તેમને પ્રાર્થના કરે તે જ આચાર્ય બપ્પભદિસૂરિનું અહીં આગમન સંભવ છે.” સઘળી પરિસ્થિતિની જાણકારી મેળવી “આમ” રાજાએ વેશપલટો કર્યો અને પિતાના પ્રતિસ્પર્ધી ધર્મરાજની સભામાં પહોંચ્યા. બપ્પભદિસૂરિ તેમને ઓળખી ગયા. તેમણે લેક્તિમાં ધર્મરાજને કહ્યું–“રાજન! આ તમારા પ્રતિબંધી નરેશ છે. ” ધર્મરાજ સમજી ન શક્યા. કારણ કે આ સરળ લાગતી લેક્તિ ૧૦૦ અર્થ ધરાવતી હતી. “આમ” રાજાએ પણ એવા જ રહસ્યપૂર્ણ અર્થઘટનથી શ્રી બપ્પભદિસૂરિને પિતાના રાજ્યમાં પધારવાની પ્રાર્થના કરી અને ત્યાંથી ચાલ્યા ગયા. આ કાર્ય
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org