________________
શાસનપ્રભાવક
પ્રભવે પિતાના માણસોને ચાલવા માટે આદેશ કર્યો, પણ પથ્થરની જેમ બધા સ્તબ્ધ થઈને ઊભા રહ્યા! પિતાનાં શરીરની બધી શક્તિઓને ઉપયોગ કરવા છતાં તેઓ એક ડગલું પણ ખસી શક્યા નહિ. તેઓ અજ્ઞાત દિશામાંથી આવતા શબ્દતરંગોને સાંભળી રહ્યા અને પિતાના નેતા તરફ જોઈ રહ્યા! પવનના તરંગ ઉપર ચડેલા શબ્દતરંગો પ્રભવે પણ સાંભળ્યા. પ્રભવ કુશાગ્રબુદ્ધિ ધરાવતા હતા. આવી પડેલી પરિસ્થિતિ સમજવામાં તેમને વાર ન લાગી. મારા સંકેત ઉપર બલિદાન આપનાર મારા સેવકે ક્યારેય મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરતા નથી. માટે અહીં કાંઈક બીજુ જ રહસ્ય છે. મારા કાને અથડાતા શબ્દતરંગને પ્રાજક આ જ ભવનમાં કઈ સ્થાને બેઠેલ છે. તે મારા કરતાં અધિક શક્તિશાળી છે. મારી અવસ્થાપિની વિદ્યાને પ્રયોગ તેની ઉપર સફળ થયું નથી. તેણે મારા સેવકે ઉપર ખંભિની વિદ્યાનો પ્રયોગ કર્યો છે. તેની દષ્ટિ રોમેર ફરવા લાગી. રાષભદત્ત શેઠના પ્રાસાદના ઉપલા ભાગે દીપમાળાઓ ઝળહળતી હતી. તેમાંથી પ્રકાશ બહાર આવતા હતે. પ્રકાશનાં કિરણો પ્રભાવને શયનઘર તરફ ખેંચી ગયાં. તેણે છિદ્ર દ્વારા સ્ત્રીઓ સાથે વાર્તાલાપ કરતા જંબૂ કુમારને જે. જંબૂ કુમારના તેજસ્વી લાલને જોઈ તે અત્યંત પ્રભાવિત થયો. નેતાઓ સાથેને જંબૂ કુમારનો સંવાદ સાંભળવા તેણે પિતાના કાન દીવાલ પર લગાડ્યા. પરણ્યાની પ્રથમ રાત્રિએ પતિ-પત્ની વચ્ચે અધ્યાત્મની ચર્ચા ચાલી રહી હતી. વિરાગના શબ્દો તેના કાન પર અથડાયા. પ્રભવને સમજાયું કે, આ કેઈ સાધારણ પુરુષ નથી.
પ્રભવ જંબૂ કુમારની સામે આવીને ઊભે રહ્યો અને કહ્યું કે, “હું ચેરેને અધિપતિ પ્રભવ છું. તમારી સાથે મૈત્રી કરવાની ભાવનાથી અહીં આવ્યો છું. હું આપને મારી અવસ્થાપિની અને તદ્દઘાટિની વિદ્યા આપું છું. તમે મને તમારા મિત્ર માની એ વિદ્યા ગ્રહણ કરો અને મને ઑભિની અને વિમેચિની વિદ્યા આપે.”
જંબૂએ હસીને કહ્યું કે, “હે ચોર સમ્રાટ ! મારી પાસે કોઈ પણ પ્રકારની ભૌતિક વિદ્યા નથી, અને એવી વિદ્યાનું મને મોહ પણ નથી. એ વિદ્યા લઈને હું શું કરું? સવાર થતાં જ હું મણિ, રત્ન, કનકકુંડલ, મુકુટ આદિ સર્વ સંપત્તિને ત્યાગ કરી આર્ય સુધર્માસ્વામી પાસે સંયમ અંગીકાર કરવાનો છું. મારી દષ્ટિએ અધ્યાત્મવિદ્યા કરતાં ચઢિયાતી કઈ વિદ્યા નથી, કેઈ મંત્ર નથી, શક્તિ નથી કે કઈ બળ નથી.”
જંબૂની વાત સાંભળી પ્રભવ આશ્ચર્ય પામ્યો. કેટલાક સમય સુધી તેમની સન્મુખ જેતે રહ્યો. તેના અંતરંગ ભાવે ખીલવા લાગ્યા. તે આત્મખેજ કરવા લાગ્યો.
જંબૂએ કહ્યું, “હે પ્રભવ! શું જોઈ રહ્યો છે?”
પ્રભવે મૌન તોડી કહ્યું, “હે મારા પરમ મિત્ર! તમે નવયૌવન પામ્યા છે. લક્ષમી તમારા ચરણની સેવિકા છે. સર્વ પ્રકારની અનુકૂળ સામગ્રી તમને પ્રાપ્ત થઈ છે. મુક્તભાવે વિષયસુખ ભગવાને આ અવસર છે. આ નવવિવાહિત સ્ત્રીઓ પર અનુગ્રહ કરી તેમની ઈચ્છાઓ પૂર્ણ કરે. તમે જાણે છે કે, અપુત્રની સદ્ગતિ થતી નથી, માટે સંતતિ પ્રાપ્ત કરી પિતૃત્રાણથી મુક્ત થાઓ. સર્વ પરિવારનું અવલંબન બને. તે પછી જ સંયમમાર્ગ સ્વીકારે શોભાસ્પદ છે.”
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org