________________
૨૦
અનેક આવિષ્કારે આ ત્યાંનાં ભિન્ન ભિન્ન સમાજ દર્શનેનું ફળ છે, એમ બતાવી શકાય. એ દર્શનેમાં એકવાક્યતા નથી; એ દર્શને પ્રમાણે દેશ દેશે જુદા જુદા પ્રાગે આજે ચાલે છે; એ બધામાં ખૂબ અરાજક પ્રવર્તે છે; અને એને લઈને તે તે દેશની સંસ્કૃતિ તૂટે છે કે જાટે છે.
પ્રિ. જેકસ આ જ યુરોપી પરંપરામાં એક સમાજ-દર્શનકાર છે; પણ તેમનું સ્થાન બધાથી નોખું – નિરાળું છે. પૂર્વના આચાર્યોની જેમ, વ્યક્તિ તથા સમાજના જીવનને એક અખંડ સમજી તે પિતાનું દર્શન નિરૂપે છે. માત્ર, સમાજને તે પિતાના વિચારના પાયા તરીકે લે છે એટલું જ. આ એમની વિશેષતા એક બાજુથી એમને પશ્ચિમની પિતાની પરંપરાથી જુદા પાડે છે, તે બીજી બાજુ પૂર્વની દૃષ્ટિ સાથે
એમને વિરલ જેડાણ અર્પે છે. વાચક જોશે કે, આ સમાજ-દર્શન વાંચતાં પૂર્વના વિચાર સાથે એને વિચ્છેદ નહિ જણાય; પરંતુ મેં ઉપર કહ્યું એમ, પૂર્વના કેટલાય વિચારોનું સામાજિક વિવરણ, અથવા સમાજ માટેના યોગનું સામાજિક ભાષ્ય એને જોવા મળશે.
આથી જ, પશ્ચિમના અન્ય સામાજિક ફિલસૂફમાં એક જે ચીડ ચડે એવી ગોરાઓના ગુરભારની છીછરી અમિતા અને તજન્ય સંકુચિત સ્વાર્થ અને તુમાખી જોવા મળે છે, તે જેક્સના આ સમાજદર્શનમાં નથી. જેમ ગીતાકાર પિતાને યોગ નિરૂપતાં ઈશ્વરની આ ચરાચર સૃષ્ટિના કશાનું કલ્યાણ નથી ઉવેખતા કે ભૂલતા, અને જીવને માટે એક સળંગ અને સર્વગ્રાહી જીવનક્રમ ઘડી આપે છે, અને તેને જ એ વેગ કહે છે, તેમ જ જેસ એમના આ સમાજ-ક્રમમાં જીવની સાધનાથી માંડી સર્વ દેશ, જાતિ, પ્રજાઓને આવરી લે છે; કેમ કે એમણે જે સમાજોગ સૂચવ્યા છે, તે એ ભૂલગત ને તલસ્પર્શી છે. માત્ર આ વિચાર તેમણે સમાજનબિંદુથી વિકસાવ્યું છે એટલું જ.
આપણે ત્યાં બન્ડ રસેલ, ડીન ઈંજ, શૈ, જેડ, હસલી, ઈત્યાદિ અર્વાચીને કાંઈક વધારે પડતા આગળ આવ્યા છે. એમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org