Book Title: Sarvdharn Darshan
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 7
________________ હિંદુ ધર્મ પૂર્વભૂમિકાઃ હિંદુ જાતિ અને હિંદુ સંસ્કૃતિ પર હજારો સૈકાઓના પ્રવાહ વહી ચૂક્યા છે. બીજી અનેક જાતિઓ અને તેમની અનેક સંસ્કૃતિઓ હિંદુ સંસ્કૃતિમાં ભળી અને એકરૂપ બની ગઈ છે તેના અલગ અસ્તિત્વ રહ્યાં નથી. ગંગા નદીમાં જેમ અનેક નદીઓ ભળી ગંગારૂપ બની ગઈ તેમ હિંદુ જાતિ અને સંસ્કૃતિએ પોતાના વિશાળ ઉદરમાં અનેક જાતિઓ અને સંસ્કૃતિઓને સમાવી દીધી છે. એક હિંદુ જાતિ, હિંદુ સંસ્કૃતિ અને હિંદુ ધર્મ ચેતનવંતા બની આજના યુગમાં પણ અડીખમ ઊભાં છે. હિંદુ ધર્મને વાસ્તવિક રીતે સનાતન ધર્મ કહ્યો છે, જેના પ્રમાણમાં શ્રુતિ, સ્કૃતિ અને પુરાણ છે. વેદવ્યાસ એક એવા યુગપુરુષ છે, જેનો સીધો સંબંધ આ ત્રણેય ગ્રંથો સાથે છે. બીજા મહાપુરુષ શંકરાચાર્ય છે. વૈદિક ધર્મની પરંપરાને વ્યવસ્થિત કરવા માટે વ્યાસજીએ ઇતિહાસ અને પુરાણોની રચના કરી. અવ્યવસ્થિત પડેલી વેદસંહિતાના યોજનાપૂર્વક વ્યવસ્થિત ખંડ બનાવવાનું કામ શ્રીકૃષ્ણ દ્વૈપાયને કર્યું, તેથી તેમને વેદવ્યાસ કહેવા માંડ્યા. ઉપનિષદોમાં ઋષિઓની જે ધર્માનુભૂતિ ગૂંથાયેલી હતી, તેમાંથી પ્રાપ્ત થતા દાર્શનિક સિદ્ધાંતોને અલગ પાડીને તેમની વ્યવસ્થા કરવા માટે બાદરાયણ વ્યાસે બ્રહ્મસૂત્રની રચના કરી, તેને દર્શનશાસ્ત્રનો દુનિયાનો પહેલો વ્યવસ્થિત ગ્રંથ કહી શકાય. વ્યાસજી એક હોય કે અનેક, વ્યાસજીને હિંદુ ધર્મના પિતા માની શકીએ. ભગવાન શંકરાચાર્યે આત્મજ્ઞાન મેળવવામાં જે ગુરુપરંપરાનો સ્વીકાર કર્યો છે તેમાં નારાયણ, બ્રહ્મા, વશિષ્ઠ શક્તિ, પરાશર, વ્યાસ, શુક્ર ગૌડપાદ, ગોવિંદતીર્થ અને શ્રી શંકરાચાર્ય અને તેના ચાર શિષ્યો : સુરેશ્વરાચાર્ય, પદ્મપાદાચાર્ય, હસ્તમલકાચાર્ય અને તોટકાચાર્યનો સમાવેશ થાય છે. હિંદુ ધર્મઃ ભારતવર્ષના મહત્ત્વના ધર્મોમાંનો એક હિંદુ ધર્મ છે. આ ધર્મનો પ્રારંભ ક્યારથી થયો તે વિશે, નક્કર પુરાવાને અભાવે કશું કહેવું શક્ય નથી. કોઈ માનવીએ આ ધર્મની સ્થાપના કરી નથી તેમજ હિંદુ ધર્મ કોને કહેવો એ પ્રશ્નનો ઉત્તર આપવો સરળ નથી. કારણ કે કેટલાક વેદમાં શ્રદ્ધાને હિંદુ ધર્મનું લક્ષણ ગણે છે, તો વળી કેટલાક વર્ણાશ્રમ ધર્મને એનું વિશિષ્ટ લક્ષણ ગણે છે. કેટલાક એ ધર્મની અંતર્ગત રહેલા સોળ સંસ્કારો આવશ્યક ગણાવે છે, વર્ણાશ્રમ, ઉપરાંત કર્મ, પુનર્જન્મ અને મોક્ષ વિશેની માન્યતા ધરાવનાર હિંદુ ધર્મ છે એવું માનનાર પણ છે. કેટલાક એમાં કુલદેવતા, પંચાયતન દેવની પૂજા, અવતારની માન્યતા અને શ્રાદ્ધની ક્રિયા ઉમેરે છે. આવી ભિન્ન ભિન્ન માન્યતાઓ હિંદુ ધર્મ વિશે મળે છે. હિંદુ ધર્મનું લક્ષણ-વ્યાખ્યા આપવી સરળ નથી. હિંદુ ધર્મની વ્યાખ્યા: - હિંદુસ્તાનમાં વસેલા પ્રાચીન આર્યોનો ધર્મ તે હિંદુ ધર્મ. એ આર્યો જે ધર્મ પાળતા અને તેમાંથી ક્રમશઃ જે ધર્મનો વિકાસ થયો એ સર્વનો – હિંદુ ધર્મમાં સમાવેશ થાય એ દૃષ્ટિબિંદુથી ઓ હિંદુ ધર્મની ત્રણ મુખ્ય શાખાઓ વિશેષ જાણીતી છે : (૧) વેદ (બ્રાહ્મણ) ધર્મ (૨) જૈન ધર્મ (૩) બૌદ્ધ ધર્મ. આ ત્રણેય ધર્મ જાણે કે એક વિશાળ વૃક્ષની ત્રણ શાખાઓ છે. આ ત્રણેયને ક્રમશઃ અવલોકીએ. સર્વધર્મ દર્શન સર્વધર્મ દર્શન

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 101