________________
. ૭ : માઇ ]
-[ ૧૨] | વિક્રમની ચિદમી સદીમાં શ્રી સર્વાનંદસૂરિજીએ રચેલ
જગડુચરિત મહાકાવ્યના છઠ્ઠા સર્ગમાં લખ્યું છે કે પૂર્ણિમાપક્ષીય, ચારિત્રલક્ષ્મીથી વિભૂષિત શ્રીમાન પરમદેવસૂરિજીએ શ્રી શંખેશ્વર પાર્થપ્રભુને આદેશ મેળવીને આચામ્ય વર્ધમાનતપ કર્યું હતું અને તે નિર્વિદને પૂર્ણ કરીને તેનું પારણું વિ. સં. ૧૩૦૨ના માગશર સુ. ૫ ને દિવસે શ્રવણ નક્ષત્રમાં કટપદ્ર (કડેદ) ગામમાં દેવપાલને ઘેર કર્યું હતું. તેમણે શ્રીસંઘને વિન્ન કરનારા સાત યક્ષને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના મંદિરમાં પ્રતિબંધ કર્યો હતું, અને એ જ સૂરિજીએ શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું આરાધન કરીને દુર્જનશલ્ય રાજાના કોઢ રેગને દૂર કરાવ્યો હતું. તેથી ઉક્ત સૂરિજી મહારાજને ઉપદેશ પ્રાપ્ત કરીને– સૂરિજીના ઉપદેશથી રાજા દુર્જનશલ્ય શ્રીશંખેશ્વર પાર્શ્વ પ્રભુના મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યું હતું. (જુઓ ૪૦).
(૨) એસવાલજ્ઞાતીય, સદાચરી, વ્રતધારી, ધનાઢ્ય શ્રાવક સુભટ શાહ નામને એક ગૃહસ્થ નાગપુરમાં રહેતે હતું. તેને શંખેશ્વર તીર્થની યાત્રા કરવાને અભિગ્રહ હતે.
૧ શ્રી સર્વાનંદસૂરિજીએ વિક્રમની ચાદમી સદીમાં રચેલ શ્રીજગડૂચરિત” મહાકાવ્યમાં લખ્યું છે કે “આ પરમદેવસૂરિજી જગડુશાહના સમકાલીન હતા. તેણે તેઓશ્રીનો ભદ્રાવતી (ક– ભદ્રેશ્વર)માં પ્રવેશ મહત્સવ ધામધૂમથી કર્યો હતો, તેમની વિદ્યમાનતામાં જ તેમના પટ્ટપર શ્રીષેણસૂરિજીને એ જ શાહે મહત્સવ કરીને સ્થપાવ્યા હતા. જગડુશાહને ભાવી દુષ્કાળની સૂચના તથા ત્યારપછી સંઘપતિનું તિલક પણ એ જ સૂરિજીએ કર્યું હતું.