________________
1. ૨૬ઃ મેળા અને રાજ્યમ]–
– ૨૨૩] આ મેળામાં ઘણી વાર જેન કેમનું પાંચ-પાંચ હજાર માણસ એકઠું થાય છે. આગળના સમયમાં તે કરતાંય વધારે માણસ એકઠું થતું હશે એમ જણાય છે. કેમકે આ મેળા પ્રસંગે પહેલાં નવકારશી–સાધમ વાત્સલ્યમાં શીરે, દાળ, શેષવા-ઝાલર (અણુ-વાલીનું જમણ થતું, તે વખતે ગઢવાળી–હાલ નવી થયેલી ધર્મશાળાના ચેકમાં વચ્ચે એક ઠેકાણે જમીનમાં ખાડે છેદીને કુંડની પેઠે તેને ચૂનાબંધ ચણી લઈને પાકી કલાઈ કરેલ છે. તેની અંદર શીરો તૈયાર કરીને ભરતા અને એ જ ધર્મશાળાની ઓસરીના કિનારે ૨–૩ ઘડીઓ-માટીની ઠીઓ ચૂનાથી ચણે લીધેલી છે, તેમાં શેષવા-ઝાલરનું શાક તૈયાર કરીને ભરતા તથા મોટા રંગાડાઓમાં દાળ રાંધીને ત્યાં ચોકમાં મૂકી રાખતા, અને લોકે જમવા બેસે ત્યારે પીરસનારા એમાંથી લઈ લઈને પીરસતા. મતલબ કે પીરસનારાઓને શીરો વગેરે કોઈ પણ ચીજ કેઈ આગેવાનના અંકુશ હેઠળથી લાવવી પડે એવું નહોતું. પીરસનારાઓ સ્વતઃ એ સ્થળેથી લાવી-લાવીને પીરસતા. પણ આગળના લેકે ભદ્રિક હોવા સાથે, કેઈનું બૂરું કરવામાં રાજી નહોતા, માલ વધારે લઈ લઈને પડતો મૂકીને બગાડે કરતા નહોતા. પૈસા ખર્ચનારાઓને યશ મળે તેમાં તેઓ રાજી રહેતા. (આજકાલ જે આ પ્રમાણે માલ છૂટો મૂકી દીધો હોય તે માલનું સત્યાનાશ વાળી નાંખે, ખાય થોડું અને બગાડે ઝાઝું અને પાછળના માણસને કદાચ ભુખ્યા. રહેવાને પણ સમય આવે )
(૨) કાર્તકી પૂનમના મેળામાં સાધુ-સાધ્વીઓ તે. બહુ જ ઓછા પ્રમાણમાં આવી શકે, બહુમાં બહુ શખેશ્વર,