________________
[૩૦] પણ આપવામાં આવેલ છે. આ રીતે આ ગ્રંથ ઈતિહાસની દૃષ્ટિએ અત્યંત મહત્વનું છે. જુદી જુદી અનુક્રમણિકાઓ
આપીને આ ગ્રંથને વિષેશ ઉપયોગી બનાવવામાં આવ્યું છે. ૫ બ્રાહ્મણવાડા
આ ગ્રંથમાં મારવાડના એક પ્રાચીન તીર્થનાં વર્ણન અને ઈતિહાસ આપવામાં આવેલ છે. ૬ વિહારવર્ણન
૧-૦-૦ આ ગ્રંથમાં મુનિરાજ શ્રી જયન્તવિજયજીએ પોતે ગૂજરાતથી લઈને કાશી અને કલકત્તા તેમજ મારવાડ, મેવાડ અને માળવા આદિ પ્રદેશોને પગપાળા વિહાર કર્યો હતા તે દરમ્યાન મુખ્યત્વે જૈન દૃષ્ટિએ નોંધેલ જુદાં જુદાં ગામોની હકીકત આપવામાં આવેલ છે. પ્રવાસીઓને બહુ ઉપયોગી થઈ પડે એવો આ ગ્રંથ છે. ૭ શંખેશ્વર મહાતીર્થ
આ ગ્રંથમાં ગૂજરાતમાં આવેલ એક અતિ પ્રાચીન અને મહાપ્રભાવક જૈન તીર્થને વિસ્તૃત પરિચય આપવામાં આવ્યો છે. ઈતિહાસ તેમજ પરંપરાગત લેકમાન્યતાની દૃષ્ટિએ આ તીર્થની બધી વિગતે આ ગ્રંથમાં સંગ્રહવામાં આવી છે. આ ગ્રંથમાં આ તીર્થ સંબંધી પ્રાચીન–અર્વાચીન સંસ્કૃત-પ્રાકૃત તેમજ ગુજરાતી-હિન્દી પ્રબંધસ્તોત્ર સ્તુતિ સ્તવન આદિને સંગ્રહ આપવા ઉપરાંત પ્રતિમા આદિના શિલાલેખ આપવામાં આવેલ છે. તેમજ ત્યાંના ભવ્ય જિનમંદિરનાં સુંદર ૧૫ ચિત્ર આપવામાં આવેલ છે. આ રીતે ધાર્મિક, ઐતિહાસિક અને કળાની દષ્ટિએ આ ગ્રંથ ઘણો ઉપયોગી છે.
મળવાનું સ્થળઃ– श्रीविजयधर्मसूरि जैन ग्रंथमाला છોટા હાળા, વન (માટિયા)