________________
પરિશિષ્ટ-૩
શ્રી શંખેશ્વરજીની પ્રદક્ષિણા
જઘન્ય-લઘુ પ્રદક્ષિણ શ્રીશંખેશ્વર પાશ્વનાથજીના નવા દેરાસરની, ધર્મશાલાની અંદર રહીને દેરાસર ફરતી પ્રદક્ષિણા કરવી તે, અથવા તે નવું દેરાસર અને ધર્મશાલાના કંપાઉંડના ગઢની ફરતી બહારથી–રાજમાર્ગ પરથી પ્રદક્ષિણા કરવી તે લઘુ પ્રદક્ષિણા કહેવાય છે. પહેલી રીતથી પ્રદક્ષિણા કરવાથી બાવન જિનાલયની દેરીઓ સહિત આખા જિનમંદિરની પ્રદક્ષિણા થઈ જાય છે અને બીજી રીતથી પ્રદક્ષિણું કરવાથી, બાવન જિનાલય સહિત આખા દેરાસર અને ધર્મશાલાના સંપૂર્ણ કંપાઉંડ ઉપરાંત શેઠ મોતીલાલ મૂળજીભાઈ મારફતની નવી ધર્મશાલા પણ તેમાં આવી જાય છે. તેમાંની પહેલી પ્રદક્ષિણાને “સે કદમી પ્રદક્ષિણા” અને બીજી રીતની પ્રદક્ષિણુને “પાંચસે કદમી પ્રદક્ષિણા” અથવા તે “ ક્રોશી પ્રદક્ષિણા એવું નામ આપી શકાય.
આ તીર્થધામના કંપાઉંડના મુખ્ય દરવાજાથી નીકળી, થોડું બજારમાં ચાલી દક્ષિણ તરફની શેરીમાં વળીને ટાંકાવાળી ધર્મશાલાની રાજમાર્ગ પરની બારી તથા જૂના મંદિરના ખંડિયેર વચ્ચેથી નીકળી, નવા દેરાસરના નગારખાનાની ડેલી અને કંપાઉંડના ગઢ પાસે થઈ, ગામના ઝાંપા બહાર નીકળી