________________
v૦ રદ્દઃ વવટ અને એવા ]
– ૨૨૨ ] સમયમાં અમદાવાદના પ્રતિષ્ઠિત આઠ ગ્રહોની એક કમીટી સ્થાપન કરીને આ તીર્થનો વહીવટ ઉક્ત કમીટીને સેંપી દીધો. પોતે પણ તે કમીટીમાં શામેલ હતા. ભોયણી તીર્થને વહીવટ પણ એ જ કમીટીને સેંપાયો. ત્યારથી આજ સુધી અખંડપણે અમદાવાદની ઉક્ત કમીટી હસ્તક ભોયણીજી અને શંખેશ્વરજી, આ બને તીર્થોને વહીવટ–સીલીક અને હિસાબ અલગ અલગ રાખવામાં આવે છે. કમીટીના મેંબરે વારાફરતી અવાર-નવાર શંખેશ્વરજી આવે છે. કોઈ ખાસ મોટું કામ હોય તે ૨-૪ જણ સાથે મળીને આવે છે, અહીંની પેઢીના કામકાજ ઉપર તપાસ રાખે છે અને સુધારા-વધારા સૂચવે છે.
શંખેશ્વરજી તીર્થમાં મોટું કામ કરાવવા માટે, મોટી સહાયતા મેલવા માટે અથવા તો શખેશ્વરજીની સ્થાનિક પેઢી કે વ્યવસ્થા સંબંધી કંઈ પણ નાની-મોટી ફરિયાદ કરવા માટે હેડ ઑફીસ (કમીટી) ઉપર લખવાની ઈચ્છા હોય તેમણે નીચેના સરનામે પત્રવ્યવહાર કરવો અથવા જાતે મળવું–
શ્રી શંખેશ્વરજી તીર્થને વહીવટ કરનાર કમીટી, . પરી વીરચંદ સિભાગ્યચંદની પેઢી,
શેઠ મનસુખભાઈની પોળ, અમદાવાદ, વ્યવસ્થા
આ તીર્થની સ્થાનિક સર્વ પ્રકારની દેખરેખ અને વ્યવસ્થા રાખવા માટે કાયમ ખાતે આ તીર્થમાં એક સ્થાનિક પેઢી રાખવામાં આવે છે, જેમાં એક મુખ્ય મુનીમ (મેનેજર) ઉપરાંત કાલીદાર, વાસણ ગોદડાં કારકુન અને નામદાર મળીને ૩-૪ ગુમાસ્તાઓ, ૩-૪ પૂજારીઓ, કેટલાક નેકરે તેમજ