________________
જ ઃ વિટ અને વ્યવસ્થા ]–
– ૨૩૨] આ તીર્થમાં સ્થાનિક કે બહારગામની, સ્થાવર મિલક્તની કે સહાયતાની કાયમી વાર્ષિક આવક ઘણે ભાગે કંઈ પણ નથી. જે કાંઈ આવક છે તે માત્ર યાત્રાળુઓની જ છે. મતલબ કે આ તીર્થને નિભાવ યાત્રાળુઓથી જ થાય છે.
દેરાસર ખાતે ખર્ચ કરતાં થોડી આવક વધારે થાય છે, પણ તે બંધ કરવાની જરૂર નથી. કારણ કે અહીંથી સાધન-સામગ્રી વિનાનાં ઘણું ગામનાં દેરાસરેને આરસનાં પાટિયાંની સહાયતા કરવામાં આવે છે. તે ઉપરાંત પણ જે વધારે રહેતો હોય તે શખેશ્વરની આસપાસનાં ગામનાં દેરાસરમાં જે જે વસ્તુની જરૂર હોય તે આપવાની અને જીણુંદ્વારની જરૂર હોય તે તે પણ કરાવી આપવાની, આ તીર્થની વ્યવસ્થાપક કમીટીને ખાસ ભલામણ કરવામાં આવે છે.
સાથે સાથે સાધારણ–ખાતામાં અને બગીચા-ખાતામાં દર વર્ષે જે ટોટે પડે છે, તે ટેટ હવેથી ન પડે તે માટે કાળજી રાખવા તરફ સમસ્ત યાત્રાળુઓનું ધ્યાન ખેંચવામાં આવે છે.
યાત્રાળુઓની સારી રીતે સગવડ સચવાય, દરેક કાર્યોની વ્યવસ્થા સુંદર રીતે થાય અને યાત્રાળુઓએ આપેલી રકમને શીઘ્રતાથી સદુપયોગ થતો જોવામાં આવે તે યાત્રાળુઓની દાન કરવાની રુચિ વૃદ્ધિને પામે છે, પ્રફુલ્લિત થાય છે. આ બાબત સ્થાનિક અને વ્યવસ્થાપક કમીટીના કાર્યવાહકોએ ખાસ લક્ષમાં રાખવા જેવી છે.
૧ શંખેશ્વરજીની આસપાસનાં ઘણું ગામમાં અમે વિહાર કર્યો છે, તેમાંના કેટલાંક ગામેનાં દેરાસરેના જીર્ણોદ્ધારની તેમજ કેટલાંક દેરાસરમાં અમુક અમુક સાંધાની ખાસ જરૂર છે. :