________________
[ ૮૨ ] –
-[ શ્વર મહાતીર્થ ગાય હમેશાં જંગલમાંથી ચરીને ઘેર આવતી વખતે આ ખાડાના સ્થાને જતી, ત્યાં તેનું બધું દૂધ ઝરી જતું. ચોક્કસ તપાસ કરતાં આ ઝંડકૂવાના સ્થાને તે ગાયનું દૂધ ઝરતું જોઈ, અહીં કઈ ચમત્કારિક દેવની મૂર્તિ હેવી જોઈએ એમ જાણીને લેઓએ તે સ્થાને ખૂબ ઊંડું ખોદતાં તેમાંથી શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની મૂર્તિ નીકળી.” આ દંતકથા પ્રમાણે અથવા ગમે તે રીતે શ્રીશંખેશ્વર પાર્થપ્રભુજીની મૂર્તિ જમીનમાંથી પ્રકટ થઈ, તેનાં દર્શન કરીને લોકો ઘણા જ ખુશી થયા, સંઘમાં વાત ફેલાણું, ગામેગામથી સંઘે અને મનુષ્યનાં ટેળેટેળાં દર્શન કરવા માટે આવવા લાગ્યાં. હવે નવું મંદિર બંધાવવાની વાત ચર્ચાવા લાગી. ૪ શ્રીવિજયસેનસૂરિ પ્રતિષ્ઠિત–ઉદ્ધાર, | ચર્ચાના પરિણામે શ્રીસંઘ, તપાગચ્છદાદા શ્રીમાન હીરવિજયસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર શ્રીમાન વિજયસેનસૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી શંખેશ્વર ગામની મધ્યમાં (હાલમાં ગામની અંદર જૂના મંદિરનું ખંડિયેર ઊભું છે તે) બાવન જિનાલય યુક્ત શિખરબંધી સુંદર મંદિર બંધાવ્યું. મંદિર તૈયાર થતાં શ્રીસંઘે તેની
૧ ગામની અંદરના ભાગમાં આ દેરાસરનું ખંડિયેર જે હાલ ઊભું છે, તેની વચ્ચેથી મૂલ મંદિરનો બધો ભાગ સાવ કાઢી નાખીને સાફ મેદાન કરેલ છે. એટલે તેમાંથી એક પણ શિલાલેખ મૂલ મંદિરને મળી શકયો નથી. તેથી આ મંદિર કોઈ એક ગૃહસ્થ બધાવ્યું હતું કે સમસ્ત સાથે મળીને બંધાવ્યું હતું? તે કંઈ પણ જાણી શકાયું નથી. પરંતુ “શ્રીવિજયપ્રશસ્તિ” મહાકાવ્ય અને તેની ટીકા, “શ્રી વિજયદેવસૂરિમહાભ્ય', તેમજ “ તપાગચ્છપટ્ટાવલી” વગેરેમાંથી