________________
[ ૨૦૬ ]–
– રમેશ્વર મહાતીર્થ તેમજ તેમાં વિ. સં. ૧૨૩૮ લેખ છે. તે સિવાય અબિકાદેવીની મૂર્તિઓ ૨ અને શ્યામવર્ણવાળા યક્ષની મૂર્તિ ૧ છે.
દેરી નં. ૫૬ (મુખ્ય દરવાજા પાસેની પદ્માવતી દેવીની સાવ નાની દેરી)માં શ્રી પાવતી દેવીની મૂર્તિ ૧ છે. તેને માથે સર્પની ફણા અને તેના ઉપર ભગવાનની બેઠેલી મૂર્તિ ૧ કોતરેલી છે. આ મૂર્તિ પર સં. ૧૮૩૦ ને લેખ છે. તેની આગળ શ્રીશંખેશ્વર પાશ્વનાથ પ્રભુની પાદુકા જેડી ૧ છે.
દેરી નં. ૫૧–પર ની વચ્ચેની ખૂણાની દેરીમાં એક નાની દેરી બનેલી છે. તેની અંદર પગલાં જેડી ૨ છે. તેની ઉપર વિ. સં. ૧૭૪ને લેખ છે, તેમાં કરાવનારનું નામ છે, પણ કેનાં પગલાં છે? તે લખ્યું નથી. પણ તે શ્રીખેશ્વર પાશ્વનાથ પ્રભુજીનાં પગલાં હોય એમ લાગે છે. આ નાની દેરીની બહાર પગલાં જેડી ૮ છે, તેના પર થોડા થોડા અક્ષરે ખોદેલા છે, પણ તે બરાબર વંચાતા નથી. આ પાદુકાઓ આચાર્યો, મુનિઓ કે યતિઓની હશે એમ જણાય છે. દેરીમાં કુલ પગલાં જેડી ૧૦ છે.
દેરી નં. ૫, ૩૩ અને ૫૦ મીમાં એકએક જિનમૂર્તિ ખારા પત્થરની બનેલી છે અને તેના ઉપર ચૂનાથી કલઈ કરેલી છે. - આ દેરાસરમાં અત્યારે કુલ મૂર્તિઓ આ પ્રમાણે છે૧ મૂ. ના. શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીની પરિકરવાળી
મૂર્તિ-૧