________________
[ ર૦ ]–
–[ રહેશ્વર મતીર્થ બગીચે: (નં. ૨) –
ગામના આથમણા (પશ્ચિમ) ઝાંપાની નજીકમાં પણ કારખાનાના તાબાને ચાર વિઘાને એક બગીચે હતું, પણ ત્યાંના કૂવામાં બગીચાને પૂરતું પાણી નહીં હોવાથી તે બગીચો કાઢી નાંખીને તે જમીન વિઘટીથી ખેડૂતને ખેડવા માટે આપી દેવામાં આવે છે, તેની વાર્ષિક અમુક રકમ કારખાનાને મળે છે. બગીચે (નં. ૩) –
શંખેશ્વર ગામની ઉત્તર દિશામાં, ખારસેલ તળાવના કિનારા ઉપર, ઝંડવાની નજીકમાં અઢી વઘાન, ગુલાબનાં કુલના પાવાળે એક બગીચે છે. તે બગીચે એક સખી ગૃહસ્થ આ સાલમાં ખરીદીને શ્રીશંખેશ્વરજી કારખાનાને અર્પણ કર્યો છે. તેમાંથી હમેશાં ગુલાબનાં પુષ્પ પ્રભુજીને ચડાવવા માટે દેરાસરજીમાં આવે છે. ગેચર જમીન –
શખેશ્વર ગામની ઉત્તર દિશા તરફના ઝાંપા બહાર, ખારોલ તળાવની પાસે, ખંડીયા ગામના રસ્તા ઉપર, સ્ટેટની ખળાવાડ પાસે જે પડતર જમીન છે તે “ઊંટવાળીયા” ખેતરની છે. જેમાં ખળાં તૈયાર થાય છે તે પણ ઊંટવાળીયા ખેતરની જ જમીન છે. આ “ઊંટવાળીયું” નામનું મોટું ખેતર અને તેની આસપાસની જમીન, રાજ્યને કર ભરીને રાજ્યની મંજૂરીથી, શેઠ ગણેશચન્દ્ર શાંતિદાસ, ઝાલા અમરાજી, ઝાલા રામદાસજી અને ગામના મુખી, પટેલ વગેરેની સાક્ષીથી ગામના લેકેએ મળીને,