________________
[ ૮૮ ]
– કેશ્વર મતીર્થ દેરાસરના પાયા મજૂદ છે. એટલે મૂળ ગભારે વગેરે આ મેદાનમાં વચ્ચે જ હતું, એ ચોક્કસ થાય છે.
ભમતીની બધી દેરીઓનાં ખંડિયેર હજુ ઊભાં છે. લગભગ બધી દેરીઓની બહારની ભીંતે, બારશાખ, એશરીના સ્તો અને ઉપરનાં શિખરને થોડે ઘણે (કેઈમાં ચાર આની, કેઈમાં આઠ આની તે કઈમાં બાર આની) ભાગ હજુ સાબૂત ઊભો છે. ઘણીખરી દેરીઓની બારશાખ હજુ લાગેલી છે. છતાં દરેકને થોડે ઘણે ભાગ તો અવશ્ય પડી ગયા છે. બધી દેરીઓ અને ગભારાને છત સુધીને ભાગ ખારા પત્થરને બનેલું હતું. વચ્ચેની દીવાલે અને શિખરે ઈંટેનાં બનેલાં હતાં. મેટા ગભારા વગેરેની દીવાલોમાં કરેલ ચૂનાના પલાસ્તરમાં સુંદર નકશી કરેલી હતી. તેના નમૂના હજુ કેટલેક ઠેકાણે મજબૂદ છે. બધી દેરીઓની આગળની ઓશરી, તેની છત, મુખ્ય દરવાજો અને ગામ તરફનો દરવાજો વગેરે ભાગ સાવ પડી ગયા છે. મુખ્ય અને ગામ તરફના દરવાજાને સ્થાને હાલમાં દીવાલ ચણવી લઈને ગામ તરફના દરવાજાને સ્થાને તે કંપાઉંડમાં આવવા જવા માટે બારણું મૂકીને એ કંપાઉંડને કબજે કરી લીધો છે. આ કંપાઉંડ અહીંના જૈન શ્વેતાંબરી કારખાનાના તાબામાં છે. તેના લેખે –
આ જૂના મંદિરની ભમતીની લગભગ દરેક દેરીઓ અને ગભારાની બારશાખ પર વિ. સં. ૧૬૫ર થી ૧૬૮ સુધીના લેખે છે. તેમાંના ત્રણ ગભારાના લેખે કાંઈક મેટા,