________________
[ ૭૬ ]
- શ્વર મદાતીર્થ રાજ્યગાદી વિ. સં. ૧૧૫૦ થી ૧૧૯ સુધી (“પ્રબંધચિન્તામણિ” પ્રમાણે) શોભાવી હતી. તે વખતે સેલંકીઓની જાહોજલાલી પુરસમાં હતી. સિદ્ધરાજ જયસિંહની આજ્ઞા ઘણું દેશમાં પ્રવર્તતી હતી. તેમના બુદ્ધિશાળી મુખ્ય મંત્રીએમાં શૂરવીર અને ન્યાયસંપન્ન સર્જશેઠ નામને પણ એક મંત્રી હતું. તે મહારાજા સિદ્ધરાજ જયસિંહને ઘણે વિશ્વાસુ અને પ્રેમપાત્ર હતા. મહારાજા સિદ્ધરાજ જયસિંહે, સર્વ રીતે યોગ્ય જાણી, તેને પાછળથી સેરઠને દંડનાયકસૂબે નીમવાથી તે હેદ્દા ઉપર તે કેટલાંક વર્ષો સુધી સેરઠ દેશમાં રહેલ. તે દરમ્યાન તેમણે ગિરિનાર ઉપરના જીર્ણ થઈ ગયેલા શ્રી નેમિનાથ પ્રભુના મંદિરને સુંદર રીતે જીર્ણોદ્ધાર કરાવીને તેની વિ. સં. ૧૧૮૫ માં પ્રતિષ્ઠા કરાવી હતી. તે પહેલાં સૂરિપંગના ઉપદેશથી તેના સાંભળવામાં આવેલ કે-“શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીની મૂર્તિ ઘણી પ્રાચીન અને ચમત્કારિક છે.” તેથી તે શ્રીશંખેશ્વરજી તીર્થની યાત્રા કરવા ગયેલ અને ત્યાર પછી તેમણે ત્યાં આ તીર્થના જીર્ણોદ્ધારરૂપે નવેસરથી દેવવિમાન જેવું મને હર મંદિર બંધાવીને તેમાં શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીની મૂર્તિ પધરાવીને વિ. સં. ૧૧૫૫ માં તેની પ્રતિષ્ઠા કરાવી. આ પ્રતિષ્ઠા સમયે
૧ આ સજન શેઠ કયાંના રહેવાસી હતા? તે ચોક્કસ રીતે જાણી શકાયું નથી. સ્તોપ૦માં તે સૂર્યપુરના રહેવાસી હોવાનું લખ્યું છે, તેથી કદાચ તે સમયમાં વિદ્યમાન સૂર્યપુર ગામના તેઓ પહેલાં રહેવાસી હોય અને પછીથી મહારાજા સિદ્ધરાજ જયસિંહની સેવા માટે પાટણ આવીને રહ્યા હોય.
૨ જુઓ. સ્ત, ૩, ૨૪, ૨૪ B, ૪૬, ૫૦.