________________
ક. ૨૦ : જીર્ણોદ્ધાર ] —
-[ ૭૭] કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીના ગુરુવર્ય શ્રીદેવચંદ્રસૂરિજી મહારાજ ત્યાં ઉપસ્થિત હતા એમ જણાય છે. અને તેથી કદાચ તેમના જ ઉપદેશથી સનશેઠે આ જીર્ણોદ્ધાર કરાવ્યું હોય એમ લાગે છે.
શ્રીકૃષ્ણ શંખપુરમાં શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીની મૂર્તિ પધરાવ્યા પછી ઘણા લાંબા કાળ સુધી ત્યાં પૂજાયા બાદ દુશ્મન રાજાઓના ભયથી કે ગમે તે કારણે એ મૂર્તિ જમીનમાં ભંડારી દીધી હોય અને કાળકેમે વિ. સં. ૧૧૫૦ ની આસપાસમાં એ મૂર્તિ જમીનમાંથી પ્રકટ થઈ હોય, અથવા તે શ્રી શંખેશ્વર પાર્શ્વપ્રભુનું દેરાસર બહુ જ જીર્ણ થઈ ગયું હોય, ગમે તે કારણ હોય પરંતુ પાછળથી સેરઠના દંડનાયક થયેલ મંત્રી સજજનશેઠે અહીં જીર્ણોદ્ધાર જ કરાવ્યો છે એમ નહીં, પણ આ તીર્થના જીર્ણોદ્ધાર રૂપે ખાસ નવીન પ્રાસાદ બંધાવીને તેમાં શ્રીશંખેશ્વર પ્રાર્ધપ્રભુજીની મૂર્તિ પધરાવીને પ્રતિષ્ઠા કરાવી હોય એમ તે. ૩
લો. ૬; તેં. ૨૪ A લે. ૩૯; તે. ૨૪ B લો. દ, તે. ૪૬ કડી ૨૩ વગેરે ઉપરથી સ્પષ્ટ રીતે જાણી શકાય છે.
૧ શંખેશ્વર ગામની ઉત્તર દિશાના ઝાંપાં બહાર આવેલા ખારસેલ નામના તળાવના પશ્ચિમ તરફના કિનારા ઉપર અંકુ એ નામથી પ્રસિદ્ધિ પામેલે અને જૂને એક મોટો ખાંડા હાલમાં મેજૂદ છે. તેમાંથી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુજીની મૂર્તિ નીકળ્યાનું ગામના લેકે કહે છે અને માને છે. પરંતુ આ ખાડે ૮૫૦ વર્ષ એટલે જૂને હેય તેમ જણાતું નથી.