________________
પ્રકરણ દશમું: જીર્ણોદ્ધાર ૧ મંત્રી સન શેઠને ઉદ્ધાર.
બીજા પ્રકરણમાં જણાવ્યા પ્રમાણે આ શખેશ્વર ગામમાં વિ. સં. એક હજારની આસપાસમાં પણ શ્રાવકનાં ઘરે, દેરાસર, ઉપાશ્રય વગેરે હતું. તેમજ આચાર્યવ, મુનિવર્યો, વગેરે અહીં પધારતા હતા, અને માસાં પણ કરતા હતા. પરંતુ હું ધારું છું ત્યાં સુધી આ તીર્થને આ યુગમાં વિશેષ મહિમાવંતે ઐતિહાસિક કાળ વિ. સં. ૧૧૫૫ થી શરૂ થાય. છે. તે પહેલાં, શ્રીવીરનિર્વાણ પછી શંખેશ્વરજીના મંદિરને જીર્ણોદ્ધાર કેઈએ કરાવ્યું હોય તે ઉલ્લેખ કઈ પણ ગ્રંથોમાં મારા જેવામાં આવ્યું નથી. કદાચ શંખેશ્વર પાર્થ પ્રભુજીની આ મૂર્તિ પહેલાં કોઈ પણ કારણથી જમીનમાં ભંડારી દીધી હોય અને પછી તે વિ. સં. ૧૧૫૦ ની આસપાસમાં જમીનમાંથી પ્રગટ થઈ હોય તે એ પણ સંભવિત છે. સં. ૧૧૫૫ ના જીર્ણોદ્ધાર સંબંધી કંઈ પણ. ઉલ્લેખ નહીં મળવામાં કદાચ આ પણ મુખ્ય કારણ હોય.
સ્તો. ૫૦, કડી ૧૫ માં વિક્રમ અને ભોજરાજાએ. સુંદર ઉદ્ધાર કરાવ્યા એમ લખ્યું છે, પરંતુ એ તે શ્રીપા પ્રભુજીનાં બીજાં તીર્થો માટે લખ્યું હોય તેમ લાગે છે, ખાસ ખેશ્વરજી માટે લખ્યું હોય તેમ જણાતું નથી.
ચાલુક્ય (સોલંકી) મહારાજાધિરાજ સિદ્ધરાજ જયસિંહે ગુજરાતના પાટનગર અણુહિલપુર પાટણની