________________
5. ૭ઃ વમવિ ] –
—[ ૧૭ ] - (૬) ફાર્બસ ગુજરાતી સભા (મુંબઈ) તરફથી વિ. સં. ૧૯૮૪માં પ્રગટ થએલ “ગુજરાતનાં ઐતિહાસિક સાધન (વિભાગ ૧-૨)માં તેના પ્રસિદ્ધ લેખક નર્મદાશંકર વલ્લભજી દ્વિવેદીએ લખ્યું છે કે “સં. ૧૧૭૨ની સાલમાં મેનાજી ગંધારીએ નામને વાણુઓ પોતાનાં વહાણે ભરીને સમુદ્ર માર્ગે જતો હતો, તેવામાં સમુદ્રમાં ખૂબ જ તેફાન થયું; વહાણે બચવાની કે જીવતા રહેવાની પણ આશા ન રહી. તેથી તેણે શંખેશ્વર પાર્શ્વનાથનું ભક્તિ પૂર્વક સ્મરણ કરીને પોતાનાં વહાણોમાંની કુલ મિક્તને
થો ભાગ શંખેશ્વર તીર્થમાં ખરચવાની પ્રતિજ્ઞા કરી. શંખેશ્વરજીના પ્રભાવથી તેનાં વહાણે બચ્યાં. મિક્તને હિસાબ ગણતાં ચોથા ભાગનું ધન નવ લાખ રૂપિયા થયું. તેટલા રૂપિયા ખર્ચીને તેણે શંખેશ્વરજીનું દેવાલય બંધાવ્યું.'
૧ શંખેશ્વરજી સંબંધી આ અને બીજી પણ કેટલીક હકીકત જે ગુજરાતનાં ઐતિહાસિક સાધનો’ વિભાગ ૧-૨ માં આપેલી છે તે ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ તરફથી પ્રગટ થએલ “ફાર્બસ ગુજરાતી સભાનાં હસ્તલિખિત પુસ્તકેની સવિસ્તર નામાવલી” ૫. ર૭૬, અને અં. ૪૬–૧–૭૦ શંખેશ્વર ઐ. ગુરુ હ૦ વિષયાદિ પૃ. ૧૭૦–૧ માં પણ આપેલી છે. આ બધી હકીકતો લેખકે. કેટલાંક વર્ષો પહેલાં બારોટ તેસિંહે લખાવેલી નેંધો ઉપરથી લખેલી છે, એટલે એમાં સંવતમાં કદાચ ફેરફાર હશે. નવું મંદિર બંધાવવાને બદલે કદાચ જીર્ણોદ્ધાર કરાવ્યા હશે અને એકલા જીર્ણોદ્વારમાં જ નહીં તો કદાચ સંધ કાઢીને યાત્રા કરવામાં, જીર્ણોદ્ધારમાં અને જીર્ણોદ્ધારના પ્રતિષ્ઠા મહોત્સવ વગેરેમાં મળીને નવ લાખ રૂપિયા ખરચ્યા હશે. એ ગમે તેમ હેય પણ અન્ય ધર્માવલંબી