________________
5. ૭ : માર ]સામગ્રી વડે ધામધૂમથી પ્રભુજીની પૂજા કરી. યાત્રા પૂર્ણ કરી તે કુટુંબ સાથે પોતાને સ્થાને ગયો અને જગતમાં શંખેશ્વરજીને મહિમા વધે (સ્તે. ૨૧).
સંઘ લઈના
(૩) વિ. સં. ૧૭૫૦માં ખેડાના એક ગૃહસ્થ કાઢેલ સંઘ સાથે કવિવર ઉપાધ્યાયજી શ્રીઉદયરત્નજી શ્રી શખેશ્વર તીર્થની યાત્રાએ પધાર્યા હતા. તે વખતે શંખેશ્વર પાર્શ્વપ્રભુની મૂર્તિ ત્યાંના ઠાકરેના કબજામાં હોઈ તેઓ એક સોનામહોર (ગીની) લીધા સિવાય કેઈને દર્શન કરવા નહીં દેતા. તેથી અથવા તે તે વખતે પૂજારીઓનું પ્રાબલ્ય વધી જવાથી મેડા આવેલા સંઘને દર્શન કરવા માટે દરવાજા
ત્યાંના દરિવાર માટે
૧ તપાગચ્છીય શ્રીમાન વિજયસેનસૂરિજીના બીજા પધર શ્રીવિજયતિલસૂરિના પટ્ટધર શ્રીવિજયાનંદસૂરિના પરિવારમાં વિજયરાજસૂરિશિષ્ય વિજયરત્નસૂરિશિષ્ય હીરરત્નસૂરિશિષ્ય લબ્ધિરત્નશિષ્ય સિદ્ધરત્નશિષ્ય મેઘરત્નશિષ્ય અમરરત્નશિષ્ય શિવરત્નના ઉપાધ્યાય શ્રીઉદયરત્નજી શિષ્ય થાય છે. અને તેઓ અઢારમા સૈકાના ઉત્તરાર્ધમાં થયા છે. તેઓ ખેડાના રહીશ હતા અને ઘણેભાગે મીઆગામમાં તેઓ સ્વર્ગવાસી થયા છે. તેઓ મોટા કવિ હતા. તેમણે રાસે, શકા, છંદ, સ્તવને, ચૈિત્યવંદન, સ્તુતિઓ, સઝા વગેરે નાની મોટી અનેક કૃતિઓ ગુજરાતી ભાષામાં રચી છે. તેમને કાવ્યરચનાકાળ સં. ૧૭૪૯થી ૧૭૯૯ સુધીને જણાય છે. તેમનામાં ઇંદ્રજાળની તથા ઔપદેશિક શક્તિ પણ સુંદર હતી. તેમણે ઘણું માણસને નવા જેન બનાવ્યા હતા. તેમની કૃતિઓ તથા તેમની શક્તિ માટે જુઓ “જૈન ગુર્જર કવિઓ” ભાગ બીજે, પૃષ્ઠ ૩૮૬ થી ૪૧૫.