________________
સમ્યક્ત ષસ્થાન ચઉપઈ-પ્રાસ્તાવિક તૃષાનું શમન થવાથી તૃપ્તિનો આલાદ થાય, તેમ તત્ત્વજિજ્ઞાસાની ભૂખ અને તરસ હોવાથી આ ગ્રંથના પદાર્થોની વિચારણાથી અદ્ભુત તત્ત્વપ્રાપ્તિ થવાથી અનેરો આલાદ-આનંદ મને થયો છે. એ તત્ત્વપ્રાપ્તિ પરમાત્માની અને સદ્ગુરુની અસીમ કૃપાથી તત્ત્વપરિણતિમાં પરિણમે કે જેથી શ્રમસાધ્ય કરેલો આ પ્રયાસ સફળતાને પામે એવું ઈચ્છું છું.
પ્રાંતે એવી આશા રાખું કે, આ ગ્રંથનું પઠન-પાઠન, શ્રવણ-મનનનિદિધ્યાસન કરીને અનેક તત્ત્વજિજ્ઞાસુ જીવો અનાદિના મિથ્યાત્વને દૂર કરી, સમકિત રત્નને પામે અને ઉત્તરોત્તર રત્નત્રયીને પામવા દ્વારા હું અને સૌ કોઈ ભવ્ય જીવો નિકટના ભાવોમાં મુક્તિસુખના ભાગી બનીએ..
એ જ શુભકામના...!
0
0
0
0
0
વિ. સં. ૨૦૫૭, ભાદરવા સુદ-૧૫, રવિવાર, તા. ૨-૯-૨૦૦૧ એફ-૨, જેઠાભાઈ પાર્ક, નારાયણનગર રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭
પરમપૂજ્ય પરમારા ધ્યપાદ વ્યાખ્યાવાચસ્પતિ આચાર્યદેવેશ શ્રીમદ્ સ્વ.વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પ. પૂ. ગચ્છાધિપતિ મહોદયસૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાવર્તી તથા પ.પૂ. પ્રવતિની સાધ્વીશ્રીરોહિતાશ્રીજી મ.સા. ના શિષ્યરત્ના સાધ્વી શ્રી ચંદનબાલાશ્રીજી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org