________________
“સુધર્મ” તરીકે સ્વીકારીશ. તેના વિના અન્ય કોઈ પણ પ્રકારના જ્ઞાનને અને આચરણાને હું સુધર્મ તરીકે નહીં સ્વીકારું. આ પ્રમાણે સુદેવ સુગુરુ અને સુધર્મને યાવજીવ સ્વીકારીને તેને જ નમન-વંદન-પૂજન કરીશ. આ સમ્યક્તવ્રત જાણવું. તે વ્રતમાં નીચેના નિયમ યથાશક્તિ પાળીશ. જે જે પાળી શકાય એવા નિયમો છે તેને આવી જ નિશાની કરવી અને જે નિયમો ન પાળી શકાય તેવા છે ત્યાં 3 આવી નિશાની કરવી.
દર્શનાચાર :૧. હું દરરોજ દેરાસર જઇને ભગવાનનાં દર્શન કરીશ.
દેરાસર બહુ દૂર હોય તો ઘરમાં પધરાવેલા ભગવાનનાં
પણ દર્શન કરીશ. ૨. હું દરરોજ પરમાત્માની પૂજા કરીશ. (અષ્ટપ્રકારી
અથવા યથાયોગ્ય) પરમાત્માની ભક્તિ નિમિત્તે ભંડારમાં ........રૂપીયા મુકીશ. ચોખાનો સાથીયો કરીશ, નવાં નવાં ફળ નૈવેદ્ય ધરીશ. તથા અવસરે અવસરે અંગલુછણાં ધૂપ-દીપ
વિગેરે સામગ્રી દેરાસરમાં આપીશ. ૪. આઠ પડવાળો મુખકોશ બાંધીને પૂજા કરીશ. રૂમાલ
વાપરીશ નહીં. ૫. ધોતી અને ખેસ પહેરીને પૂજા કરીશ. સ્ત્રીઓએ
યથોચિત વેશ સમજી લેવો (ધારી લેવો) દેરાસરમાં સંસારી વાતો કરવાની, ખાવા-પીવાની,
૬.
દેવ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org