Book Title: Samyaktva Mul Bar Vrat
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
८६
દર્શન-શાન-ચારિત્રાના, આરાધનથી સાર, સિદ્ધશિલાની ઉપરે, હો મુજ વાસ શ્રીકાર. ૪
૭. નેવેધપૂજા .
નૈવેધપૂજાનું રહસ્ય આ પૂજા દ્વારા અનંતકાળની મારી આહારસંજ્ઞાનો નાશ થાઓ અને અણાહારી પદની પ્રાપ્તિ થાઓ.
અણાહારી પદ મેં કર્યા, વિગ્રહ ગઇ અનંત, દૂર કરી તે દીજીએ, અણાહારી શિવ સંત. ન કરી નૈવેદ્ય પૂજના, ન ધરી ગુરુની શીખ, લેશે પરભવે અશાતા, ઘર ઘર માંગશે ભીખ.
- ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરામૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય નૈવેદ્ય યજામહે સ્વાહા. - સાથિયા ઉપર સાકર, પતાસા અને ઉત્તમ મીઠાઈ ઘરની સુદ્ધ બનાવેલી ચડાવવી. પીંપર, ચોકલેટ મૂકાય નહિ.
૮. ફળપૂજા
ફળપૂજાનું રહસ્ય આ પૂજા દ્વારા મને શ્રેષ્ઠ એવા મોક્ષફળની પ્રાપ્તિ થાઓ. ઈન્દ્રાદિક પૂજા ભણી, ફલ લાવે ધરી રાગ, પુરુષોત્તમ પૂજા કરી, માંગે શિવફળ ત્યાગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98