Book Title: Samyaktva Mul Bar Vrat
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 89
________________ ८८ સામાયિક લેવાની વિધિ સામાયિક કરવામાં જોઇતી વસ્તુઓ ૧. સીવ્યા વિનાના શુદ્ધ વસ્ત્રો, ૨. કટાસણું, ૩. મુહપત્તિ, ૪. સાપડો, પ. પુસ્તક, ૬. ચરવળો, ૭. ઘડી, ૮. નવકારવાળી. ૧. પ્રથમ શુદ્ધ વસ્ત્રો પહેરવાં, પછી ચરવળાથી જગ્યા પૂંજી સ્થાપનાજી સ્થાપવા માટે સાપડા ઉપર પુસ્તક મૂકીને મુહપત્તિ ડાબા હાથમાં રાખી જમણો હાથ પુસ્તક સામે રાખીને નવકાર-પંચિંદિય કહીને સ્થાપનાજી સ્થાપવા. ૨. પછી એક ખમાસમણું દઇને ઇરિયાવહિયં, તસ્સ ઉત્તરી, અન્નત્યં કહી એક લોગસ્સનો (ન આવડે તો ચાર નવકારનો) કાઉસ્સગ્ગ કરવો, કાઉસ્સગ્ગ પારીને (નમો અરિહંતાણં કહીને) પ્રગટ લોગસ્સ બોલવો. પછી ૩. ખમાસમણું દઇ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સામાયિક મુહપત્તિ પડિલેહું ? ઇચ્છે. કહીને મુહપત્તિ પડિલેહવી. ૪. પછી એક ખમાસમણું દઇ, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ સામાયિક સંદસાહું ? ઇચ્છું, કહી એક ખમાસમણ દઇ, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ સામાયિક ઠાઉં ? ઇચ્છે કહી બે હાથ જોડી એક નવકાર ગણવો. ૫ પછી ઇચ્છકારી ભગવન્ પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરાવશોજી. એમ કહી કરેમિ ભંતે સૂત્ર ગુરુ કે વિડલ હોય તો તેમની પાસે બોલાવવું અથવા પોતે બોલવું,. ૬ પછી એક ખમાસમણું દઇ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98