________________
૮૯
--
-
બેસણે સંદિસાહું?” ઈચ્છે, કહી એક ખમાસમણું દઈ . “ઇચ્છાકરેણ સંદિસહ ભગવન્! બેસણે ઠાઉં?”ઇ કહી એક ખમાસમણ દઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સજઝાય સંદિસાહું ? ઇચ્છે કહી ઇચ્છા, સંદિસહ ભગવત્ સઝાય
કરૂં ? ઇચ્છ, કહી બે હાથ જોડીને ત્રણ નવકાર ગણવા. ૭. પછી બે ઘડી અર્થાત્ અડતાલીસ (૪૮) મિનિટ સુધી સ્થિર
આસને બેસી ધર્મધ્યાન કરવું. સ્વાધ્યાય કરવો. સામાયિકમાં સંસારની વાત ન થાય- સંસાર સંબંધી વિચાર પણ ન થાય.
શ્રી સામાયિક પારવાની વિધિ ૧. પ્રથમ એક ખમાસમણું દઇને ઇરિયાવહિય, તસ્ય ઉત્તરી,
અન્નત્ય કહી એક લોગસ્સ અથવા ન આવડે તો ચાર નવકારનો કાઉસ્સગ્ન કરવો. (નમો અરિહંતાણં કહીને)
કાઉસ્સગ પારીને પ્રગટ લોગસ્સ બોલવો. ૨ પછી એક ખમાસમણું દઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!
મુહપત્તિ પડિલેહું ? ઈચ્છે, કહીને મુહપત્તિ પડિલેહવી. ૩ પછી એક ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવ!
સામાયિક પારું! એમ આદેશ માગવો પછી (ત્યાં ગુરુ હોય તો પુન્નવિ કાયā કહે ત્યારે) “યથાશક્તિ' કહી એક ખમાસમણ દઈ, ઇચ્છાકારેણ સંદિસહ ભગવ! સામાયિક પાર્યું? એમ કહી (ગુરુજી હોય તો આયારો ન મોત્તવ્યો કહે ત્યારે) તહત્તિ” કહેવું. પછી જમણો હાથ ચરવળા અથવા કટાસણા ઉપર સ્થાપીને એક નવકાર ગણી
સામાઇયવયજુત્તો સૂત્ર બોલવું. ૪ સ્થાપના સ્થાપેલ હોય તો જમણો હાથ સવળો રાખી
એક નવકાર ગણી સ્થાપનાજી ઉત્થાપી લેવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org