Book Title: Samyaktva Mul Bar Vrat
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat

View full book text
Previous | Next

Page 97
________________ ૯૬ ૧૬. હે શ્રાવક ! શુદ્ધ સમકિત હૃદયમાં ધારણ કરજે. વચન વિચારીને બોલજે, ઉત્તમ ધર્મ કાર્યમાં દ્રવ્ય વ્યય કરજે અને પરોપકારનાં કૃત્યો કરજે. ૧૭. હે શ્રાવક ! તેલ, છાશ, ઘી, દહીંનાં ભાજન ખુલ્લાં ના મૂકીશ, બે અષ્ટમી, બે ચતુર્દશી અને સુદ પંચમી એ પાંચ તિથિમાં દળવા, ખાંડવાના આરંભના કાર્યો ન કરજે, ઢોંગ છોડીને શિયળ પાળજે. ૧૮. હેથ્રાવક!સાંજેચોવિહાર-ચારઆહારનોત્યાગકરજે,દિવસના પાપની આલોચના કરજે, જેથી સઘળાં દુઃખ નાશ પામશે. ૧૯. હે શ્રાવક ! વળી છ આવશ્યક સંભાળજે, સંધ્યા પ્રતિક્રમણ કરજે જિનેશ્વર દેવના ચરણોની ભવોભવ સેવા મળજો” એવી ભાવનાપૂર્વક ચારનાં શણ ઇચ્છતો સાગારી અનશન આદરજે. ૨૦. હે શ્રાવક ! શત્રુંજય તીર્થની યાત્રા કરવાના મનમાં વિચારો કરજે, તેમજ સમેતશિખર, આબુ, ગિરનાર આદિ તીર્થોની યાત્રાની ભાવના ભાવજે. ૨૧. હે શ્રાવક ! આ બધી શ્રાવકને કરવા યોગ્ય ક્રિયાઓ છે. તેથી અષ્ટકર્મ, ભવોનો નાશ થાય છે. પાપ બંધન તૂટે છે. નબળાં પડે છે. ૨૨. હે શ્રાવક ! આ ક્રિયાથી સુંદર દેવ વિમાન મળે છે. અંતે મોક્ષ સ્થાનની પ્રાપ્તિ જીવ મેળવી શકે છે. તો જિનહર્ષવિજય મહારાજની કહેલ દુઃખોને નાશ કરનારી આ શ્રાવકકરણીનો અભ્યાસ કરી તેમ વર્તવા પ્રયત્નશીલ રહેજે. (સ્વાધ્યાય સમુચ્ચયમાંથી સાભાર) Jain Education International સમાપ્ત છે For Private & Personal Use Only : www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 95 96 97 98