Book Title: Samyaktva Mul Bar Vrat
Author(s): Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૯૪ શ્રાવક કર્તવ્યની ટુંક સમજ
(શ્રી જિનહર્ષસૂરીશ્વરજીની રચેલી શ્રી શ્રાવક કરણીની સક્ઝાય ઉપરથી સાર રૂપે)
(જેમાં સવારથી સાંજ સુધીના જીવન પર્યંતનાં કર્તવ્યોનો સમાવેશ કરેલો છે.) ૧. હે શ્રાવક ! પાછલી રાત ચાર ઘડી બાકી રહેતાં ઊઠીને
ભવસમુદ્રથી પાર કરનારા શ્રી નવકાર મંત્રનું નિરંતર સ્મરણ રાખજે. હે શ્રાવક ! તારો દેવ કોણ ? ગુરુ કોણ? ધર્મ શું? કુળના કૃત્યો શા છે? અને તારો ધંધો શું છે? તેનો વિચાર કરજે. હે શ્રાવક ! શુદ્ધ ચિત્તે નિરંતર સામાયિક કરજે. ધર્મબુદ્ધિ રાખજે અને રાત્રિનાં પાપની આલોચના નિમિત્તે રાઈ
પ્રતિક્રમણ કરજે. ૪. હે શ્રાવક ! શક્તિ પ્રમાણે પદ્માણ લેજે, જિન આજ્ઞા
પાળજે. અને પ્રભુના ગુણ યાદ કરનાર સ્તવન
સઝાયાદિ ભણજે. ૫. હે શ્રાવક ! ચૌદ નિયમો ધારણ કરજે, જીવદયા પાળજે,
દેરાસર જઈ પ્રભુ દર્શન, પૂજન આદિ કરજે. હે શ્રાવક ! ઉપાશ્રયે જઈ ગુરુવંદન કરજે, એકચિત્તે વ્યાખ્યાન સાંભળજે અને દોષ રહિત ખપતો આહાર સાધુઓને વહોરાવજે. હે શ્રાવક ! સાધર્મિકનું સગપણ જગતમાં અધિક માનજે, સ્વામિવાત્સલ્ય કરજે, દુઃખી-દીન અને અંગહીનજનો પર દયા રાખજે.
૩,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 93 94 95 96 97 98