Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રાવક-શ્રાવિકાના જીવનને માટે | ઉપયોગી નિયમો સહિત
ઝાડ ,
09/
વિવેચક : ધીરજલાલા ડાહ્યાલાલ મહેતા
-
Jain Ed
Fer Private & Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
મ
भवतु .
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ
શ્રાવક-શ્રાવિકાના જીવનને માટે ઉપયોગી નિયમો સહિત
સંખ્યક્ત્વ મૂલ બાવત
સમ્યક્ત્વ તથા બારવ્રતનું વિવેચન, તેમાં આવતા જરૂરી કેટલાક નિયમો, ગુરુવંદન, ચૈત્યવંદનનાં સૂત્રો તથા સવાર-સાંજનાં ઉપયોગી પચ્ચકખાણો
વિવેચકઃ ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા
પ્રકાશક :
શ્રી જૈનધર્મ પ્રસારણ ટ્રસ્ટ ૭૦૨, રામસા ટાવર્સ, ગંગા-જમના એપાર્ટમેન્ટ પાસે, અડાજણ પાટીયા, સુરત-૩૯૫ ૦૦૯. (ગુજરાત) ફોન : (૦૨૬૧) ૨૬૮૮૯૪૩
Page #3
--------------------------------------------------------------------------
________________
XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX
શ્રી જૈનધર્મપ્રસારણ ટ્રસ્ટ થઈ છે
કા ૭૦૨, રામસા ટાવર્સ, ગંગા-જમના એપાર્ટમેન્ટ પાસે,
કે અડાજણ પાટીયા, સુરત-૩૯૫ ૦૦૯. (ગુજરાત) 'કાગ''') ફોન : (૦૨૬૧) ૨૬૮૮૯૪૩
મૂલ્ય રૂા. ૨૫-૦૦
-
-
--
--
---
----
-
-----------
--
પ્રા
તિ
XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX)
|ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા ૭૦૨, રામસા ટાવર્સ, ગંગા-જમના એપાર્ટમેન્ટ પાસે, અડાજણ પાટીયા, સુરત-૯. (ગુજરાત) INDIA) ફોન : (૦૨૬૧) ૨૬૮૮૯૪૩ યશોવિજયજી જેન સંસ્કૃત પાઠશાળા સ્ટેશન રોડ, રંગમહોલના નાકે, મહેસાણા (ઉ.ગુજરાત) (INDIA) ફોન : પ૧૩૨૭ સરસવતી પુસ્તક ભંડાર હાથીખાના, રતનપોળ, અમદાવાદ-૧. INDIA) ફોન : (૦૭૯) પ૩પ૬૬૯૨ સેવંતીલાલ વી. જેના ૨૦, મહાજન ગલી, ઝવેરી બજાર, મુંબઈ-૨. INDIA) ફોન : (૦૨૨) ૨૪૦૪૭૧૭. સુઘોષા કાર્યાલય શેખનો પાડો, ઝવેરીવાડ સામે, અમદાવાદ-૧ (INDIA) ફોન : (૦૭૯) ૨૧૩૧૪૧૮
XXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX
વિક્રમ સંવત ૨૦૧૮
વીર સંવત ૨૦૨૮
ઈસ્વીસન ૨૦૦૨
પ્રથમ આવૃત્તિ
ભરત ગ્રાફિક્સ' ન્યુમાર્કેટ, પાંજરાપોળ, રિલીફ રોડ,
અમદાવાદ-૩૮૦ ૦૦૧. ફોન : ૨૧૩૪૧૦૬, ૨૧૨૪૭૨૩ ΊXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXX
Page #4
--------------------------------------------------------------------------
________________
૧.
૨. યોગશતક :- સ્વોપજ્ઞટીકા તથા ટીકાના અનુવાદ સાથે. ગુજરાતી સરળ વિવેચન.
3.
૪.
૫.
અમારા લખાયેલા પ્રકાશિત થયેલા પુસ્તકો
યોગવિંશિકા :- ઉપાધ્યાયજી કૃત ટીકાના અનુવાદ સાથે. ગુજરાતી સરળ વિવેચન.
૬.
શ્રી જૈન ધર્મના મૌલિક સિદ્ધાન્ત :- નવકારથી સામાઇયવયજુત્તો સુધીના સૂત્રો ઉપર વિવેચન. નવતત્ત્વ, ચૌદ ગુણસ્થાનકો, કર્મના ૧૫૮ ભેદો, સાત નયો, સપ્તભંગી અને કાલાદિ પાંચ સમવાયી કારણો ઉપર સરળ ગુજરાતી વિવેચન.
શ્રી જૈન તત્ત્વ પ્રકાશ - દેવસી-રાઇએ પ્રતિક્રમણનાં સૂત્રો ઉપ૨ સરળ ગુજરાતી વિવેચન.
જૈન ધાર્મિક પારિભાષિક શબ્દકોષ :- જૈન શાસ્ત્રોમાં વારંવાર વપરાતા પારિભાષિક ધાર્મિક શબ્દોના અર્થો, ધાર્મિક શબ્દકોશ.
જૈન ધાર્મિક પ્રશ્નોત્તર માલા :- પ્રૌઢ સ્ત્રી-પુરુષોને ઉપયોગી ચારસો પ્રશ્ન-ઉત્તરોનો સુંદર સંગ્રહ.
o. પ્રથમ કર્મગ્રન્થ (કર્મવિપાક) :- સરળ ગુજરાતી વિવેચન. C. દ્વિતીય કર્મગ્રન્થ (કર્મસ્તવ) :- સરળ ગુજરાતી વિવેચન. ૯. તૃતીય કર્મગ્રન્થ (બંધસ્વામિત્વ) :-સરળ ગુજરાતી વિવેચન. ૧૦. ચતુર્થ કર્મગ્રન્થ (પડશીતિ) :- સરળ ગુજરાતી વિવેચન.
Page #5
--------------------------------------------------------------------------
________________
ત્ર
૪
૧૧. પૂજા સંગ્રહ સાથે :- પંચકલ્યાણક, અંતરાયકર્મ નિવારણ,
પિસ્તાલીસ આગમની પૂજા આદિ પૂજાઓ સુંદર
ભાવવાહી અર્થ સાથે. ૧૨. નાગપૂજા સાથે :- પૂ. વીરવિજયજી કૃત સ્નાત્રપૂજા
અર્થ સાથે. ૧૩. સમ્યકત્વના સડસઠ બોલની સઝાય - ઘણી જ
રોચક કથાઓ સાથે તથા સમ્યક્ત સપ્તતિકાની ગાથાઓ
સાથે સડસઠ ગુણોનું વર્ણન. ૧૪. નવમરણ :- મૂળ ગાથાઓ, ગુજરાતીમાં ગાથાઓના
સરળ અર્થ, ઇગ્લીશમાં મૂળ ગાથાઓ અને ઇંગ્લીશમાં
તે ગાથાઓના અર્થ. ૧૫. રત્નાકરાવતારિકા (ભાગ-૧) :- પ્રમાણનયતત્ત્વાલીક
ઉપરની પૂ. રત્નાકભાચાર્ય રચિત ટીકા તથા તે ટીકાનો
સરળ ગુજરાતી અર્થ. (પરિચ્છેદ ૧-૨) ૧૬. રત્નાકરાવાસ્કિા (ભાગ-૨) - પૂ. વાદિદેવસૂરિજી
રચિત પ્રમાણનયતત્તાલોક ઉપરની પૂ. રત્નાપ્રભાચાર્ય રચિત ટીકા તથા તે ટીકાનો સરળ ગુજરાતીમાં અર્થ.
(પરિચ્છેદ ૩-૪-૫) ૧૦. આઠ દૃષ્ટિની સજઝાય - પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી
મ. સા. કૃત આઠ દૃષ્ટિની સઝાયના સરળ ગુજરાતી અર્થો. ૧૮. યોગદૃષ્ટિસમુચ્ચય:-પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી કૃત સ્વીપજ્ઞ
ટીકા સાથે ટીકાનું અતિશય સરળ ગુજરાતી વિવેચન.
Page #6
--------------------------------------------------------------------------
________________
-
૧૯. પંચમ જર્મગ્રન્થ (શતક) - ગુજરાતી સરળ વિવેચન સહ. ૨૦. તત્ત્વાથધિગમ સૂત્ર :- સૂત્રોનું સરળ, રોચક તથા સંક્ષિપ્ત
વિવેચન. ૨૧. શ્રી વાસુપૂજા સાથે :- પૂ. આચાર્ય શ્રી બુદ્ધિસાગરજી કૃત
પૂજાનું સુંદર-સરળ તથા જેન વિધિ સહ ગુજરાતી ભાષાંતર. ૨૨. શ્રી સમ્યકત્વ મૂલ બારવ્રત - વિવેચન સહ.
.
ડી
*
જી.
- -
{ r} . ," "
-
- ***
#ારી-
રજ 1
=
નીચેના ગ્રન્થોના અર્થો લખવાની ભાવના છે.
૧. દ્રવ્યગુણપર્યાયનો રાસ:-પૂ. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી કૃત. ૨. સમ્મતિતર્ક :- પૂ. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી કૃત. ૩. જૈન દર્શન પરિચય :- જૈન દર્શનને માન્ય તત્ત્વો, આચાર
સંહિતા, આત્મવિકાસ ક્રમ, ક્ષેત્ર વિચાર આદિ વિષયોનો સુંદર
પરિચય. ૪. શ્રી સવાસો ગાથાનું સ્તવન - વિવેચન સહ.
Page #7
--------------------------------------------------------------------------
________________
શ્રાવક-શ્રાવિકાના જીવન માટે નિયમો જરૂરી
સંસારની ચાર ગતિમાંથી ધર્મની આરાધના કરી આત્મકલ્યાણ કરી શકીએ એવો માનવનો જ એક ભવ છે, અનંત પુણ્યાઇએ આ ભવની પ્રાપ્તિ થાય છે. તેમાં પણ આર્યદેશ, આર્યકુલ અને જૈનધર્મની પ્રીતિવાળા ઘરોમાં જન્મ થવો વધારે દુષ્કર છે. જન્મ થયા પછી જૈનધર્મ ગમી જવો, રૂચિ જવો તે વધારેમાં વધારે દુષ્કર છે. આપણે આ બધું પામ્યા જ છીએ, આટલી ઉચી સ્થિતિ પામીને પાપ-પુણ્યને જાણવું જોઈએ. બીનજરૂરી પાપોનો જીવનમાંથી ત્યાગ કરવો જોઇએ. જો સમજી શોચીને પાપોનો ત્યાગ ન કર્યો હોય તો તે પાપોની સાથેનો સંબંધ છોડ્યો નથી તેથી પાપો ન કરવા છતાં તે પાપોનો આશ્રવ ચાલુ જ રહે છે.
- ભાડે લીધેલું ઘર હોય, અને કોઈ કારણવશાત્ બેચાર માસ રહેવા ન જઈએ તથા તે મકાનનો ઉપયોગ ન કરીએ તો પણ બે-ચાર મહિને ભાડાવાળો આવે જ. અને ભાડુ આપવું જ પડે. મકાનનો વપરાશ ભલે કર્યો નથી પરંતુ સંબંધ ત્યજ્યો નથી. તેથી ભાડુ આપવું જ પડે છે, તેમ અહીં પાપોનું સેવન ન કરવા છતાં પચ્ચક્ષ્મણ લઇને તેનો સંબંધ છોડ્યો ન હોય તો પાપોનો આશ્રવ ચાલુ જ રહે છે.
એવાં કેટલાંય પાપો છે કે જે શ્રાવક-શ્રાવિકાના જીવનમાં કરાતાં નથી. જેમકે મદિરાપાન, માંસભક્ષણ, શિકાર, પરસ્ત્રીગમન વિગેરે. પરંતુ આ પાપો ન કરવાનું જો પચ્ચખાણ ન લીધું હોય તો ભાડાના મકાનની જેમ આશ્રવ ચાલુ જ રહે છે. ઘણા જીવો પચ્ચખ્ખાણ લેવામાં ડરતા હોય છે કે
Page #8
--------------------------------------------------------------------------
________________
પચ્ચકખાણ કરીએ તો કોઈક વખત ભાંગી જાય. ભૂલ થઈ જાય. દોષ લાગી જાય. પરંતુ ભૂંલ થઈ જાય તો કરેલું આ પચ્ચખાણ ભાંગી જતું નથી. કારણ કે પચ્ચકખાણમાં અન્નત્થામાને સહારેvi વિગેરે આગારો (છુટ) છે. જે કંઈ નાની-મોટી ભૂલ થઈ તેનાથી અતિચાર (દોષ) લાગે છે. તેની આલોચના -પશ્ચાતાપ અને પ્રાયશ્ચિત્ત દ્વારા નિંદા-ગહ કરીને શુદ્ધિ થઈ શકે છે. પરંતુ પચ્ચકખાણ ભાંગી જતું નથી.
પચ્ચખાણ કરવું” એ એક બંધન છે. એમ સમજી કેટલાક લોકો ડરતા હોય છે. પરંતુ ઉત્તમ અને નિર્ભય જીવન જીવવા માટે પચ્ચકખાણ કરવું અત્યન્ત જરૂરી છે. કેટલાંક બંધનોથી જીવન નિર્ભય બને છે. જેમ કે વેચાણ લીધેલા મકાનના પૈસા આપી દીધા હોય અને સ્ટેમ્પ-સિક્કાની (દસ્તાવેજ વિગેરેની) કાર્યવાહી ન કરી હોય તો ભય ઉભો જ રહે છે તેથી સ્ટેમ્પ-સિક્કા (દસ્તાવેજ) વિગેરે કરાવવા જ પડે છે તેમ અહીં શ્રાવક અને શ્રાવિકાનું ઉત્તમ જીવન અને નિર્ભય જીવન જીવવું હોય તો સમ્યકત્વપૂર્વક શ્રાવક ધર્મનાં બાર વ્રતો સમજવાં જોઇએ અને ઉચ્ચરવાં જોઈએ. બાર વ્રતોના નિયમથી જીવનને દેશવિરતિધર બનાવવું એ જ સંસાર તરવાનો શ્રેષ્ઠ ઉપાય છે. તેથી સમ્યકત્વ અને બારવ્રતોને સમજાવતી આ નાની પુસ્તિકા બનાવી છે. ભગવાનના ચતુર્વિધ સંઘમાં શ્રાવક-શ્રાવિકા તરીકે આપણું સ્થાન આવે માટે અવશ્ય વ્રતધારી થવું. પરંતુ હરાયા ઢોરની જેમ રખડું અને રેઢીયાળ નિયમન વિનાનું જીવન સંસારથી તારનાર પણ નથી અને શોભાસ્પદ પણ નથી. માટે ચાલો આપણે સમ્યકત્વ અને બાર વ્રતો વિષે કેટલીક વાતો સમજીએ.
Page #9
--------------------------------------------------------------------------
________________
(મૂલભૂત સમ્યક્ત્વ વ્રત)
(૧) સુદેવ સુગુરુ અને સુધર્મને જ માનીશ. પરંતુ કુદેવ-કુગુરુ અને કુધર્મને માનીશ નહીં.
(૨) જે રાગ-દ્વેષાદિ મોહના સર્વભાવો ત્યજીને વિતરાગ-સર્વજ્ઞ કેવલી બન્યા છે. તેવા તથા ૧૮ દૂષણો રહિત દેવને જ સુદેવ તરીકે માનીશ. જે દેવો સ્ત્રીવાળા છે શસ્ત્રો વાળા છે. મોહવાળા છે. વિકાર વાસનાથી ઘેરાયેલા છે. તેવા ધર્મના નાયક થઈને બેઠેલા દેવોને પરમાત્મા (દેવ) તરીકે હું સ્વીકારીશ નહીં.
(૩) વીતરાગ સર્વજ્ઞ પરમાત્માની આજ્ઞા પ્રમાણે ચાલનારા, સંસારના સર્વથા ત્યાગી, પાંચ મહાવ્રત પાળનારા અને પળાવનારા એવા સાધુ-સાધ્વીજીના વેશમાં વર્તનારા ગુરુને જ સુગુરુ માનીશ. તેમને જ નમન-વંદન કરીશ. પરંતુ પોતાની ઇચ્છા પ્રમાણે ચાલનારા, સંસારના ભોગી, જુદાજુદા મત અને મઠને સ્થાપનારા, કેવળ એકલા વ્યવહારને જ અથવા એકલા નિશ્ચયને જ સ્થાપીને બીજા નયને ઉડાડી ભોળા લોકોને અવળે માર્ગે દોરનારાને હું ગુરુ તરીકે સ્વીકારીશ નહીં. તેમને નમનવંદનાદિ વ્યવહાર કરીશ નહીં.
(૪) તીર્થકર દેવોએ બતાવેલ અને મોહને નાશ કરનારા એવા જ્ઞાનને અને મોહનો નાશ કરે એવી ક્રિયાને જ હું
Page #10
--------------------------------------------------------------------------
________________
“સુધર્મ” તરીકે સ્વીકારીશ. તેના વિના અન્ય કોઈ પણ પ્રકારના જ્ઞાનને અને આચરણાને હું સુધર્મ તરીકે નહીં સ્વીકારું. આ પ્રમાણે સુદેવ સુગુરુ અને સુધર્મને યાવજીવ સ્વીકારીને તેને જ નમન-વંદન-પૂજન કરીશ. આ સમ્યક્તવ્રત જાણવું. તે વ્રતમાં નીચેના નિયમ યથાશક્તિ પાળીશ. જે જે પાળી શકાય એવા નિયમો છે તેને આવી જ નિશાની કરવી અને જે નિયમો ન પાળી શકાય તેવા છે ત્યાં 3 આવી નિશાની કરવી.
દર્શનાચાર :૧. હું દરરોજ દેરાસર જઇને ભગવાનનાં દર્શન કરીશ.
દેરાસર બહુ દૂર હોય તો ઘરમાં પધરાવેલા ભગવાનનાં
પણ દર્શન કરીશ. ૨. હું દરરોજ પરમાત્માની પૂજા કરીશ. (અષ્ટપ્રકારી
અથવા યથાયોગ્ય) પરમાત્માની ભક્તિ નિમિત્તે ભંડારમાં ........રૂપીયા મુકીશ. ચોખાનો સાથીયો કરીશ, નવાં નવાં ફળ નૈવેદ્ય ધરીશ. તથા અવસરે અવસરે અંગલુછણાં ધૂપ-દીપ
વિગેરે સામગ્રી દેરાસરમાં આપીશ. ૪. આઠ પડવાળો મુખકોશ બાંધીને પૂજા કરીશ. રૂમાલ
વાપરીશ નહીં. ૫. ધોતી અને ખેસ પહેરીને પૂજા કરીશ. સ્ત્રીઓએ
યથોચિત વેશ સમજી લેવો (ધારી લેવો) દેરાસરમાં સંસારી વાતો કરવાની, ખાવા-પીવાની,
૬.
દેવ,
Page #11
--------------------------------------------------------------------------
________________
= = ૧૦ શું કવાની, લઘુનીતિ –વડીનીતિ કરવાની વિગેરે
આશાતનાઓ કરીશ નહીં. ૭. વર્ષમાં સ્નાત્રપૂજા અવશ્ય ભણાવીશ અને એકાદ .
વખત પંચકલ્યાણકાદિની મોટી પૂજા પણ ભણાવીશ. અવસરે ગામના બધા જ દેરાસરોની ચૈત્યપરિપાટી કરીશ તથા અવસરે ત્રિગડું અને ભંડાર જેવી મોટી વસ્તુ મૂકવાનો લાભ લઇશ. પરમાત્મા પ્રત્યે અને મંદિર પ્રત્યે પ્રેમ રાખી તેની સુરક્ષાનું પણ જરૂર ધ્યાન રાખીશ. વર્ષમાં શત્રુંજય-ગિરનાર-શંખેશ્વર-સમેતશિખર આબુ આદિ જેવાં તીર્થોમાંથી..........તીર્થોની યાત્રા કરીશ. તે તીર્થોની યાત્રા કરતાં પર્વત ઉપર ચડતાં-ઉતરતાં બૂટ-ચંપલાદિ પહેરીશ નહીં. થુંકીશ નહીં. ઝાડો-પેશાબ કરીશ નહીં. રેડીયો, ટેપ વિગેરે રાખીશ નહીં. અર્થાત્ તીર્થની આશાતના થાય તેવું અનુચિત કાર્ય કરીશ
નહીં. ' ૧૦. જીવનમાં એકાદ વખત છ'રી પાલિત સંઘમાં જઇશ.
જો આર્થિક સંજોગો સારા હશે તો છ'રિ પાલિત સંઘ
કાઢીશ. સમ્યક્તવ્રતની ભાવના વધે તેમ વર્તીશ. ૧૧. તીર્થસ્થાનમાં રાત્રિભોજન, અભક્ષ્ય ભોજન કે અનંતકાય
ભોજન કરીશ નહિ. હૉટલનો ઉપયોગ પ્રાયઃ કરીશ
નહિ. શત્રુંજય પર્વત ઉપર દહીં વિગેરે ખાઇશ નહીં. ૧. બાથરૂમ જવું, ૨. ટોયલેટ જવું.
Page #12
--------------------------------------------------------------------------
________________
૧૨. જીવનમાં એકાદવાર શાન્તિસ્નાત્ર, અષ્ટોત્તરી સ્નાત્ર
સિદ્ધચક્રપૂજન અને અઢાઈ મહોત્સવ જેવા પ્રસંગો કરીશ. ૧૩. દરરોજ સવારે ઉઠતાં અને રાત્રે સૂતાં પહેલાં, ભોજન
લેતાં પહેલાં બાર બાર નવંકાર ગણીશ. અને કોઈપણ કામકાજ માટે ઘરથી બહાર નીકળતા પૂર્વે સાત ભયોના
નિવારણ અર્થે સાત-સાત નવકાર મંત્ર ગણીશ. ૧૪. વર્ષમાં આવતાં પર્વોને ત્યાગ-તપથી ઉજવીશ. યથાશક્તિ
એકાસણું બેસણું, આયંબિલ, ઉપવાસ કરીને પરમાત્માની
ભક્તિ કરવાપૂર્વક આરાધના કરીશ. ૧૫. કુલાચાર પ્રમાણે ગોત્રદેવી તથા કુળદેવીનાં દર્શન-વંદન
નમન કરવાની તથા ગોત્રજ જારવા આદિ વ્યવહારિક કાર્યની જયણા. (૧) જ્ઞાનપંચમી : કારતક સુદ ૫, જ્ઞાનની આરાધના. (૨) મૌન એકાદશી : માગશર સુદ ૧૧, મૌન પાળવું. (૩) પોષ દશમીઃ માગશર વદ ૧૦ પાર્શ્વનાથ પ્રભુનું
જન્મકલ્યાણક. (૪) મેરૂ તેરસ : પોષ વદ ૧૩, ઋષભદેવ પ્રભુનું
નિર્વાણ કલ્યાણક. (૫) મહાવીર જન્મકલ્યાણક: ચૈત્ર સુદ ૧૩, મહાવીર
પ્રભુનું જન્મકલ્યાણક. (૬) અખાત્રીજ : વૈશાખ સુદ ૩, વર્ષીતપના પારણાં. (૭) દીવાળી : આસો વદ ૦)), મહાવીર પ્રભુ નિર્વાણ
કલ્યાણક.
Page #13
--------------------------------------------------------------------------
________________
૧૨
(૮) માસધર શ્રાવણ સુદ ૪, એક માસ પછી સંવત્સરી. (૯) પક્ષધર શ્રાવણ વદ ૪, પંદર દિવસ પછી સંવત્સરી. (૧૦) ત્રણ ચોમાસી : કારતક સુદ ૧૪, ફાગણ સુદ ૧૪ "
અને અષાડ સુદ ૧૪. (સુદ ૭ થી સુદ ૧૫
સુધીની અઢાઈ) (૧૧) બે ઓળી ચૈત્ર અને આસોમાં સુદ ૭ થી ૧૫ સુધી.
(૧૨) પર્યુષણ પર્વ શ્રાવણ વદ ૧૨થી ભાદરવા સુદ ૧૪. ૧૫. જૈનેતર પર્વોમાં ભાગ લઇશ નહિ. તેમાં ચાલતી પ્રથા
પ્રમાણે આચરણ કરીશ નહિ. હોળી, ધુળેટી, બળેવ, રામનવમી, જન્માષ્ટમી, મહાશિવરાત્રિ, દેવ પોઢણી અગિયારસ, દેવ ઉઠામણી અગિયારસ વિગેરે મિથ્યાત્વી પર્વોને માન્ય રાખીશ નહિ. જુગાર રમવાનું કે ભાંગ
પીવા આદિનું કાર્ય કરીશ નહિ. ૧૬. મારા જીવન દરમ્યાન યથાશક્તિ પંચાચારનું પાલન
કરીશ. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર
અને વીર્યાચાર આ પાંચ આચારો યથાશક્તિ પાળીશ. જ્ઞાનાચાર :૧. હું દરરોજ......કલાક ધાર્મિક સૂત્રો ગોખવાનું, અર્થ
ભણવાનું અથવા ધાર્મિક પુસ્તક વાંચવાનું કામ કરીશ. ૨. જ્ઞાનની આરાધના માટે દરરોજ (અથવા દિવસ) ૫૧
અથવા ૫ ખમાસમણ આપીશ. એટલા જ સાથીયા કરીશ.
Page #14
--------------------------------------------------------------------------
________________
| ૧૩
૫.
અને ૩ નમો નાણસ્સ આ પદની ઓછામાં ઓછી
૧ અને વધુમાં વધુ ૨૦ સુધીની નવકારવાળી ગણીશ. ૩. શક્ય હશે ત્યાં સુધી ગુરુ ભગવંતનું વ્યાખ્યાન સાંભળવા
જઇશ. ૪. જમતાં-જમતાં કે એઠા મોઢે બોલીશ નહિ. અક્ષરો
લખેલા હોય તેવી વસ્તુ ઉપર ચાલીશ નહિ. ખાઈશ નહિ, દવા વિગેરે લઈશ નહિ, છાપાં વિગેરેના કાગળો ઉપર બેસીસ નહિ. બાળીશ નહિ. તેમાં ખાવાનું લઈશ નહિ. ટોયલેટમાં કાગળનો ઉપયોગ કરીશ નહિ. જ્ઞાનનાં સાધનો જેવાં કે પેન, પેન્સિલ, ફુટપટ્ટી, સાપડો, કાગળ, પુઠાં, સલેટ, બોલપેન વિગેરેને ભાંગીશ-તોડીશ નહિ. તેનાથી કાન આદિનો મેલ કાઢીશ નહિ. તેનો છુટો ઘા કરી કોઈને મારીશ નહિ. આવી વસ્તુઓ ભણનારાઓને યથાશક્તિ આપીને જ્ઞાનની અને જ્ઞાનીની સેવા કરીશ.આવી વસ્તુઓની પ્રભાવના કરીશ. તોતડા-બોબડાની મશ્કરી-ઠઠ્ઠો કરીશ નહિ, ધાર્મિક પુસ્તકોને પસ્તીમાં વેચીશ નહિ. પગ-થુંક લગાડી આશાતના કરીશ નહિ. પાઠશાળામાં, ધાર્મિક શિબિરોમાં, પુસ્તકાદિ વસાવવામાં યથાશક્તિ દ્રવ્ય ખર્ચાશ. ભણાવનાર પંડિતજી, શિક્ષક અથવા શિક્ષિકા બહેનની યથાશક્તિ સાધર્મિક ભક્તિ કરીશ. M.C.ના ટાઈમમાં ધાર્મિક પુસ્તકોનું કે કોઇપણ પુસ્તકોનું વાંચન નહિ કરું. જ્ઞાનનાં સાધનોનો સ્પર્શ પણ નહિ કરું.
Page #15
--------------------------------------------------------------------------
________________
| ૧૪
૯. શાસ્ત્રો લખાવવામાં, છપાવવામાં યથાશક્તિ દ્રવ્યનો વ્યય * કરીશ. લખનાર-છપાવનારને સહાયક થઈશ. ૧૦. આગમોની પૂજા કરીશ. ૪૫ આગમની પૂજા ભણાવીશ.
નવા બનતા અને જૂના ચાલતા જ્ઞાનભંડારોમાં સહાયક
થઈશ. ચારિત્રાચાર :૧. પાંચ મહાવ્રતધારી પૂજ્ય સાધુ-સાધ્વીજીને દરરોજ વંદન
કરીશ. (ગુરુ ભગવંત ન હોય તો ફોટાને પણ વંદન કરીશ.) તેમને ગોચરી, પાણી, વસ્ત્ર, પાત્ર, ઔષધ આદિ વહોરાવીશ. તેમની શારીરિક સેવા-ભક્તિ કરવા
દ્વારા વૈયાવચ્ચ કરીશ. ૨. વર્ષમાં એક વખત પણ ઉપકારી ગુરુજીનાં દર્શન કરવા
તે જ્યાં હશે ત્યાં જઈશ. આશાતના વાળું કાર્ય વર્જી દઈશ. ત્યાગી સાધુ-સાધ્વીજી મહારાજશ્રી પ્રત્યે હૈયાનું
બહુમાન-પ્રેમભાવ રાખીશ. . ૩. માત-પિતા આદિ વડિલ વર્ગને પગે લાગીશ. તેમની
આજ્ઞા પાળીશ. તેમનો અવિનય-અવિવેક નહિ કરું. સાધુ જીવન દરરોજ યાદ આવે” એટલા માટે ઘરમાં ઓઘો-પાત્રો વિગેરે સાધુવેશ વસાવીશ. જીવનમાં ચારિત્ર આવે એટલા માટે છે નમો વારિરસ આ પદની ૧ થી ૨૦ સુધીની નવકારવાળી ગણીશ. દીક્ષા ન લઉં ત્યાં સુધી.........(કોઈપણ એક ચીજોનો ત્યાગ રાખીશ.
Page #16
--------------------------------------------------------------------------
________________
=
= ૧૫
૫. શક્ય બનશે તો સ્વદ્રવ્યથી ઉપાશ્રય બનાવીશ. અથવા
બંધાતામાં સહાયક થઇશ. અન્ય કોઈ વ્યક્તિ દીક્ષા લેતી હશે તો તેમાં પ્રેરક થઇશ, પરંતુ અંતરાય નહિ કરું. હું પોતે સદાચારી જીવન જીવીશ પરંતુ વ્યસનોવાળું અને વ્યભિચારાદિ
દોષવાળું જીવન ત્યજી દઈશ. ૭. ઘરના સભ્યોને (બાળકો આદિને) ધર્મના સંસ્કાર
આપીશ. પાઠશાળામાં ભણવા જવાનું, દેરાસરે દર્શનવંદન-પૂજન કરવાનું, સાધુ-સાધ્વીજીનાં દર્શન-સેવા-ભક્તિ કરવા-કરાવવાનું શીખવાડીશ. સૂત્ર-પાઠાદિ કરાવીશ.
તપાચાર :
તપાવર = યથાશક્તિ તપનું આચરણ કરવું. આ સંસારના સુખોનો રાગ ઓછો કરવા યથાશક્તિ બાહ્યતા અને અભ્યત્તર તપ હું કરીશ. તેમાં નીચેના નિયમો પાળીશ. ૧. દરરોજ ઓછામાં ઓછું નવકારશીનું પચ્ચકખાણ અવશ્ય
કરીશ. (જ્યારે શક્ય નહિ જ હોય ત્યારે છેવટે મુસીનું
પચ્ચખાણ તો અવશ્ય કરીશ.) ૨. દિવસમાં જમવા સિવાયના સમયમાં પણ મુસીનું
પચ્ચખ્ખાણ રાખીશ.
Page #17
--------------------------------------------------------------------------
________________
૩.
૪.
૫.
૬.
૭.
૮.
૯.
૧૩.
૧૬
મહિનાની.......... એકાસણું અને બેસણું કરીશ.
તિથિઓમાં ઉપવાસ, આયંબિલ,
મારા જીવન દરમ્યાન વર્ષીતપ, વીશસ્થાનકતપ, સિદ્ધિતપ, શ્રેણિતપ, વર્ધમાન તપ ઇત્યાદિ યથાશક્તિ કરીશ.
ઉપધાન તપ કરી મોક્ષમાળા પહેરીશ. આ માળા જ્યાં સુધી ન પહેરાય ત્યાં સુધી...............વગઇનો ત્યાગ કરીશ. સંવચ્છરી આદિના દંડરૂપે ત્રણ ઉપવાસો આદિ પૂરા ન થાય ત્યાં સુધી............વગઇનો ત્યાગ કરીશ.
દર બેસતા મહિને આયંબીલ ......................... કરીશ.
મારા જન્મ દિવસ નિમિત્તે તે દિવસે.................તપ કરીશ.
ગુરુજીની પાસે ભવ આલોચના કરીશ ત્યારબાદ દરવર્ષે તે તે વર્ષના પાપોની આલોચના લઇશ.
૧૦. પૂર્વે બાંધેલાં કર્મોના ક્ષય નિમિત્તે યથોચિત.................લોગસ્સનો કાઉસ્સગ્ગ કરીશ. (છેવટે ૧૨ લોગસ્સનો કાઉસ્સગ્ગ તો અવશ્ય કરીશ જ.)
૧૧. ગુરુજી આદિ વડીલોનો વિનય કરીશ.
૧૨. ભોજન કરવાના દરેક સમયે ભૂખ કરતાં કંઇક ન્યૂન જ ભોજન કરીશ.
.......દ્રવ્યોથી વધારે દ્રવ્યો
આખા દિવસમાં... વાપરવાની વૃત્તિઓને રોકીશ. (વધારે દ્રવ્યોનો ઉપયોગ
નહિ કરું.)
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૭
૧૪. વધારે માદક રસવાળી વસ્તુઓનો ઉપયોગ નહિ કરૂં. ૧૫. ત્યાગી-તપસ્વી મહાત્મા પુરુષોની વૈયાવચ્ચ કરીશ. ૧૬.
દ૨૨ોજ...................કલાક સ્વાધ્યાય કરીશ. નવો અભ્યાસ ભણીશ. જુના અભ્યાસને સંભાળીશ અને અધ્યાત્મ શાસ્ત્રોનું વારંવાર વાંચન કરીશ.
૧૭.
જ્ઞાનપ્રસારણના કાર્યમાં યથાશક્તિ સહયોગ આપીશ. ૧૮. જો શક્યતા હશે તો મારા ગામમાં અથવા તીર્થસ્થાનમાં ઉપધાન તપ કરાવીશ.
૧૯. છ બાહ્ય અને છ અભ્યન્તર તપમાંથી યથાશક્તિ તપ અવશ્ય કરીશ, મહિનામાં.............એકાસણાં, ..આયંબિલ ...........ઉપવાસ કરીશ.
૨૦. દરરોજ વારાફરતી લઘુ વિગઇનો (કાચી અથવા મૂલથી) ત્યાગ કરીશ. મહાવિગઇ (મધ-માંસ-મદિરા અને માખણ) જે ચાર છે તેનો જીવનભર ત્યાગ કરીશ.
૨૧. પેટ ભરીને જમવાને બદલે કંઇક ન્યૂન જમીશ. કોઇપણ એકાદ-બે મિષ્ટાન્નો જીવનભર અથવા દરરોજ (વારાફરતી) ત્યાગ રાખીશ.
૨૨. કરેલી ભૂલની માફી માગીશ. ગુરુજી જે દંડ આપશે તે સ્વીકારીશ. વિનય અને વૈયાવચ્ચ કરવાપૂર્વક
ધર્મશાસ્ત્રોનો સ્વાધ્યાય કરીશ. સત્સંગ રાખીશ.
૨૩. કર્મક્ષયના નિમિત્તે, આઠ લોગસ્સનો, જ્ઞાનની આરાધના નિમિત્તે પાંચ લોગસ્સનો ઇત્યાદિ વિવિધ કાઉસ્સગ્ગ કરીશ.
Page #19
--------------------------------------------------------------------------
________________
-------- ૧૮
આ તપાચારના છ બાહ્યતા અને છ અત્યંતર તપમાં જે જે દોષ લગાડીએ તે તે ૧૨ અતિચાર દોષો જાણવા. વિર્યાચાર :મારા આત્મામાં પ્રગટ થયેલી શારીરિક શક્તિનો (વીર્યનો) ધર્મ કાર્યોમાં ઉપયોગ કરવામાં આળસ-પ્રમાદ કરીશ નહિ. સામાયિકમાં લેવાતાં ખમાસમણાં, બન્ને પ્રતિક્રમણની કરાતી વિધિ અને ચૈત્યવંદનનાં ખમાસમણાં વિગેરે ઉભા થઈને આપીશ. વિધિપૂર્વક કાર્ય કરીશ. આળસ કરીશ નહિ. દર્શનવંદન-પૂજન કરવામાં જ્ઞાન ભણવા-ભણાવવામાં, સદાચારનું પાલન કરવામાં મારી છતી શક્તિ ગોપવીશ નહિ. તેના ત્રણે અતિચાર દોષો સેવીશ નહિ. ૧. મન-વચન અને કાયાના બળને ગોપવીશ નહિ. ૨. તીર્થંકર પ્રભુના કહ્યા પ્રમાણે સાવધ થઇને ધર્મકાર્યોમાં
વીર્ય ફોરવીશ. ૩. યથાશક્તિ સદાચારોનું ગ્રહણ અને પાલન કરીશ.
www.jainelibraryorg
Page #20
--------------------------------------------------------------------------
________________
.
૧૯
સમ્યકત્વમાં ન સેવવા જેવા પાંચ દોષો
(૧) શંકા - તીર્થંકર પરમાત્માનાં વચનોમાં કોઈપણ જાતનો સંદેહ કરવો તે શંકા નામનો દોષ. ભણવા માટે, વધારે સૂક્ષ્મ તત્ત્વ જાણવા માટે વિનયપૂર્વક ગુરુજીને પૂછવાની છૂટ. પરંતુ આમ તે કંઈ હોતું હશે ? આ બરાબર નથી. એવા અશ્રદ્ધાના ભાવે શંકા કરવી તે દોષ.
(૨) આકાંક્ષા :- તીર્થંકર પરમાત્માના શાસન વિના બીજે સ્થળે મેલી વિદ્યા આદિના કારણે અથવા મંત્ર-તંત્રથી કોઈ ચમત્કારો દેખાય, અથવા ઉપર છલ્લુ કંઈપણ સારું દેખાય, તેથી તેમાં અંજાઈ જવું. તે મતની (ધર્મની) ઇચ્છા કરવી તે આકાંક્ષા દોષ.
(૩) વિચિકિત્સા : જૈન ધર્મનાં અનુષ્ઠાનો આચરવામાં ફળ મળશે કે નહિ મળે ? એવો મનમાં સંદેહ કરવો તે તથા સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબનાં વસ્ત્ર-પાત્ર વગેરે મેલાં હોય, થુંક વિગેરેમાં જીવોત્પત્તિ ન થાય એટલા માટે કુંડી વિગેરે રાખતા હોય તે દેખીને તેમના ઉપર ધૃણા (તિરસ્કાર) કરવો ત વિચિકિત્સા દોષ.
(૪) મિથ્યાદૃષ્ટિની ગુણસ્તુતિ : મિથ્યાદૃષ્ટિ આત્માઓમાં ૧ દાન, ૨. વિનય, ૩. વૈયાવચ્ચ, ૪. લોકસેવા, ૫. ત્યાગ-તપ ઈત્યાદિ ગુણો દેખાય તો પણ સભા સમક્ષ કે એવા પ્રકારના જાહેર સ્થાનોમાં તે ગુણોની પ્રશંસા કરવી તે
Page #21
--------------------------------------------------------------------------
________________
૨૦
ચોથો મિથ્યાર્દષ્ટિની ગુણસ્તુતિ નામનો દોષ. તેમ કરવાથી તેના પક્ષને ટેકો મળે. તે જીવ મિથ્યાત્વમાં વધારે દૃઢ થાય.
(૫) મિથ્યાર્દષ્ટિનો પરિચય : અન્ય ધર્મીઓના પાડોશમાં વસવું, તેઓનો વધારે પરિચય કરવો, તેઓની સાથે મિત્રતા કરવી, તેઓની સાથે બેસવું, ઉઠવું. વિગેરે મિથ્યાર્દષ્ટિ પરિચય નામનો પાંચમો દોષ. આવો દોષ સેવવાથી આવેલું સમ્યક્ત્વ ચાલ્યું જાય.
આ પાંચ દોષો ત્યજી દેવા. સેવવા નહિ. અને નીચે લખેલાં પાંચ લક્ષણો (પાંચ ગુણો) અવશ્ય આદરવા.
સમ્યક્ત્વના પાંચ ગુણો
૧. ક્રોધ અને માનાદિના ગમે તેવા પ્રસંગો આવે તો પણ તેને દબાવીને સમતાભાવ (સ્થિરતાભાવ) રાખવો તે પ્રશમગુણ. (૨) મોક્ષમાં દુઃખ વિનાનું, આત્માના ગુણોની રમણતાનું સહજ સુખ છે. એમ સમજી તેની અતિશય ઇચ્છા કરવી તે સંવેગગુણ.
(૩) સંસાર એ દુઃખોની ખાણ જ છે. એમ સમજી તેમાંથી નીકળવાની તીવ્ર ઇચ્છાપૂર્વક બંધનોથી અને કષાયોથી ભરેલાં એવાં સંસારનાં સુખો ઉપર તિરસ્કારનો ભાવ, કંટાળો, ઉદ્વેગ, ક્યારે છૂટું તેવી ઇચ્છા તે નિર્વેદગુણ.
(૪) દુ:ખી, દીન, દરિદ્રી અને રોગપીડિત આદિ જીવો પ્રત્યે તેનાં દુ:ખો દૂર કરવાની ઇચ્છા કરવી અને તે
Page #22
--------------------------------------------------------------------------
________________
દુઃખો દૂર કરવા યથાશક્તિ પ્રયત્નો કરવા તે દ્રવ્યદયા અને ધર્મ ન પામેલા જીવો પ્રત્યે ધર્મ પમાડવાની ઇચ્છા કરવી અને તેવા પ્રયત્નો કરવા તે ભાવદયા, એમ દ્રવ્યદયા તથા ભાવદયા એ અનુકંપાનુણ.
(૫) સર્વજ્ઞ કેવલી અને વીતરાગ એવા તીર્થકર પરમાત્માએ જે કંઈ શાસ્ત્રોમાં કહ્યું છે તે સંપૂર્ણ સત્ય જ છે. એવો દૃઢ નિશ્ચય. અત્યન્ત વિશ્વાસ તે આસ્તિકતા ગુણ.
આ પાંચ ગુણો લક્ષણો) યથાશક્તિ પાળવાં.
Page #23
--------------------------------------------------------------------------
________________
સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત
ધૂન = મોટી-મોટી, પ્રાણાતિપાત = હિંસાનો, વિરમણ = ત્યાગ એવું વ્રત = નિયમ.
- કોઇપણ જાતના અનિવાર્ય પ્રયોજન વિના નિરપરાધી એવા હાલતા ચાલતા (ત્રણ) જીવોને મહારે, જાણી બૂઝીને મારવા નહિ, હણવા નહિ, આવો જે જીવનભરનો નિયમ તે પહેલું વ્રત કહેવાય છે.
ઘર બંધાવવું, પાયો ખોદાવવો, ખેતી કરતા હોઈએ તો ખેતર ખેડવું, ઇત્યાદિ અનિવાર્ય કાર્ય કરવામાં થતી હિંસાની જયણા (છુટ)
કોઈ નોકરે, ઘરના કોઈ સભ્ય કે દુકાનની કોઈ વ્યક્તિએ ચોરી કરી હોય વિગેરે અપરાધ (ગુનો) કર્યો હોય તો તેવા દોષથી તેને બચાવવા માટે ઠપકો આપવો પડે અથવા અલ્પ તાડન કરવું પડે તેની જયણા.
સંસારનું રોજીંદુ કાર્ય કરવામાં પૃથ્વીકાય-અપકાય વિગેરે પાંચ પ્રકારના સ્થાવર જીવો હણાઈ જાય છે તેની જયણા. છતાં શક્ય હોય તેટલી હિંસામાં અલ્પતા કરવી.
આ વ્રત પાળવામાં નીચેના નિયમો ધ્યાનમાં રાખવા. જે પાળી શકાય ત્યાં | નિશાની કરવી. ન જ પાળી શકાય ત્યાં Sિી ચોકડી કરવી. ૧. પશુ-પક્ષી-મનુષ્યની હત્યા ખૂન) કરીશ નહિ, તેઓને
ચપ્પ, લાકડી, પત્થર, વેલણ આદિથી મારીશ નહિ, નોકર-ચાકરને પણ મારીશ નહિ.
Page #24
--------------------------------------------------------------------------
________________
૨૩ ૨. ગર્ભપાત કરીશ નહિ-કરાવીશ નહિ, કરતાને સારા
માનીશ નહિ. કીડી-મંકોડા-ઉંદર કે સર્પના દર (માટીમાં ઉંડાં પોલાણ)ને પુરીશ નહિ. તેમાં ગરમ પાણી-તેલ વિગેરે નાખીશ નહિ. પશુ-પંખીને પાળીશ નહિ. પરસ્પર લડાવીશ નહિ. પાંજરામાં પૂરીશ નહિ. કાચમાં માછલી ઘર બનાવીશ નહિ. નોકર-ચાકરને તથા આપણા આશ્રયે જીવનારાને ભૂખ્યાતરસ્યા રાખીશ નહિ. તેઓ પાસે નિયત કરેલા કામથી વધારે કામ (વતન-પગાર આપ્યા વિના) કરાવીશ નહિ. મચ્છર, માંકડ, માખી, જૂ, ઉંદર, કીડી, મંકોડા, વાંદા વિગેરે જીવોના ઉપદ્રવો દૂર કરવા ડી. ડી. ટી. છંટાવીશ નહિ, તેઓની હિંસા કરીશ નહિ. આવા જીવોની ઉત્પત્તિ જ ન થાય તે માટે ઘર સ્વચ્છ જ રાખીશ. અનાજ સાફ કરતાં, શાકભાજી સમારતાં, ઘર દુકાન ફેક્ટરી આદિની સફાઈ કરતાં ત્રસજીવો ન મરે તેની પૂરતી કાળજી રાખીશ. જોયા વિના અને વણ્યા વિના અનાજ દળાવીશ નહિ, ગેસ-ચૂલા જોયા-પૂંજ્યા વિના સળગાવીશ નહિ, ઝાડપાન કાપીશ નહિ અને કપાવીશ નહિ. વનસ્પતિ ઉપર ચાલીશ નહિ. રસોડામાં પૂંજણીનો ઉપયોગ કરીશ અને ઘરમાં કોમળ સાવરણીનો ઉપયોગ કરીશ. કંપાઉન્ડમાં લોન ઉગાડીશ નહિ. પરમાત્માની પૂજા આદિ ઉત્તમ કાર્ય વિના ફૂલ તોડીશ નહિ અને પૂજા માટે પણ વિવેક અને જયણાપૂર્વક ફૂલ લાવીશ. ફૂલની વેણીનો ઉપયોગ કરીશ નહિ.
Page #25
--------------------------------------------------------------------------
________________
૨૪
૧૨.
૧૦. ફ્રીઝનું, બરફવાળું અને અળગણ પાણી વાપરીશ નહિ.
અળગણ પાણીથી સ્નાન કરીશ નહિ. ફૂવારાથી સ્નાન કરીશ નહિ. ડોલમાં પરિમિત પાણી લઇને સ્નાન કરીશ. પાણી પીને એંઠો ગ્લાસ માટલામાં નાખીશ નહિ. ગ્લાસ
કપડાથી લુછીશ. ૧૧. નદી-તળાવ-કુવા-સરોવર અને સમુદ્ર જેવા અતિશય
પાણી (બહોળા પાણી)વાળા સ્થાનોમાં સ્નાન કરીશ નહિ. તેમાં કપડાં ધોઇશ નહિ. પરંતુ પરિમિત અને ગળેલા પાણીથી કપડાં ધોઇશ અને ધોવડાવીશ. પાંચ તિથિએ અને પર્વતિથિએ કપડાં ધોઇશ નહિ. ભોજન-પાણીનાં, દૂધ-દહીં-ઘી-તેલનાં વાસણો ઉઘાડાં રાખીશ નહિ. એક થાળીમાં કોઈની સાથે જમીશ નહિ.
એઠું મૂકીશ નહિ અને થાળી ધોઇને પી જઇશ. ૧૩. શક્ય હશે તો દરરોજ અથવા પ/૧૦/૧૨ તિથિએ
અથવા પર્યુષણ, ઓળી જેવા પર્વદિવસોમાં અને તીર્થ
સ્થાનોમાં ઉકાળેલું પાણી પીઇશ. ૧૪. જરૂરિયાત વિના પાણીના નળ ખુલ્લા રાખીશ નહિ.
અપૂકાયની હિંસા થાય છે એમ સમજી ઘીની જેમ તેનો ઉપયોગ કરીશ. પાણી ઉપર કે લીલકુલ ઉપર ચાલીશ નહિ. શક્ય બનશે તો જંગલમાં (ખુલ્લી
જગ્યામાં) ટોયલેટ કરીશ. ૧૫. ઘરમાં ઠંડીથી બચવા તાપણું કે હીટરનો ઉપયોગ કરીશ
નહિ. (પરંતુ ઠંડીને રોકવા વધારે કપડાં પહેરીશ અને ઓઢીશ) તથા ગરમીથી બચવા પંખો કે એરકંડીશન વાપરીશ નહિ.
WWW.jainelibrary.org
Page #26
--------------------------------------------------------------------------
________________
૨૫
૧૬. ઉઠતા-બેસતાં અને ચાલતાં નીચે જોઈને જીવહિંસા ન
થાય તેમ કાર્યો કરીશ. બોલતાં વાઉકાયની હિંસા ન થાય માટે મુખ ઉપર મુહપત્તિ અથવા રૂમાલ રાખીશ.
ઉપર મુજબના યથાશક્તિ નિયમ પાળીશ તથા નીચેના પાંચ અતિચારો (દોષો) લગાડીશ નહિ. બહુ જ વિવેકવાળું જીવન જીવીશ.
ا
ه
ه
ન સેવવા જેવા પ્રથમ વ્રતના પાંચ અતિચારો (દોષો) ૧. વધ : કોઇપણ જીવને હણવો-મારવી. ૨. બંધ : સાંકળ, દોરી અને પાંજરા આદિથી કોઈપણ
જીવને બંધનમાં રાખવો. છવિચ્છેદ : કાન-નાક વિંધવાં, ચામડીનો છેદ કરવો, ડામ દેવા વિગેરે. અતિભારારોપણ : બળદ, પાડા, ઊંટ વિગેરે પશુઓ અને મજૂરી કરતા મનુષ્યો સુખે સુખે જેટલું ઉંચકી શકે તેનાથી વધારે ભાર તેના ઉપર મૂકવો. બુદ્ધિજીવી
માણસો પાસે નિયત કરેલા કામથી વધારે કામ લેવું. ૫. ભક્તપાનવ્યુચ્છેદ : નોકર-ચાકર અથવા આપણા
આશ્રિત જીવોને ભોજન-પાણીનો વિરહ કરવો. સમયસર ભોજન ન આપવું.
આવા પ્રકારના પાંચ અતિચારો (દોષ) વિના અને ઉપરોક્ત ૧૬ નિયમો યથાશક્તિ પાળવાપૂર્વક પૂલ પ્રાણાતિપાત વિરમણ નામનું પહેલું વ્રત હું પાળીશ.
Page #27
--------------------------------------------------------------------------
________________
૨. સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત
શૂન=મોટુ-મોટુ, પૃષાવા=જૂઠુ બોલવાનો, વિરમ–ત્યાગ એવું વ્રત નિયમ.
જે જૂઠું બોલવાથી હું જૂઠ્ઠાબોલો કહેવાઉં, લોકો વિશ્વાસ ન કરે, ઇજ્જત-આબરૂ નાશ પામે, ફોજદારી ગુન્હો લાગુ પડે એવું મોટું) જૂવું બોલીશ નહિ. આ બીજું સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત કહેવાય છે.
ધંધાકીય સામાન્ય જૂઠુ, આનંદ-પ્રમોદમાં સામાન્ય જૂઠુ, લેવડ-દેવડમાં, માયા-કપટાદિ દોષોની અપેક્ષા વિના વ્યવહારથી નિર્દોષ લાગતું એવું જૂઠુ બોલાઈ જાય તો તેની જયણા. આ વ્રત પાળવામાં નીચેના નિયમો યથાશક્તિ અવશ્ય પાળવા. જે પાળી શકાય તેમ હોય ત્યાં 4 અને ન પાળી શકાય તેમ હોય ત્યાં | આવી નિશાની કરવી. ૧. ઘર-જમીન, દુકાન, સ્થાવર મિલ્કત, સોનું, રૂપુ, હીરા
આદિ ઝવેરાત, સંબંધી લેવડ-દેવડ અને સંગ્રહ આદિમાં
જૂઠું બોલીશ નહિ. ૨. વકીલાતનો ધંધો કરીશ નહિ. કોર્ટોમાં ખોટી સાક્ષી
ભરીશ નહિ. દસ્તાવેજ આદિ ખોટા કાગળો લખીશ નહિ. કોઈને ખોટી શિખામણ આપીશ નહિ. ખોટા
લેખ લખીશ નહિ. ખોટા કેસ કરીશ નહિ. ૩. લગ્ન જોડવામાં ઉંમર-અભ્યાસ આદિ સંબંધી જૂઠું બોલીશ
નહિ. કોઇને પણ વિશ્વાસઘાત કરીશ નહિ. કોઇએ મહારે ત્યાં જમા મૂકેલી થાપણ ઓળવીશ નહિ.
Page #28
--------------------------------------------------------------------------
________________
| ૨૭. ૪. કોઈના પણ ઉપર ખોટા આક્ષેપો-કલંકો આપીશ નહિ.
કોઈને પણ ગાળો કે અસભ્ય વચનો બોલીશ નહિ. પશુ-પક્ષી સંબંધી લે-વેચમાં જૂઠું બોલીશ નહિ. કોઈએ વિશ્વાસથી મને કહેલી ગુપ્તવાત બહાર પ્રકાશિત કરીશ નહિ. આવેશમાં આવીને કોઈને પણ દુઃખ થાય તેવું બોલીશ નહિ.
ઉપરોક્ત નિયમો યથાશક્તિ સાચવીને હું બીજું વ્રત પાળીશ. તેમાં નીચેના પાંચ અતિચારો (દોષો) લગાડીશ નહિ.
ન સેવવા યોગ્ય બીજા વ્રતના પાંચ અતિચારો ૧. મિચ્યોપદેશ : ખોટો ઉપદેશ, ખોટી શિખામણ આપવી તે. ૨. રહસ્યાભ્યાખાન : કોઈ વ્યક્તિએ એકાન્તમાં કહેલી
વાત પ્રસિદ્ધ કરવી તે. ૩. કૂટલેખ ક્રિયા : ખોટા લેખ, દસ્તાવેજ અને કાગળો
લખવા તે. ૪. ન્યાસાપહાર : કોઇએ જમા મૂકેલી થાપણ પચાવી
પાડવી તે. સાકારમ–ભેદ : બીજાની ગુપ્તવાત તેના આકાર " (હાવભાવ)થી જાણીને પ્રસિદ્ધ કરવી તે. પતિ-પત્ની વચ્ચેની ગુપ્ત વાતો પ્રગટ કરવી તે. આ પાંચ દોષો લગાડીશ નહિ એવું બીજું વ્રત હું પાળીશ.
Page #29
--------------------------------------------------------------------------
________________
૩. સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત
ઘૂસ = મોટી, સત્તાવાર = ચોરી, આપ્યા વિનાનું લેવું, વિરમr = ત્યાગ, દ્રત = નિયમ. '' બીજાની માલિકીની કોઈપણ વસ્તુ તે તે માલિકે આપ્યા વિના તેની સમ્મતિ વિના (જેનાથી હું ચોર કહેવાઉં એવી) ફોજદારી ગુન્હાને યોગ્ય વસ્તુ લઈશ નહિ. અર્થાત્ ચોર કહેવાઉં, મારી ઈજ્જત હલકી થાય, ફોજદારી ગુન્હો લાગુ પડે એવી મોટી ચોરી કરીશ નહિ. જ્યાં સારા સંબંધ હોય ત્યાં પેન કાગળ જેવી નાની વસ્તુ અને આડોશ-પાડોશના સંબંધો સારા હોય ત્યારે પાડોશીનાં વાસણ-ઘર જેવી વસ્તુઓ પ્રસંગ પૂરતી પૂડ્યા વિના પણ (જ્યાં ચોરીની બુદ્ધિ નથી ત્યાં) વાપરવાની જયણા.
આ વ્રતમાં નીચેના નિયમો યથાશક્તિ પાળવા જોઈએ. જે પાળી શકાય તેમ હોય અને પાળવાની ઈચ્છા હોય ત્યાં M નિશાની કરવી. અને જે પાળી શકાય તેમ ન હોય ત્યાં !િ આવી નિશાની કરવી. ૧. હું ધન-ધાન્ય સોનુ-રૂપુ દાગીના તથા જમીન આદિની
ચોરી કરીશ નહિ. કોઈની પણ વસ્તુ સમ્મતિ વિના
લઇશ નહિ. . . ૨. ચોરીનો માલ લઇશ નહીં. અને તેવા માલની લે-વેચ
કરીશ નહિ.
Page #30
--------------------------------------------------------------------------
________________
-
૨૯ ૩. હું કોઈના પણ ઘરમાં તેનાં તાળાં તોડવાં, તિજોરી
તોડવી-ખોલવી, કોઈપણ વસ્તુઓ ઉઠાવવી આવાં
ચોરીનાં કામો કરીશ નહિ. ૪. ખોટાં તોલ-માપ રાખીશ નહિ. માલ લેવા માટે | તોલમાપ અધિક વજનનાં અને માલ આપવા માટેનાં
- તોલમાપ ઓછા વજનનાં એમ ખોટું કરીશ નહિ. ૫. કોઇપણ માલમાં ભેળસેળ કરીશ નહિ. સારો માલ
દેખાડી ખોટો માલ આપીશ નહિ તથા ઉપર સારો અને નીચે (અંદર) ખોટો માલ એમ મિશ્ર કરીને આપીશ નહિ. હું કોઈની જમા થાપણની ચોરી કરીશ નહિ તથા દાણચોરી કરીશ નહિ. રાજ્યના કાયદાઓનું ઉલ્લંઘન
કરીશ નહિ. ૭. હું પોતે લાંચ-રૂશ્વત લઇશ નહિ તથા શક્ય હશે ત્યાં - સુધી લાંચ આપીશ પણ નહિ. ૮. રસ્તામાં પડેલી વસ્તુ પણ લઇશ નહિ. ૯. ટિકીટ વિના ટ્રેન-બસ વિગેરેની મુસાફરી કરીશ નહિ. ૧૦. પેન-પેન્સિલ, રબ્બર, ફુટપટ્ટી, કંપાસ, નોટબુક, ચંપલ,
સ્લીપર, સેંડલ કે ટોપી જેવી સામાન્ય વસ્તુઓ પણ માલિકની સમ્મતિ વિના લઈશ નહિ. અને સાથે ભણતા કે ફરતા હોઈએ તેવા માણસોની પણ કોઈ વસ્તુ
પ્રયોજનવશ લઉં તો પણ ચોરીની બુદ્ધિપૂર્વક લઇશ નહિ. ૧૧. સરકારી ખાતાની ટેક્ષ વિગેરેની ચોરી કરીશ નહિ.
Page #31
--------------------------------------------------------------------------
________________
= ૩૦ = ત્રીજા વ્રતના ઉપરોક્ત નિયમો હું પાળીશ. તથા હવે કહેવાતા પાંચ અતિચારો (દોષો) સેવીશ નહિ. તે પાંચ દોષો (અતિચારો) આ પ્રમાણે છે.
ન સેવવા યોગ્ય ત્રીજા વ્રતના અતિચારો ૧. તેનાથોન =ચોરને ચોરીનું કાર્ય કરવામાં સહાયક
થવું, મદદ કરવી તે. ૨. તહિતાવાર =ચોરે લાવેલો ચોરીનો માલ લેવો તે. ૩. વિરુદ્ધચતિમ =રાજ્યના કાયદાનું ઉલ્લંઘન કરવું તે. ૪. રીનાથમાનાર=દેવા-લેવાનાં તોલ-માપ જુદાં જુદાં
રાખવાં તે. ૫. પ્રતિરૂપ વ્યવહાર =સારા-ખોટા માલની ભેળસેળ કરવી તે.
ઉપરોક્ત પાંચ દોષો લગાડીશ નહિ એવું ત્રીજું વ્રત . પાળીશ.
Page #32
--------------------------------------------------------------------------
________________
૪. સ્વદારાસંતોષ વ્રત (પદારા વિરમણ વ્રત)
a = પોતાની, તારી સ્ત્રી (સ્ત્રીને આશ્રયી પુરુષોમાં જ સંતોષ–તૃપ્તિ માનવી, પ~બીજાની, તાર=પત્નીની સાથેનો વ્યવહાર, વિરમ–ત્યાગ. - હું જીવનભર મારી પોતાની પત્નીની સાથેના જ સંસારવ્યવહારમાં સંતોષ માનીશ. (અને સ્ત્રીને આશ્રયી સ્વપુરુષમાં જ સંતોષ માનીશ) પરની પત્ની સાથે, કુમારિકા સાથે, અથવા વેશ્યા આદિ સાથે સંસારવ્યવહાર કરીશ નહીં. આવા પ્રકારનું આ ચોથું વ્રત હું પાળીશ. - (પરદારાવિરમણવ્રત અતિશય ભોગી રાજા-મહારાજાઓ અને કામાસક્ત જીવો માટે જ હોય છે. માટે તેની ચર્ચા અહીં કરી નથી.) આ વ્રત લીધા પછી હું નીચેના નિયમો પાળીશ. પળાય તેમાં Mઅને ન પળાય તેમાં ડી કરીને વ્રતનું પચ્ચખ્ખાણ લેવું. ૧. હું કોઈ પણ સ્ત્રીનાં | પુરુષનાં અંગો અને ઉપાંગો
કામ વિકારની બુદ્ધિપૂર્વક જોઇશ નહિ. ૨. ઉભટ વેશ પહેરીશ નહિ. જે વેશથી શરીરના અંગો
દેખાય અને જોનારને વિકાર-વાસના થાય તેવાં
અર્ધનગ્નાવસ્થાવાળાં અથવા અલ્પ વસ્ત્ર પહેરીશ નહિ. ૩. દિવસે બ્રહ્મચર્ય પાળીશ (મૈથુન ક્રીડા કરીશ નહિ.) ૪. હું મહિનામાં પ-૧૦-૧૨ તિથિએ બ્રહ્મચર્ય પાળીશ.
Page #33
--------------------------------------------------------------------------
________________
ન ૩૨.
૫. સર્વથા બ્રહ્મચર્ય વ્રત પાળવાનો નિયમ ન લઈ શકાય
ત્યાં સુધી ......નો ઉપયોગ કરીશ નહિ. ૬. તીર્થસ્થાનોમાં, પર્યુષણ પર્વ તથા નવપદની ઓળી જેવા
પર્વના દિવસોમાં બ્રહ્મચર્ય પાળીશ. તિર્યંચોની સાથે મૈથુન સેવીશ નહિ તથા પુરુષ-પુરુષની સાથે કે સ્ત્રી-સ્ત્રીની સાથે હસ્તમૈથુન અથવા અત્યંત
વિકારવાળું આલિંગન આદિ કામક્રીડા કરીશ નહિ. ૮. કુમારિકા કે વેશ્યા આદિ સ્ત્રીઓ (જો કે પરની
માલિકીની સ્ત્રી નથી તો પણ તેઓ)ની સાથે સંસારવ્યવહાર કરીશ નહિ. પોતાની પત્નીમાં | પુરુષમાં પણ અત્યન્ત કામાસક્ત
બનીશ નહિ. ૧૦. કામવાસના ઉત્તેજક ટેબ્લેટ, કેસુલ વિગેરે દવાઓ
અથવા એવી કોઈ ઔષધિઓ લઈશ નહિ. ૧૧. હું સ્ત્રીમિત્ર (ગર્લફ્રેન્ડ)/પુરુષમિત્ર (બોયફ્રેન્ડ) રાખીશ નહિ. ૧૨. મનમાં વિકારો પેદા થાય તેવી કામોત્તેજક વાર્તાઓ,
બિભત્સ શબ્દપ્રયોગ, ચલચિત્રો જોવાં કે તેવી સેક્સની
કથાઓ વાંચવાનું કે વંચાવવાનું કામ કરીશ નહિ. ૧૩. લ્યુ ફીલ્મ જોવાનું જોવડાવવાનું કે તેના પ્રોત્સાહનનું
કાર્ય કરીશ નહિ.
સ્ત્રી-પુરુષના સૌન્દર્યની, રૂપની, ટાપટીપની, વેષભૂષાની, અલંકારોની (કામોત્તેજક) વાતો કરીશ નહિ. બહુ ટીકી-. ટીકીને જોઇશ નહિ.
૧૪.
Page #34
--------------------------------------------------------------------------
________________
૩૩
૧૫. જવાબદારી વિનાનાં લગ્નો કે સગપણો કરીશ નહિ,
કરાવીશ નહિ, તેમાં ભાગ લઇશ નહિ. પતિ-પત્નીના
જોડકાની અતિશય પ્રશંસા કરીશ નહિ. ૧૬. કામવિકારની બુદ્ધિએ પરસ્ત્રીનો | પરપુરુષનો સ્પર્શ
કરીશ નહિ. ૧૭. બ્રહ્મચર્યના પાલન માટે “ૐ હ્રીં નમો બંભવયધારીણ”
આ પદની માળા ગણીશ તથા તેમનાથ પ્રભુના ચરિત્રનું અને શ્રી સ્થૂલિભદ્રજીનું સતત સ્મરણ-મનન-ચિંતન તથા
આરાધના કરીશ. તેના દ્વારા કામવાસનાને જીતીશ. ૧૮. જે આસનાદિ ઉપર પરસ્ત્રી બેઠી હોય (અથવા પરપુરુષ
બેઠો હોય) તે આસન ઉપરે સાથે બેસીશ નહિ. ૧૯. હું પરસ્ત્રીની સાથે સ્વસ્ત્રીની નિંદાનું કે અકુશળતાનું
વર્ણન કરવાનું કામ નહિ કરું. (કે જેથી મારા તરફ
પરસ્ત્રી આકર્ષાય નહિ.) ૨૦. બેડરૂમમાં સ્ત્રીનાં, અર્ધનગ્ન સ્ત્રીનાં કે કામોત્તેજક ચિત્રો
રાખીશ નહિ. દિવાલે ચોંટાડીશ નહિ, તથા ગુપ્ત અંગો દેખાય તેવાં ચિત્રો રાખીશ નહિ. (સ્ત્રીને આશ્રયી
પુરુષનાં ચિત્રો) ૨૧. જે આસન ઉપર સ્ત્રી બેઠી હોય તે સ્થાને સ્ત્રી ઉઠી ગયા
પછી પુરુષ બે ઘડી સુધી બેસે નહિ અને જે આસન ઉપર પુરુષ બેઠો હોય તે આસન ઉપર પુરુષ ઉઠી ગયા પછી સ્ત્રી ત્રણ પ્રહર (૯ કલાક) સુધી બેસે નહિ.
Page #35
--------------------------------------------------------------------------
________________
III
૩૪
----
--
-
-
-
-
ઉપરોક્ત નિયમો પાળવાપૂર્વક હું સ્વદારાસંતોષ નામનું આ ચોથું વ્રત પાળીશ. તેમાં નીચેના પાંચ અતિચારો (દોષો) લગાડીશ નહિ.
ન સેવવા યોગ્ય ચોથા વ્રતના અતિચારો . ૧. વિવાદUT = જવાબદારી વિનાનાં પારકાનાં લગ્નો
કરાવવાં, અર્ધ લગ્નો (સગપણ) કરાવવાં. ૨. પરિણીતાન= અલ્પકાળ માટે પર વડે રખાત
રખાયેલી સ્ત્રીની સાથે (પરની સાથે વિવાહિત થયેલી આ પત્ની નથી એમ માનીને) મૈથુ ન સેવન કરવું તે. (સ્વદારાસંતોષીને આ દોષ સેવાય નહિ.
આ દોષ જો સેવે તો તે અનાચાર બને છે.) ૩. અપરિણિતામન =ન પરણેલી અર્થાત્ કુમારિકા સાથે
અથવા વેશ્યાની સાથે વિષયસેવન કરવું તે. (આ પણ દોષ સ્વદારાસંતોષીને માટે
ઉચિત નથી. અનાચારરૂપ થાય છે.) ૪. નંદડા = જે અંગો કામક્રીડાનાં નથી. તે અંગોથી
કામક્રીડા કરવી તે. પ. તીવોમણિ = કામવાસનાની અત્યન્ત તીવ્ર
આસક્તિ રાખવી ઉપરોક્ત અતિચારો (દોષો) લગાડ્યા વિના હું સ્વદારાસંતોષ નામનું આ ચોથું વ્રત પાળીશ.
Page #36
--------------------------------------------------------------------------
________________
૪. પરિગ્રહ પરિમાણ વ્રત
પરિષદ = ધન-ધાન્યાદિ પદાર્થો તથા મૂછ - મમતા, પરમા = માપ ધારવું.
હું નીચે મુજબ ધન-ધાન્ય, સોનુ-રૂપુ વિગેરે વસ્તુઓ તથા મિલ્કત વિગેરે વસ્તુઓ ધારેલા માપથી વધારે રાખીશ નહિ. ૧. ધન = રોકડ નાણું શેરો, ફીક્સ ડીપોઝીટો વિગેરે
સર્વેમાં મળીને ધન વધારેમાં વધારે................થી વધારે રાખીશ નહિ. ખરીદ ભાવે આ માપ
હું ધારું છું. ૨. ધાન્ય = ઘઉં, બાજરી, મકાઇ, ચોખા, મગ વિગેરે સર્વે
ધાન્ય મળીને હું વધારેમાં વધારે ઘરમાં.. કીલોથી અને દુકાનમાં કલોથી વધારે
રાખીશ નહિ. ૩. ક્ષેત્ર = ખુલ્લા પ્લોટો-જમીન અને ખેતર વિગેરે...............
ફુટથી કે મીટરથી વધારે રાખીશ નહિ. . ૪. વાસ્તુ = વસવાટ કરી શકાય તેવાં બાંધેલા મકાનો
બંગલા-હવેલીઓ-દુકાનો-ઓફિસો વધુમાં વધુ
...................થી વધારે રાખીશ નહિ. ૫. રૂપ્ય = ચાંદીના દાગીના અથવા ચાંદી.............ગ્રામથી
વધારે રાખીશ નહિ.
૧૮
...........
Page #37
--------------------------------------------------------------------------
________________
૩૬ ૬. સુવર્ણ = સોનુ અથવા તેના દાગીના........ગ્રામથી
વધારે રાખીશ નહિ. તથા હીરા-માણેક-મોતી વગેરે બાકીનું ઝવેરાત....રકમથી વધારે
રાખીશ નહિ. ૭. કુષ્ય = ઘરની ઘર-વખરી રાચરચીલું અને ફરર્નીચર
વિગેરે સર્વે મળીને..................રકમની કિંમતથી
વધારે રાખીશ નહિ. ૮. દ્વિપદ = ઘરમાં............ ......અને દુકાનમાં ...................થી
વધારે નોકર-ચાકર રાખીશ નહિ. ૯. ચતુષ્પદ = ગાય-ભેંશ-બળદ-ઊંટ-બકરી વિગેરે ચારપગાં
(ચાર પગવાળાં) પ્રાણીઓ.. ..........................થી
વધારે રાખીશ નહિ. આવા પ્રકારનું પાંચમું વ્રત હું પાળીશ. તેમાં નીચેના નિયમો પણ યથાશક્તિ પાળીશ. જે પાળી શકાય તેમ હોય
ત્યાં 4 અને ન પાળી શકાય તેમ હોય ત્યાં Sિી આવી નિશાની કરવી. ૧. ધારેલી મિલ્કત કરતાં વધારે આવક થાય તો સ્ત્રી
પુત્રાદિના નામે ફેરબદલી કરવા દ્વારા મારી મમતાને
પોષીશ નહિ. પરંતુ ધર્મમાર્ગે ખર્ચી નાખીશ. ૨. કોઇપણ એક પરિગ્રહની ધારેલી રકમ બીજા પરિગ્રહમાં
ઉમેરીશ નહિ. ૩. ભાવોની વધઘટે (હૈયામાં માયા રાખીને) ફેરફાર કરીશ
નહિ.
Page #38
--------------------------------------------------------------------------
________________
૪.
૫.
૩૭
સ્કુટર, મોટર વિગેરે સાધનોની કિંમત પણ ધનના પરિગ્રહમાં ગણીશ.
બાપદાદાની વારસાગત મળતી મિલ્કત માટે કે ઘરાકો પાસે લેવાની નીકળતી રકમ માટે કોર્ટનો આશ્રય લઇશ નહિ. શ્રાવકપણાને અનુચિત ક્લેશ-કંકાસ કરીશ નહિ.
ઉપરોક્ત નિયમો પાળવાપૂર્વક હું આ વ્રત પાળીશ. તથા તે વ્રતના નીચે મુજબ પાંચ અતિચારો સેવીશ નહિ. ન સેવવા યોગ્ય પાંચમા વ્રતના અતિચારો
१. धनधान्यप्रमाणातिक्रम = ધન અને ધાન્યના ધારેલા માપનું ઉલ્લંઘન કરવું તે.
૨. ક્ષેત્રવાસ્તુપ્રમાળાતિમ
=
ખુલ્લી જમીન અને બાંધેલા મકાનોના ધારેલા નિયમોનું ઉલ્લંઘન કરવું તે. 3. हिरण्यसुवर्णप्रमाणातिक्रम = ઝવેરાતના ધારેલા માપનું ઉલ્લંઘન કરવું તે.
૪. વાસીવાસપ્રમાળાતિમ = નોકર-ચાકર, સ્ત્રી-પુરુષ તથા પશુના માપનું ઉલ્લંઘન કરવું તે.
૫. પ્યપ્રમાળાતિમ = ફ૨ર્નીચર તથા રાચરચીલાના માપનું ઉલ્લંધન કરવું તે.
ઉપરોક્ત પાંચ અતિચારો વિના હું આ પાંચમું વ્રત
પાળીશ.
Page #39
--------------------------------------------------------------------------
________________
૬. દિમ્પરિમાણ વ્રત
(પ્રથમ ગુણવત) વિ=દિશાનું, પરિમા=માપ ધારવું તે. વ્રત–નિયમ.
મારા નિવાસસ્થાનથી ચારે દિશાઓમાં, ચારે વિદિશાઓમાં ઉપર અને નીચે એમ કુલ દસે દિશાઓમાં................ માઇલથી (અથવા કીલોમીટરથી) વધારે દૂર જઈશ નહિ. તેમાં યથાશક્તિ નીચેના નિયમો પાળીશ. શક્ય હોય ત્યાં 4 અને શક્ય ન હોય ત્યાં d નિશાની કરવી. ૧. એક દિશાનું માપ (ન જવાનું હોય એટલે) બીજા
દિશામાં (જયાં જવાનું બન્યું છે ત્યાં) ઉમેરીશ નહીં. અમેરિકા-આફ્રિકા-ઇંગ્લેન્ડ, જર્મન અને જાપાન જેવા દેશોમાં જઇશ નહિ. (ભારત બહાર જઇશ નહિ) અથવા જવું જ પડે તો તે તે દેશોમાં .............વારથી વધારે વાર જઇશ નહિ. વિદેશોમાં જ વસતા ભાઈ-બહેનોએ પણ પોતાના નિવાસવાળા દેશ વિના બીજા દેશોમાં જવા-આવવાની ઉપર મુજબ ધારણા કરવી. જીવનમાં...થી વધારે વાર પ્લેનમાં મુસાફરી કરીશ નહિ. જીવનમાં.........................થી વધારે વાર સ્ટીમ્બર, લોંચ, હોડી અને વહાણ દ્વારા દરિયાઈ મુસાફરી કરીશ નહિ. હું ચોમાસામાં તીર્થયાત્રા વિના.... .......થી વધારે વાર
બહારગામ જઈશ નહિ. ૬. ચોમાસામાં ભારતમાં જ રહીશ. (અથવા મારા
છે
કે
;
Page #40
--------------------------------------------------------------------------
________________
૯.
૩૯ વસવાટવાળા દેશમાં જ રહીશ.) અને ભારતમાં પણ રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, તામિલ, કર્ણાટક, આ% આદિ પ્રાન્તીય દેશોમાં પણ..................થી વધારે વાર જઈશ નહિ. ખાસ અનિવાર્ય કારણ વિના રાત્રે ૧૧-૧૨ વાગ્યા
પછી ઘર બહાર જઈશ નહિ. ૮. પર્યુષણ જેવા મહાપર્વના દિવસોમાં વિશિષ્ટ કારણ વિના
ગામ બહાર જઇશ નહિ. ધર્મનાં કાર્યો માટે અથવા જૈન શાસનની પ્રભાવના અર્થે ધારેલા દિશાના નિયમથી અધિક જવું પડે તો તેની જયણા.
છઠ્ઠા વ્રતના ઉપરના નિયમો હું યથાશક્તિ પાળીશ. તથા નીચેના અતિચારો લગાડીશ નહિ.
ન સેવવા યોગ્ય છટ્ટા વ્રતના અતિચારો ૧. યુદ્ધતિશતિમ = ઉપરની દિશામાં ધારેલા માપથી
અધિક જવું તે. ૨. મોલિશાવ્યતિદો = નીચેની દિશામાં ધારેલા માપથી
અધિક જવું તે. ૩. તિવિવ્યિતિ = ચારે દિશા-વિદિશામાં ધારેલા
માપથી અધિક જવું તે. ૪. ક્ષેત્રવૃદ્ધિ = એક દિશાનું માપ બીજી દિશામાં ઉમેરવું તે. પ. અતિતન = દિશાઓમાં જવા-આવવાનું ધારેલું
માપ ભૂલી જવું તે. ઉપરોક્ત અતિચારો (દોષો) વિનાનું આ છઠું દિષ્પરિમાણ વ્રત હું પાળીશ.
Page #41
--------------------------------------------------------------------------
________________
ભોગોપભોગ વિરમણ વ્રત (બીજું ગુણવ્રત)
મો=એકવાર જેનો ઉપયોગ થાય તેવી વસ્તુ, જેમ રાંધેલું ધાન્ય. ૩૫મોન=વારંવાર જેનો ઉપયોગ થાય તેવી વસ્તુ. જેમ કે કપડાં, દાગીના, સ્ત્રી વિગેરે. વિમળ=ત્યાગ. આવશ્યકતા વિનાના ભોગ-ઉપભોગનો ત્યાગ.
૭.
હું મારા જીવનમાં ભોગની સામગ્રી.......... કિંમતથી વધારે અને ઉપભોગની સામગ્રી...............કિંમતથી વધારે રાખીશ નહિ. અને આ વ્રતના અનુસંધાનમાં ઘણાં પાપ કરાવનારા એવા ૧૫ કર્માદાનના વેપારો (ધંધાઓ) શક્ય બનશે તેટલા ત્યજી દઇશ. (કરીશ નહિ), આ વ્રત પાળવામાં નીચેના નિયમો યથાશક્તિ પાળીશ. પાળી શકાય તેમાં અને ન પાળી શકાય તેમાં [૪] નિશાની કરવી.
વા૨ કે ૩ વારથી વધારે વાર
૧. દિવસમાં ૧ વાર, ૨ ભોજન કરીશ નહિ.
૨. પ્રત્યેક ટંકના ભોજનમાં ૫/૬/૭ અથવા યથોચિત દ્રવ્યોથી વધારે પદાર્થોનું ભોજન કરીશ નહીં.
૩.
જોડીથી વધારે કપડાં સ્ટોકમાં રાખીશ નહિ
.ગ્રામથી વધારે દાગીના સોનાના રાખીશ નહીં તથા ચાંદીના દાગીના..................ગ્રામથી વધારે અને અન્ય ઝવેરાતના દાગીના................
કિંમતથી વધારે
રાખીશ નહિ.
Page #42
--------------------------------------------------------------------------
________________
૪૧
૭.
રાંધેલું ,
૪. દરરોજ ચૌદ નિયમો ધારીશ. સાંજે-સવારે તે નિયમો
સંક્ષેપીને બીજા નિયમો ધારીશ. ૫. બીડી-સીગારેટ, તમાકુ-હોકી, ગુટકા, માવા, પાન,
મસાલા, માણેકચંદ, સોપારી, ચરસ, અફીણ, બ્રાઉન સુગર
વિગેરેનો ઉપયોગ કરીશ નહિ. ૬, મદિરાપાન, વેશ્યાગમન, શિકાર અને જુગારનાં પાપો
કરીશ નહિ. રાંધેલું વાસી અનાજ રાખીશ નહિ, ખાઈશ નહિ, રાત્રિભોજન કરીશ નહિ. (રાત્રે જમવું જ પડે, એવી આજીવિકા
હોય તો રાત્રે એક વાર જમ્યા પછી નહિ જમું.) ૮. અનંતકાય (કંદમૂળ)નો સર્વથા ત્યાગ રાખીશ. ૯. અભક્ષ્ય વસ્તુઓનું ભક્ષણ કરીશ નહિ અથવા ૧-૨
૩ વસ્તુ વિના બીજાં અભક્ષ્ય પદાર્થો ખાઇશ નહિ. ૧૦. ઇંડાં ખાઇશ નહિ, વેચીશ નહિ, ફોડીશ નહિ. ૧૧. આર્ટ્ઝ નક્ષત્ર પછી કેરીનો ત્યાગ કરીશ. કોબીજ, ફુલાવર
તથા તેનાં શાક ખાઇશ નહિ. ૧૨. ચરબી અને ઇંડાના રસવાળી ચોકલેટ, કેટબરી ખાઈશ નહિ.
: " ૧૩. કાચા દૂધ-દહીની સાથે કઠોળ કે તેની બનાવટનો
ઉપયોગ કરીશ નહિ. ૧૪. હું હૉટલનું ખાઇશ નહિ. બજારનું ખાઇશ નહિ, ઉભા
ઊભા ખાઇશ નહિ.
Page #43
--------------------------------------------------------------------------
________________
મા બાપ ના પs : SOOR * * * 4 4 + + 5
+
'
બe --1 -
r '
ss +
-
- +
-
*
:
'
,
+
+,
,
-
N
*
૧૫. ફર્ટીલાઈઝર દવાઓનો ઉપયોગ. કરીશ નહિ. કેરોસીન,
પેટ્રોલ, ડીઝલ અને ગેસ વેચવાનો ધંધો કરીશ નહિ. ચરબીવાળા સાબુ, ટૂથપેસ્ટ વિગેરેને વેચવાનો ધંધો કરીશ
નહિ તથા તેવી વસ્તુઓ હું વાપરીશ નહિ. ૧૬. હું બ્રેડ, પાઉં, ટોસ, સેન્ડવીચ, પાઉંભાજી ખાઇશ નહિ. ૧૭. હું માછલાં પકડવાની જાળ વેચવાનો ધંધો કરીશ નહિ,
પોપટ તથા ઉંદર આદિનાં પાંજરાં વેચવાનો ધંધો કરીશ
નહિ તથા મત્સ્યોદ્યોગ કરીશ નહિ. - સાતમું વ્રત બરાબર પાળવા માટે ૨૨ અભક્ષ્ય, ૩૨ અનંતકાય, ૧૪ નિયમો અને ૧૫ કર્માદાન સમજવા જરૂરી છે. તે સર્વેનું ટુંકાણમાં સ્વરૂપ આ પ્રમાણે છે :
૨૨ અભક્ષ્ય ૧. માંસ : માંસ, ઇંડા, માછલી, કોડલીવર ઓઇલ. ૨. મધ : માખીઓનું, ભમરાઓનું, કુત્તિયનું (એક પ્રકારનું - શુદ્ર જતુનું) મધ, ૩. માખણ : દહીંને વલોવીને કાઢેલું, છાશમાં ડૂબેલ માખણ
અભક્ષ્ય ન ગણાય.) ૪. મદિરા : દારૂ, ચરસ, ગાંજો બ્રાઉન સુગર, તમાકુ, વિગેરે. ૫. ઝેર : સોમેલ, વચ્છનાગ, હરતાલ, પોટાશીયમ, અફીણ વિ. ૬. બહુબીજ : જેનો ગર્ભભાગ (ખાઘભાગ) જુદો ન પડી છે. શકે તેટલાં બધાં બીજવાળી વસ્તુ, જેમ કે ખસખસ,
અંજીર, જામફળ વિગેરે.
Page #44
--------------------------------------------------------------------------
________________
-
-
-
.
-
-
- + +
-
-
-
-
-
- -
+
1
=
1
૭. બોળો : ચાસણી, તડકા આપ્યા વિનાનાં અથાણાં, ત્રણ
દિવસ પછીનાં રાયતાં ચટણી વિગેરે. " ૮. દ્વિદળ : કાચા દૂધ, દહીં અને છાશ સાથે કઠોળ, ગવાર,
કુમટીઆ ખાવા તે. ૯. તુચ્છફળ: જેમાં ખાવાનું થોડું હોય અને ફેંકી દેવાનું વધારે
હોય છે, જેમકે ચણીબોર, પીચ, પીલુ, ફાલસા, સીતાફળ. ૧૦. અજાણ્યાં ફળ : કોઈ ન ઓળખી શકે તેવા અર્થાત્
- અજ્ઞાત ફળ. ૧૧. રાત્રિભોજન : સૂર્યાસ્તથી બીજા દિવસના સૂર્યોદય પૂર્વે
અંધકારમાં ભોજન કરવું તે. ૧૨. ચલિતરસ : જે ભોજનનાં રૂપ રસ બદલાઈ ગયાં હોય
તે. ઉતરી ગયેલું ભોજન. ૧૩. કરા : ઉંબર-કાલુંબર વિગેરે. ૧૪. પીપળો : એક પ્રકારનું વૃક્ષ, પીંપળો, વડનાં ફળ. ૧૫. માટી : કાચી માટી. ૧૬. રીંગણ : રીંગણાં તથા રીંગણાંની જાતિ.” ૧૭. બરફ : બરફ, મશીનનો આઈસ, આઇસ્ક્રીમ,ગુલ્ફી વિગેરે. ૧૮. મૂળા : મૂળા તથા મૂળાની ડાંડલી-પાંદડાં વિગેરે અંગો. ૧૯. કેરી : આદ્ર નક્ષત્ર બેઠા પછી કેરી આમ્રફળ. ૨૦. અષાડ ચાતુર્માસ : અષાડ સુદ ૧૪ પછી પંદર દિવસથી
અધિક કાળની મીઠાઈ, લોટ વિગેરે.
Page #45
--------------------------------------------------------------------------
________________
૪૪ E ૨૧. કારતક ચાતુર્માસ : કારતક સુદ ૧૪ પછી એક માસથી
અધિક કાળની મીઠાઈ, લોટ, ખાખરા વિગેરે. ૨૨. ફાગણ ચાતુર્માસ : ફાગણ સુદ ૧૪ પછી વીસ દિવસથી
અધિક કાળની મીઠાઈ લોટ, ખાખરા વિગેરે તથા કાજુદ્રાક્ષાદિ મેવા વિગેરે. આ બાવીસ પદાર્થો અભક્ષ્ય (ખાવાને માટે અયોગ્ય જાણવા)
૩૨ અનંતકાય ૧. આદુ, ૨. બટાટા, ૩. કાંદા, ૪. લસણ, ૫. ગાજર, ૬. સૂરણ, ૭. સક્કરીયાં, ૮. રતાળુ, ૯. પીંડાળુ, ૧૦. મૂળકંદ, ૧૧. વજકંદ, ૧૨. હીરલીકંદ, ૧૩. ખીરસુઆ કંદ, ૧૪. ખીલોડા, ૧૫. લોઢી, ૧૬. ગરમર, ૧૭. થેગ, ૧૮. લીલો કચરો, લીલી હળદર, લીલી મોથ, લીલી ગળો, ૧૯. લુણીની છાલ, ૨૦. લુણીવાંસ, ૨૧. કારેલી, ૨૨. કુણી આંબલી, ૨૩. કુમારપાઠાં, ૨૪. થોરની જાતિ, ૨૫. શતાવરી, ૨૬. ભૂમિફોડા, ૨૭. વત્થલાભાજી, ૨૮. પાલકભાજી, ૨૯. મુઅરવલ, ૩૦. સેવાલ, ૩૧. કુણી વનસ્પતિ, કુણા અંકુરા અને કુણાં ફળો તથા ૩૨. કિસલય (કુપળો) વિગેરે વસ્તુઓ અનંતકાય છે.
અનંતા જીવો એક શરીરમાં જ્યાં રહે તે અનંતકાય. (આ અનંતકાયને કંદમૂળ અને સાધારણ વનસ્પતિકાય પણ કહેવાય છે. તે જીવનભર ત્યજી દેવા જોઈએ, તથા અનંત જીવો જ્યાં નથી પરંતુ ઘણા જીવોની હિંસા હોવાથી તામસી પરિણતિ થતી હોવાથી અને આરોગ્યને નુકશાનકારક હોવાથી ખાવાને માટે જે અયોગ્ય છે તે અભક્ષ્ય.) શક્ય હોય ત્યાં સુધી સર્વે અભક્ષ્ય પણ ત્યજી દેવાં જોઇએ.
Jạin Education International
Page #46
--------------------------------------------------------------------------
________________
= ૪૫ હવે ચૌદ નિયમો પ્રતિદિન ધારવાના આ પ્રમાણે છે :૧. સચિત્ત : જીવવાળી વસ્તુ તે સચિત્ત, હું આજે સચિત્ત
વસ્તુનો સર્વથા ત્યાગ કરીશ. અથવા............થી વધુ
સચિત્ત વસ્તુ વાપરીશ નહીં. ૨. દ્રવ્ય : ખાવા લાયક પદાર્થ. હું આજે દ્ર વ્યોથી
વધારે દ્રવ્યો વાપરીશ નહીં. ૩. વિગઈ : વિકાર કરે તે. નરકાદિ ગતિમાં લઈ જાય તે
વિગઈ કહેવાય. માંસ, મધ, માખણ અને મદિરા આ ચાર મહાવિગઈનો હું જીવનભર ત્યાગ કરું છું. અને ઘી, તેલ, દૂધ, દહીં, ગોળ અને તળેલું. આ છે લઘુવિગઈ છે. આ છ વિગઈઓમાંથી આજે હું...........વિંગનો
ઉપયોગ કરીશ નહિ. ૪. વાણહ : ઉપાનહ : ચંપલ, બૂટ, સેંડલ, પગરખાં મોજાં
વિગેરે હું આખા દિવસ દરમ્યાન (અથવા રાત્રિ દરમ્યાન).........................જોડીથી વધારે ચંપલાદિનો
ઉપયોગ કરીશ નહિ. ૫. તંબોલ : મુખવાસ, હું આજે. .ગ્રામથી વધારે | મુખવાસ લઈશ નહિ. ૬. વસ્ત્ર : હું આજે જોડીથી વધારે વસ્ત્રો પહેરીશ
નહિ. ૭. કુસુમ હું આજે ....ગ્રામથી વધારે વસ્તુઓ સુંધીશ
નહિ. ૮. વાહનઃ આજે............થી વધારે મોટર, ટ્રેન,
ઘોડાગાડી કે રીક્ષા વિગેરે વાહનનો ઉપયોગ કરીશ નહિ.
Page #47
--------------------------------------------------------------------------
________________
"
10. વિલય આજે
એ છાહ્મચી
થઈને
આ
| ૪૬ ૯. શયન : હું આજે બેસવા માટે અને સુવા માટે........થી
વધારે બેઠક-શયાનો વપરાશ કરીશ નહિ. ૧૦. વિલેપન : શરીરે લગાડવાની વસ્તુઓ જેમ કે તેલ, પાવડર
વિગેરે, હું આજે. .ગ્રામથી વધારે વસ્તુઓ વાપરીશ નહિ. ૧૧. બ્રહ્મચર્ય : હું આજે દિવસે બ્રહ્મચર્ય પાળીશ. રાત્રે પણ
બ્રહ્મચર્ય પાળીશ. અથવા સ્વદારાસંતોષી થઇને રહીશ. ૧૨. દિશા : હું મારા નિવાસસ્થાનથી ચારે દિશા ચારે વિદિશા,
ઉપર અને નીચે...........................કિલોમીટરથી વધારે
ગમનાગમન કરીશ નહિ. ૧૩. સ્નાન : હું આજે..........થી વધારે વાર સ્નાન કરીશ નહિ. ૧૪. ભોજન : ત્રણે ટંકનું મળીને કુલ આજે ભોજન હું.........
કિલોથી વધારે કરીશ નહિ. પૃથ્વીકાય : કાચુ મીઠું, હાથ ધોવા માટેની માટી વિગેરે
મળીને હું આજે ......ગ્રામથી વધારે પૃથ્વીકાયનો
ઉપયોગ કરીશ નહિ. અષ્કાય ઃ પીવામાં........................ગ્રામથી વધારે પાણીનો ઉપયોગ
કરીશ નહિ. ન્હાવામાં.. .....................ડોલથી વધારે પાણીનો ઉપયોગ કરીશ નહિ. કપડાં ધોવામાં તથા વાસણ માંજવામાં ઓછું પાણી વપરાય તેનો ઉપયોગ રાખીશ. નદી, તળાવ, સરોવર અને સમુદ્ર જેવા બહોળા પાણીમાં
સ્નાન અને વસ્ત્ર ધોવાણ કરીશ નહિ. તેઉકાય : આજે હું.....લાઈટ ચુલા, અથવા.... ઘરની
લાઈટ ચુલાથી વધારે અગ્નિનો વપરાશ કરીશ નહિ. તથા ટીવી, ફ્રીઝ, વોશીંગમશીન, ઘરઘંટી, હીટર ટેપરેકર્ડ આદિમાં શક્ય બનશે તેટલી અગ્નિકાયની હિંસા ઓછી કરીશ.
Page #48
--------------------------------------------------------------------------
________________
-
-
વાઉકાય : હું આજે............થી વધારે પંખા, ............થી
વધારે હિંચકા, ..........થી વધારે એરકંડીશનનો ઉપયોગ
તથા..................થી વધારે ચાલણીનો વપરાશ કરીશ નહિ. વનસ્પતિકાય : ફળ, ફ્રુટ, શાક, ભાજી વિગેરે સર્વે
મળીને ..કિલોથી વધારે વનસ્પતિનો ઉપયોગ
કરીશ નહિ. અસિ : છેદવાનાં સાધન જેમ કે સોય, કાતર. છરી, ચપ્પ,
શસ્ત્ર, બ્લેડ, ટાંકણી વિગેરે. આજે હું સર્વે મળીને.....થી
વધારે આ સાધનોનો ઉપયોગ કરીશ નહિ. મસિ : લખવાનાં સાધન જેમ કે પેન, બોલપેન, પેન્સિલ,
ચોક વિગેરે. આજે હું સર્વે મળીને ...........થી વધારે
આ સાધનોનો ઉપયોગ કરીશ નહિ. કૃષિ : ખેતીનાં સાધનો જેમ કે હળ વિ. હું આજે ખેતીનું કાર્ય કરીશ નહીં. અથવા..............થી વધારે સાધન વાપરીશ નહિ.
ચૌદ નિયમોની સાથે પાંચ કાયની હિંસાનું પરિમાણ તથા અસિ-મસિ અને કૃષિનું માપ ધારવું જરૂરી છે. આ ચૌદ નિયમો એક દિવસ પુરતા સવારે ધારવાના, સાંજે વાપરેલી વસ્તુઓને યાદ કરી જેટલી વસ્તુ ન વાપરી હોય તેટલી વસ્તુઓ લાભમાં એમ બોલીને સંક્ષેપવું. એ જ રીતે રાત્રિના નિયમો વિષે સવારે સંક્ષેપવાનું સમજવું. એમ પ્રતિદિન આચરવું.
આ જીવમાં જેનાથી ઘણાં વધારે કર્મો બંધાય તે કર્માદાન એવાં ૧૫ કર્માદાન છે. તે શક્ય હોય ત્યાં સુધી જીવનભર વર્જી દેવાં જોઈએ. અથવા ન જ વર્જી શકાય તેવાને બકાત કરી શેષ આ કર્માદાનો ત્યજી દેવાં જોઈએ. તે આ પ્રમાણે :-
Page #49
--------------------------------------------------------------------------
________________
૧૫ કર્માદાનો ૧. ઈંગાલકર્મ : અગ્નિની ભઠ્ઠીઓ ચલાવવી પડે તેવાં
લોખંડ, પીત્તળ, તાંબુ વિગેરે ધાતુઓ ઓગાળવાનો, કોલસા પાડવા, ઈટો પકવવી, નળીયાં પકવવાં, કાચ બનાવવા ઇત્યાદિ વેપારો તે પ્રથમ કર્માદાન. વનકર્મ : જંગલોમાં વૃક્ષો કાપવાં, બાળવાં, લાકડાં કાપવાં-લાવવાં-વેચવાં, માળી-ખેડૂત-કઠીયારાનો ધંધો કરવો. શકટકર્મ : ગાડાં-બળદ-સ્કૂટર-સાઇકલ-મોટર વિગેરે
વાહનો લેવાં-વેચવાં. ૪. ભાટકકર્મ : ગાડાં, ઘોડા, ઊંટ, બળદ પાડા વિગેરે
પશુઓ ભાડુ મેળવવા આપવાં અથવા તેના દ્વારા ભાડુ મેળવવાનો ધંધો કરવો. તથા મોટર, ટ્રક, ટેમ્પો વિગેરે ભાડે ફેરવવા, ભાડે આપવા વિગેરે. સ્ફોટકકર્મ કૂવા, વાવ, તળાવ વિગેરે ખોદવા, ખોદાવવાં, તથા ભરેલાં તળાવ વિગેરે ખાલી કરવા-કરાવવાં આવા
કાર્યો કરવાનો કોન્ટ્રાક્ટરનો ધંધો કરવો તે. ૬. દંત વેપાર : હાથીદાંત, શિંગડાં તથા મોતી વિગેરેનો - વ્યાપાર. ૭. લાખવેપાર : લાખ, કુસુંબો, હડતાળ વિગેરેનો વ્યાપાર. ૮. રસવેપાર : ઘી, તેલ, ગોળ, દૂધ, દહીંનો વેપાર.
Page #50
--------------------------------------------------------------------------
________________
૪૯ ૯. કેશવેપાર : ઘેટાં, બકરાં, વિગેરેના વાળનો (ઉનનો)
વેપાર, મોર, પોપટ વિગેરેના પીંછાનો વેપાર કરવો તે. ૧૦. વિષવેપાર : અફીણ, સોમલ, બીડી, તમાકુ, સીગારેટ,
દારૂ વિગેરેના વેપાર કરવા તે. ૧૧. યંત્રપાલનકર્મ ઘંટી, ચરખા, ઘાણી અને મીલ ચલાવવી. ૧૨. નિલીંછનકર્મ : ઊંટ, બળદ, છોકરા, છોકરી વિગેરેનાં
નાક-કાન વિંધવાં. તથા અંગચ્છેદ કરવો તે. ૧૩. દવદાનકર્મ : જંગલ, ઘર બાળવું, કચરો ભેગો કરી
સળગાવવો ઘાસ કે વનસ્પતિ સળગાવવી. ૧૪. સરદ્રતતડાગશોષ : સરોવર, કહ, તળાવ, કૂવા શોષવા,
સુકવવા, ખાલી કરવા, એકનું પાણી બીજામાં નાખવું
વિગેરે. ૧૫. અસતીપોષણ કૂતરાં, બીલાડાં, વિગેરે હિંસક પ્રાણીઓને
પાળવાં તથા દુરાચારી જીવનું પોષણ કરવું તે.
ઉપર કહેલાં ૩૨ અનંતકાય હું કાયમ માટે ત્યજી દઉં છું. ૨૨ અભક્ષ્ય પણ ત્યજું છું. અથવા ૧-૨-૩ અભક્ષ્ય વિના શેષને ત્યજી દઉં છું. દરરોજ સવારે અને સાંજે ચૌદ નિયમો ધારીશ. અને આ પંદર કર્માદાનોના વેપારીને છોડી દઈશ. જો આ પન્નરમાંના કોઈ એકાદ વેપાર વિના મારી આજીવિકા ચાલે તેમ નહીં હોય તો તેની જયણા. આવા નિયમવાળું આ સાતમું વ્રત હું પાળીશ. તથા નીચેના પાંચ અતિચારો (દોષ) નહીં લગાડું.
Page #51
--------------------------------------------------------------------------
________________
- -
-
-
-
૫૦ == ન સેવવા યોગ્ય પાંચ અતિચારો ૧. રમણિી = જીવવાળી જે વસ્તુ તે સચિત્ત, તેનો
આહાર કરવો તે, જેમકે દાડમ, લીંબુ, કેરી, કાચુ મીઠું, પપૈયુ, કાકડી, ટામેટાં, ભીંડા કોચું પાણી
વિગેરે. ૨. રત્તસંવહાર = સચિત્તની સાથે સંબંધવાળુ ખાવું તે.
જેમ કે બોર. ૩. સરિસંમિશ્રાહાર = સચિત્તથી મિશ્ર કરેલ આહારાદિ
વાપરવો. જેમકે લીંબુના રસથી મિશ્ર કરેલાં દાળ- શાક વિગેરે. ૪. મિષત્રિમાહિર = વાસી આહાર, બોળ, અથાણું, વિગેરે
ખાવું. મદિરા આદિ માદક પદાર્થોનો આહાર કરવો. વિવિધ પદાર્થોના મિશ્રણથી તૈયાર થયેલ મદિરા
આદિ વિકારક પદાર્થોનું સેવન કરવું. ૫. તુષ્યવિવાદાર = બરાબર નહીં રંધાયેલો કાચો-પાકો આહાર
ખાવો તે. ઉપરના પાંચે અતિચારો ત્યજીને હું આ વ્રત પાળીશ.
Page #52
--------------------------------------------------------------------------
________________
૮. અનર્થદંડ વિરમણ વ્રત
(ત્રીજું ગુણવ્રત) ૩નર્થ=બીનજરૂરી, આવશ્યક્તા વિનાનું. ઇ૬= પાપ, તેનું વિરમ–ત્યાગ.
જીવન જીવવામાં જે જે પાપો બિનજરૂરી છે. એટલે કે જે જે પાપો કરવાં આવશ્યક નથી. ન કરીએ તો પણ ચાલે તેમ છે. આનંદ ચમન, માન અને મોભા માટે જ જે પાપો કરાય છે તેવાં પાપોને અનર્થદંડ કહેવાય છે. તેવાં બિનજરૂરી પાપોથી અટકવું તેનો ત્યાગ કરવો અથવા પ્રમાણ કરવું તેને અનર્થદંડ વિરમણ વ્રત કહેવાય છે. આ વ્રત નીચેના નિયમોથી હું જીવનભર પાળીશ. ૧. આપઘાત, ખૂન અને સેક્સી વિચારો હું કરીશ નહીં
અને તે પાપો કરવાના વિચારો આવશે તો સાચા
હિતોપદેશકનું શરણું લઈશ. ૨. હું છૂટાછેડા લઇશ નહીં. આપીશ નહિ-અપાવીશ નહિ, " આપવાની સલાહ આપીશ નહિ. તથા પુનર્લગ્નની પણ
સલાહ આપીશ નહીં. લવમેરેજ, કોર્ટ લગ્ન, કુટુંબ નિયોજન તથા તેના સાધનોનો ક્યુયોગ કરીશ નહિકરાવીશ નહિ અને તેમ કરવાની કોઈને સલાહ આપીશ નહિ.
Page #53
--------------------------------------------------------------------------
________________
પર
રાત્રિભોજન કરાય, બટાકા- ડુંગળી-લસણ વિગેરે કંદમૂલ ખવાય, M. C. માં બધાં જ કામો થાય. ઇત્યાદિ ભગવાનની આજ્ઞાથી વિરૂદ્ધ પાપકાર્યો કરવાનો ઉપદેશ આપીશ નહિ. અપાવીશ નહિ અને આવા વિરુદ્ધ ઉપદેશ આપનારને ચલાવી લઇશ નહિ. (સહન કરી
લઈશ નહિ.) ૪. ઘણી હિંસાવાળા હિંસક ધંધાઓ કરવાનો ઉપદેશ, સલાહ
કે શિખામણ આપીશ નહિ. લોટરીની ટીકીટ, પૈસાની શરતો, સટ્ટો, ગંજીપત્તાની રમત, જુગાર, પશુ-પક્ષીઓને લડાવવાં, મારવાં, શૂટ કરવાં, તથા તેવાં હિંસક કાર્યોની ટી. વી., વિડીઓ જોવી. મટકાના આંકડા લગાવવા. નવરાત્રિના ડીસ્કો દાંડીયારાસનું આયોજન કરવું. તથા જોવું, ગરબા, ડાન્સ, આ બધાં કાર્યો કરીશ નહિ. કરાવીશ નહિ અને જોઈશ પણ નહિ. હોળી-ધુળેટી વિગેરે પર્વોમાં રંગથી રમીશ નહિ. કોઈની ઠઠ્ઠી મશ્કરી-મજાક કરીશ નહિ. ફટાકડા ફોડીશ નહિ, વેચીશ નહિ, ઘરમાં હીરો અને હીરોઈનનાં કેલેન્ડર રાખીશ નહિ. બિભત્સ અને અર્ધનગ્ન ચિત્રો પાસે
રાખીશ નહિ અને ઘરની દિવાલોમાં લગાવીશ નહિ. ૭. નાટક, સિનેમા, તમાસા, સરકસ, જીવનભર જોઈશ
નહિ અથવા એક માસમાં ............થી વધારે જોઈશ નહિ.
Page #54
--------------------------------------------------------------------------
________________
૮.
૫૩
પતંગ ચગાવવાનું, ક્રિકેટ મેચ જોવાનું, ક્રિકેટ રમવાનું, કોમેન્ટ્રી સાંભળવાનું વિગેરે આ કાર્યો હું કરીશ નહિ. અથવા ૧ દિવસમાં..............કલાકોથી વધારે સમય તેમાં ગાળીશ નહિ.
૯. ઉપરના કાર્યોની (એટલે કે ક્રિકેટ મેચ વિગેરેની) શરત લગાવીશ નહિ. જુગાર ખેલીશ નહિ.
૧૦. ટી. વી., વીડીયો વસાવીશ નહિ અથવા કદાચ વસાવવું પડે તો પણ દેશના મુખ્ય મુખ્ય સમાચારો સિવાય જોઇશ નહિ-વગાડીશ નહિ. તથા કેબલ-ડીસ્કનું કનેકશન લઇશ નહિ. તેનો વ્યવસાય કરીશ નહિ.
૧૧. કોઇ પાપકાર્ય થઇ જ ગયું હોય તો પાછળથી તેની પ્રશંસા કરીશ નહિ. પરંતુ તેનો પસ્તાવો કરી આલોચના લઇશ. ૧૨. કોઇ પુણ્યકાર્ય મેં કર્યું હોય તો પાછળથી તેનો પસ્તાવો કે નિંદાનું કાર્ય કરીશ નહિ. પરંતુ અનુમોદના કરીશ. ૧૩. કોઇની નિંદા, ઠઠ્ઠા, મશ્કરી, મજાક, કર્કશ વચનો બોલવાં. વ્યંગ-કટાક્ષ-મેણાં-ટોણાં બોલવાં. આવાં પાપો કરીશ નહિ.
૧૪. ગુસ્સો કરીશ નહિ. છતાં થઇ જાય તો...........રૂપિયા શુભ ખાતામાં વાપરીશ.
૧૫. દિવસે ઊંઘીશ નહિ. અથવા.............થી વધારે કલાક ઊંઘીશ નહિ.
૧૬. રાત્રે.................કલાકથી વધારે ઊંઘીશ નહિ.
Page #55
--------------------------------------------------------------------------
________________
૧૭. મ્યુઝીયમ જોવા જવું, કુકડાનું યુદ્ધ, મલ્લયુદ્ધ અને
ઘોડાના રેસ જોવા જવું ઇત્યાદિ કાર્યો કરીશ નહિ. ન તથા તેની શરતો લગાવીશ નહિ. ૧૮. પર્વતિથિ, બે નવપદની ઓળી, પર્યુષણ પર્વ, ત્રણ છે. ચોમાસીની અટ્ટાઇ ઇત્યાદિ મોટા દિવસમાં દળવાનું,
ખાંડવાનું, પીસવાનું કે કપડાં ધોવાનું, સાબુથી સ્નાન
કરવાનું ઇત્યાદિ કાર્યો કરીશ નહિ. ૧૯. શ્રાપ આપવાનું, હિંચોળે હિંચવાનું કાર્ય કરીશ નહિ. ૨૦. કોઈની પણ ખ્યાતિ સાંભળી અદેખાઈ કરીશ નહિ.
માટી, મીઠું અનાજ વિગેરે ઉપર પ્રયોજન વિના ચાલીશ
નહિ. તેના ઉપર બેસીશ નહિ. ૨૧. જેના ઉપર રાગ હોય તેની આબાદી-ચડતી-ઋદ્ધિ
ઇચ્છવાનું અને જેના ઉપર દ્વેષ હોય તેના મૃત્યુની, પડતીની અને નુકશાન થવાની ઇચ્છાઓ કરીશ નહિ.
ઉપરના નિયમો યથાશક્તિ પાળવા પૂર્વક આ આઠમું વ્રત હું પાળીશ. તેમાં નીચેના પાંચ અતિચારો (દોષો)લગાડીશ
નહિ.
(૧) કંદર્પ : કામવાસના ઉત્તેજક વચનો બોલવાં, વાસનાવાળી
વાણી બોલવી તથા મશ્કરી કરવી. કૌમુશ્ય : કામવાસના ઉત્તેજક આંખના મુખના અને શરીરના હાવભાવ કરવા. આંખ મેળવવી. ચુંબન કરવું, વાસના વર્ધક અંગો જોવાં.
Page #56
--------------------------------------------------------------------------
________________
-
--
--
પપ
(૩) મૌખર્ય : વાચાળ૫ણે ઘણું બોલવું. કોઇની પટ્ટી પાડવી. (૪) અસમીક્ષ્યાધિકરણ : વિચાર કર્યા વિના ચપ્પ, છરી,
ખાંડણીયો વિગેરે હિંસાનાં સાધનો વધારે વધારે ભેગાં ન કરવાં. .
- - - - (૫) ઉપભોગાધિકત્વ : શરીરની ટાપટીપ, શોભા શણગાર,
અધિક ઘણાં કરવાં અને તેનાં સાધનો જરૂરિયાત કરતાં અધિક
રાખવાં. . ઉપરના અતિચારો (દોષ) લગાડ્યા વિના આ આઠમું વ્રત હું આ પાળીશ. .
' . .
-
ધ
Page #57
--------------------------------------------------------------------------
________________
૯. સામાયિક વ્રત
(પહેલું શિક્ષાવ્રત) ' સામયિકા = આત્માને સમભાવમાં લાવવો, તેના માટે કરાતું વ્રત. - હું દર મહિનામાં સામાયિક અને પ્રતિક્રમણ એમ બન્ને સાથે મળીને કુલ.............સામાયિક કરીશ. જો તે સંખ્યા તે માસમાં પૂરી ન થાય તો બાકી રહી ગયેલાં સામાયિકો તથા તેટલાં જ તેના દંડરૂપે અધિક સામાયિકો એમ બમણાં બીજા મહિનામાં રહી ગયેલા પેટે કરી આપવાં. આ સામાયિક વ્રત પાળવામાં નીચેના નિયમો યથાશક્તિ પાળીશ. ૧. દરેક સામાયિકમાં નવી ગાથાઓ ગોખીશ, અને જૂની
ગાથાઓનો સ્વાધ્યાય કરીશ. વાઉકાય જીવોની રક્ષા માટે મુહપત્તિ અને ભૂમિ ઉપર હરતા-ફરતા જીવોની રક્ષા માટે કટાસણું અને ચરવાળાનો સારી રીતે ઉપયોગ કરીશ. ત્યાગ અને આર્ય સંસ્કૃતિ દર્શક ધોતી-ખેસ આદિ વેશ સામાયિકમાં રાખીશ. સ્ત્રીઓનો આશ્રયી સાડીનો વેશ ઇત્યાદિ સમજી લેવું. સામાયિકમાં સાંસારિક વાતો કરીશ નહિ, લેવા અને પાળવાનો સમય બરાબર ધ્યાનમાં રાખીશ. ભીંત વિગેરેનો ટેકો દઈશ નહિ.
Page #58
--------------------------------------------------------------------------
________________
પ૭ ૫. ઇલેક્ટ્રોનીક ઘડીયાળ સામાયિક કાળે પહેરીશ નહીં કે
અડકીશ નહિ. શરીર ઉપર ઘણો શણગાર કે ઘણા દાગીના પહેરીશ
નહિ. ૭. સામાયિકમાં સમતાભાવ બરાબર રાખી સ્વાધ્યાય કરીશ
અથવા સ્વાધ્યાય સાંભળીશ. પરંતુ નીચે મુજબના મનના-૧૦, વચનના-૧૦ અને કાયાના -૧૨ દોષો હું સેવીશ નહિ તથા પાંચ અતિચારો લગાડીશ નહિ..
મનના દશ દોષી : ૧. શત્રુને જોઇને તેના ઉપર દ્વેષ કરવો. ૨. અવિવેક ચિંતવવો. ૩. તત્ત્વનો વિચાર ન કરવો. ૪. મનમાં ઉદ્વેગ ધરવો. ૫. યશની ઇચ્છા કરવી. ૬. વિનય ન કરવો. ૭. ભય ચિંતવવો. ૮. વ્યાપાર ચિંતવવો. ૯ ફળની શંકા કરવી. ૧૦. નિયાણું કરવું. આ મનના ૧૦ દોષો જાણવા.
વચનના દશ દોષો ઃ ૧. હલકાં વચનો બોલવાં, ૨. હુંકારા કરવા, ૩. પાપવાનાં કાર્યો કરવાનો આદેશ આપવો, ૪. લવારો કરવો, ૫. કજીયો કરવો, ૬. “કેમ છો ? મઝામાં છો ને” આ પ્રમાણે ક્ષેમકુશળ પૂછી આગતા-સ્વાગતા કરવી. ૭. ગાળ દેવી. ૮. બાળક રમાડવું, ૯. વિકથા કરવી, ૧૦. હાંસી કરવી. (મશ્કરી કરવી.) આ વચનના ૧૦ દોષી જાણવા.
- કાયાના બાર દોષો : ૧. આસન વારંવાર ફેરવવું, ૨. ચોતરફ જોયા કરવું, ૩. સાવદ્ય (પાપવાળું) કાર્ય કરવું,
Page #59
--------------------------------------------------------------------------
________________
-
૪. આળસ મરડવી, ૫. અવિનયે બેસવું, ૬. ભીંતનું ઓઠીંગણ લઈને બેસવું, ૭. શરીર ઉપરનો મેલ ઉતારવો, ૮. ખણજ ખણવી, ૯. પગ ઉપર પગ ચઢાવવો, ૧૦. કામવાસનાને કારણે બીજા લોકો દેખે તે રીતે અંગો ઉઘાડાં રાખવાં, ૧૧. જંતુઓના ઉપદ્રવથી ડરીને અંગ ઢાંકી રાખવાં, ૧૨. નિદ્રા લેવી. આ કાયાના બાર દોષો જાણવા.
ન સેવવા યોગ્ય પાંચ અતિચારો ૧. મનસુથાર = મનમાં ખોટા અને અનુચિત વિચારો
કરવા તે. ૨. વનથિાન = વચનમાં ખોટાં, હલકાં અને કષાય
ભરેલાં વચનો બોલવાં તે. ૩. યદુળધાર = કાયાથી કુચેષ્ટા કરવી, અનુચિત
આચરણ કરવું. ૪. મનહર = સામાયિકમાં ગુરુ અને સ્થાપનાચાર્ય આદિનો
અનાદર કરવો. ઉંચા આસને બેસવું, લાંબા પગ રાખવાં,
પગ ઉપર પગ ચઢાવવા વિગેરે. ૫. ગૃતિનુપસ્થાપન=સામાયિકનો સમય યાદ ન રાખવો, ભૂલી
જવો.
ઉપરોક્ત પાંચ અતિચારો અને મન-વચન-કાયાના બત્રીસે દોષોથી રહિત એવું આ સામાયિક વ્રત હું પાળીશ.
Page #60
--------------------------------------------------------------------------
________________
૧૦. દેશાવગાસિક વ્રત
(બીજું શિક્ષાવ્રત)
તેશ = ક્ષેત્રનું, વાસ = માપ ધારવું, ક્ષેત્રના માપની ધારણાને દેશાવગાસિક કહેવાય.
આખા વર્ષમાં દેશાવગાસિક વ્રત કરીશ. હું જે દિવસે દેશાવગાસિક વ્રત કરું તે દિવસે દેરાસર અને ઉપાશ્રયે જવાના કાર્ય વિના ઘરની બહાર ક્યાંય જવું નહિ. દુનિયાથી દૂર થઈ જવું, સ્વાધ્યાયમાં અને આત્મ તત્ત્વના ચિંતનમાં લીન થઈ જવું. બહાર જવાની ભૂમિ સંક્ષેપવી, હરવા-ફરવા માટેનું ક્ષેત્ર અત્યન્ત સંક્ષેપવું, તે દેશાવગાસિક વ્રત કહેવાય છે. ઘણા લોકો બે પ્રતિક્રમણ અને આઠ સામાયિકને દેશાવગાસિક કહે છે. પરંતુ તે બરાબર નથી. “દુનિયાથી અલિપ્ત થવા માટે શ=દિશાને-ક્ષેત્રને, વાસિવ =માપ ધારીને ટુંકાવવું એ જ સાચું વ્રત છે.” તેના પાંચ અતિચારો પણ આ અર્થને અનુસારે છે. ફક્ત સ્વીકારેલા ઉપરોક્ત વ્રતને (દિશાના નિયમને) પાળવા માટે તેના ઉપાયરૂપે બે પ્રતિક્રમણ, આઠ સામાયિક અને એકાસણાનું તપ કરવાનું છે. દિશાનો સંક્ષેપ ધારવો તે વ્રત અને સામાયિક પ્રતિક્રમણ કરવાં તે આ વ્રત પાળવાના ઉપાયો છે.
આ દેશાવગાસિક વ્રત પાળતાં હું નીચેના નિયમો પાળીશ.
Page #61
--------------------------------------------------------------------------
________________
૬૦ )
૧. આ વ્રતમાં ફોન લઇશ નહિ અને ફોન કરીશ નહિ. ૨. આ વ્રતમાં ટપાલ બહાર મોકલશ નહિ અને બહારથી
આવેલ ટપાલ વાંચીશ નહિ તથા છાપાં વાંચીશ નહિ. ૩. કોમ્યુટર દ્વારા દેશ-વિદેશના સમાચારો આ વ્રત કાલે
લઈશ નહિ, કોમ્યુટર ચલાવીશ નહિ.' ૪. વ્રત કાળે તેને બરાબર પાળવા માટે એકાસણાનું તપ,
બે (સવાર-સાંજ) પ્રતિક્રમણ અને આઠ સામાયિક કરીશ. ૫. આ વ્રતના દિવસે નિરંતર સ્વાધ્યાય કરીશ, ગાથાઓ
ગોખીશ, અધ્યાત્મના ગ્રંથો વાંચીશ અને વૈરાગ્યવર્ધક
તત્ત્વચિંતન અને અનિત્યાદિ ભાવનાઓ ભાવીશ. ૬. ઘરના સભ્યો સાથે પણ ધર્મચર્ચા વિના બીજો કોઈપણ
વાર્તાલાપ તે દિવસે કરીશ નહિ.
આ વ્રત પાળવામાં નીચેના પાંચ અતિચારો (દોષો) હું લગાડીશ નહિ.
આનયનપ્રયોગ : નિયમિતપણે ધારેલા ક્ષેત્રના પ્રમાણના
બહારની ભૂમિથી અંદર કંઈ મંગાવવું તે. ૨. પ્રેધ્યપ્રયોગ : ધારેલા ક્ષેત્રના પ્રમાણની અંદરથી કોઈ
પણ વસ્તુ ક્ષેત્ર પ્રમાણથી બહાર મોકલવી તે. ૩." શબ્દાનુપાત : ખોંખારો, ઉધરસ, છીંક, ખાઈને અથવા
તાળી આદિ પાડીને શબ્દ કરવા દ્વારા ધારેલી ભૂમિથી બહાર ઉભેલી વ્યક્તિનું ધ્યાન પોતાના તરફ દોરવું. અંદર બોલાવવો તે.
૧. આના
Page #62
--------------------------------------------------------------------------
________________
III
૫.
૬૧ ૪. રૂપાનુપાત ઃ બારીમાંથી, અગાસીમાંથી આપણું મુખ બહાર
કાઢી ધારેલી ભૂમિથી બહાર ઉભેલા માણસને મુખ દેખાડવા દ્વારા તેનું ધ્યાન દોરવું તે. ' . ' પુગલપ્રક્ષેપ : ધારેલી ભૂમિથી બહાર ઉભેલી વ્યક્તિ ઉપર પત્થર-કાંકરો અથવા બીજી કોઇ ચીજ નાખીને તે વ્યક્તિનું ધ્યાન દોરવું અને ઇશારાથી અંદર બોલાવવો તથા કાચ વડે સૂર્યનો પ્રકાશ બહારની વ્યક્તિ ઉપર નાંખવો વિગેરે.
આ પાંચ અતિચાર દોષ લગાડ્યા વિના હું આ દેશાવગાસિકવ્રત પાળીશ.
Page #63
--------------------------------------------------------------------------
________________
૧૧. પૌષધોપવાસ વ્રત
(ત્રીજું શિક્ષાવ્રત)
પથ = ધર્મની પુષ્ટિ કરે, વૃદ્ધિ કરે તે, ૩૫વાદિત = ઉપવાસપૂર્વકનું વ્રત.
આખો દિવસ, આખી રાત્રિ, અથવા આખો દિવસ અને રાત્રિમાં સાધુના જેવું જીવન જીવવું. સાવદ્ય (પાપવાળું) કાર્ય કરવું નહિ, સામાયિકનાં વસ્ત્રો પહેરી સામાયિક લેવાની વિધિ પ્રમાણે પૌષધ અને સામાયિક ઉચ્ચરીને આખો દિવસ (તેમાં કહેલી વિધિ પ્રમાણેની) ધર્મક્રિયામાં અને સ્વાધ્યાયતત્ત્વચિંતન-મનન-વ્યાખ્યાન શ્રવણ ઇત્યાદિ ધર્મકાર્યોમાં સમય વ્યતીત કરવો. સચિત્તદ્રવ્યનો અને વિજાતીય વ્યક્તિનો સ્પર્શ પણ સર્વથા કરવો નહિ. સંસારનો જાણે સર્વથા ત્યાગ કર્યો હોય તેમ તે દિવસ જ્ઞાન-ધ્યાન-તપ અને આરાધના સાધનામાં પસાર કરવો. તે પૌષધોપવાસ વ્રત.
આવા પ્રકારનું પૌષધોપવાસ વ્રત વર્ષમાં..........કરીશ.
આ વ્રત પાળવામાં હું નીચેના નિયમોને આધીન રહીશ. ૧. પૌષધવ્રતમાં સચિત્ત વસ્તુનો અને વિજાતીય વ્યક્તિનો
સ્પર્શ કરીશ નહિ.
Page #64
--------------------------------------------------------------------------
________________
-
-
૬૩ E ૨. પર્વતિથિઓ, બે આઠમ, બે ચૌદસ, સુદ પાંચમ વિગેરે
દિવસોમાં તથા સંવછરીના દિવસે, અથવા પર્યુષણના
આઠ દિવસોમાં હું યથાશક્તિ પૌષધ વ્રત કરીશ. ૩. પૌષધ મોડો લેવાનું અને વહેલો પાળવાનું કામ કરીશ
નહિ.
o
૪. પૌષધમાં પારણાની ચિંતા-વિચારણા કરીશ નહિ.
પૌષધમાં જ્યાં-જ્યાં બેસવાનું, ઉભા રહેવાનું કે સંથારો કરવાનું હશે ત્યાં ત્યાં ભૂમિને બરાબર જોઇને તથા
બરાબર પૂંજીને જ કરીશ. ૬. અલ-મૂત્ર પણ ભૂમિને બરાબર જોઇને તથા બરાબર
પૂંજીને જ કરીશ. ૭. સમયસર દેવવંદન-પડિલેહણ-પ્રતિક્રમણાદિ ધર્મક્રિયા
કરીશ. અને તે સંપૂર્ણ સાવધાનીથી કરીશ. ૮. દિવસે ઉંઘવાનું કે આડા પડવાનું કે વિકથા આદિ
કરવાનું કાર્ય કરીશ નહિ. . નિરંતર ધર્મક્રિયા, વ્યાખ્યાન શ્રવણ તથા અધ્યાત્મશાસ્ત્રોનો સ્વાધ્યાય આદિ આરાધનાના કાર્યો કરીશ.
નીચે મુજબના પાંચ અતિચાર દોષો આ વ્રતમાં લગાડીશ નહિ.
j
jj
Page #65
--------------------------------------------------------------------------
________________
૧. અપ્રત્યવેક્ષિતાપ્રમાર્જિત ઉત્સર્ગ : ભૂમિ જોયા વિના
અને પૂંજ્યા વિના મળ-મૂત્ર પરઠવવાં. સંડાસ-બાથરૂમનો ઉપયોગ કરવો. અપ્રત્યવેક્ષિતાપ્રમાર્જિત આદાનનિક્ષેપ : ભૂમિ જોયા વિના અને પૂજ્યા વિના વસ્ત્રો-પાત્રો વિગેરે સર્વે વસ્તુઓ લેવી અને મૂકવી. અપ્રત્યવેક્ષિતાપ્રમાર્જિત સંસ્કાર ઉપક્રમણ : ભૂમિ જોયા વિના અને પૂજ્યા વિના આસન-શયન-બેઠક કરવી.
સંથારો પાથરવો તે. ૪. અનાદર : પૌષધવ્રતમાં દેવ-ગુરુ અને ધર્મનો અનાદર
કરવો. આદર-બહુમાન ન કરવાં. વિવેક ન જાળવવો તે. ૫. સ્મૃતિઅનુપસ્થાપન : પૌષધ મોડો લેવો. વહેલો પાળવો.
પૌષધ જ્યારે લીધો હોય ત્યારનો સમય ભૂલી જવો.
ઉપરના અતિચાર દોષો લગાડ્યા વિના આ પૌષધવ્રત હું પાળીશ. વર્ષમાં.............પૌષધ કરીશ. જો તે સંખ્યા પ્રમાણે તે વર્ષમાં પૌષધ નહિ થાય તો બીજા વર્ષે તેના બદલામાં બાકી રહેલી સંખ્યાથી બમણા કરીશ. અને બીજા વર્ષના જુદા કરીશ. જો ધારેલી પૌષધની આ સંખ્યા નહિ પુરાય તો તેના દંડરૂપે .......................રૂપીયા ઉત્તમ કાર્યોમાં ખર્ચાશ.
Page #66
--------------------------------------------------------------------------
________________
૧૨. અતિથિસંવિભાગ વ્રત
(ચોથું શિક્ષાવ્રત)
ગતિથિ તિથિ જોઈને આવે એવો નિયમ નહીં. અર્થાત્ વિહાર કરતા કરતા અચાનક પધારે તે અતિથિ એટલે પૂજ્ય સાધુ-સાધ્વીજી મ. સા. આદિ. વિમાન ભક્તિ કરવી તે બારમું વ્રત.
આ વ્રત કરનારને દિવસ અને રાત્રિનો પૌષધ કરવાનો હોય છે. ચઉવિહાર (ન બની શકે તો તિવિહાર) ઉપવાસ કરવાનો હોય છે. પારણામાં એકાસણું કરવાનું હોય છે. પારણાના પ્રસંગે પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબને વહોરાવીને (ભક્તિ કરીને) જ પારણું કરવાનું છે. પૂજ્ય સાધુ-સાધ્વીજી : મહારાજશ્રીની જે વસ્તુ વહોરવાથી ભક્તિ થઇ, તે જ વસ્તુ
પારણામાં વાપરવાની છે. જેનાથી ભક્તિ થઈ શકી નથી તે વસ્તુ વાપરવાની નથી. આવું જે આ વ્રત તે અતિથિસંવિભાગ વ્રત કહેવાય છે.
આખા વર્ષમાં ૧-૨ અથવા............અતિથિ સંવિભાગ - વ્રત હું કરીશ. જો તે વર્ષમાં તે સંખ્યા પ્રમાણે ન થાય તો
રહી ગયેલી સંખ્યા પ્રમાણે દંડ સાથે બીજા વર્ષમાં બમણા કરી આપીશ. અને બીજા વર્ષના અતિથિ સંવિભાગની સંખ્યા પણ જુદી ગણીને કરીશ. જો કોઈ કારણે નિયત સંખ્યા પ્રમાણે અતિથિ-સંવિભાગ નહિ જ થાય તો છેલ્લે......રૂપિયા ઉત્તમ
Page #67
--------------------------------------------------------------------------
________________
-
-
કાર્યોમાં વાપરીશ. જો પારણાના પ્રસંગે પૂ. સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબનો યોગ ન જ મળી શકે તો વ્રતધારી કોઇ ઉત્તમ શ્રાવક-શ્રાવિકાને જમાડીને (ભક્તિ કરીને) એકાસણું કરીશ. આ વ્રત પાળવામાં હું નીચેના નિયમો બરાબર સાચવીશ. ૧. પારણાના પ્રસંગે પૂ. મહારાજશ્રીને બહુમાનપૂર્વક ઘરે
લાવીશ અને બહુમાનપૂર્વક વહોરાવીશ. એક મહારાજશ્રી વહોરી ગયા પછી બીજા મહારાજશ્રી
પધારશે તો પણ ભાવપૂર્વક વહોરાવીશ. ૩. તેઓશ્રી જે વસ્તુ વહોરશે. તે વસ્તુનો જ હું આહાર કરીશ. ૪. પૌષધના કાળે પારણાની ચિંતા નહીં કરું. પ. પૌષધ પાળ્યા પછી અને પારણા પહેલાં જિનેશ્વર પ્રભુની
ભક્તિ-સેવા ભાવપૂર્વક કરીને પછી ગુરુજીને વહોરાવીને એકાસણું (પારણું) કરીશ. આ વ્રતના નીચે મુજબ
પાંચ અતિચારો લગાડીશ નહિ. ન સેવવા યોગ્ય બારમા વ્રતના પાંચ અતિચારો ૧. સચિત્તનિક્ષેપ : વહોરાવવા યોગ્ય નિર્દોષ વસ્તુને
ન વહોરાવવાની બુદ્ધિથી સચિત્ત વસ્તુ ઉપર " મૂકવી તે. ૨. સચિત્તપિધાન : વહોરવવા યોગ્ય વસ્તુને ન - આપવાની બુદ્ધિથી સચિત્ત વસ્તુ વડે ઢાંકી દેવી તે.
Page #68
--------------------------------------------------------------------------
________________
૬૭
પોતાની વસ્તુને ન વહોરાવવાની
બુદ્ધિથી પારકી કહેવી, અને પારકી વસ્તુને પોતાની કહીને વહોરાવી દેવી તે.
૩. પરવ્યપદેશ
૪. માત્સર્ય : ઇર્ષ્યા, મનમાં દાઝ, અદ્વેષ રાખીને વહોરાવવું.
૫. કાલાતિક્રમ : વહોરાવવાનો કાળ વીતી ગયા પછી બોલાવવા જવું.
આ પાંચ અતિચારો લગાડ્યા વિના આ બારમું અતિથિસંવિભાગ વ્રત હું પાળીશ.
બારવ્રતના અંતે સંલેખના વ્રત
=
संलेखना ફૂંકાવવું. સંસારની ઇચ્છાઓને ટૂંકાવવી. વ્રતોમાં રાખેલી છૂટછાટને ટૂંકાવવી. આહારાદિનો ત્યાગ કરવો.
મૃત્યુકાળ નજીક જણાય ત્યારે પાપોના આશ્રવને ઘટાડવા માટે વ્રતોમાં રાખેલી વિશાળ છૂટછાટને ટૂંકાવવી. અશનાદિ ચાર પ્રકારના આહારોમાંથી યથાશક્તિ ત્યાગ કરવો. ભોગસુખો અને સાંસારિક પરિસ્થિતિઓને ત્યજી દેવી અથવા તે સુખોની મમતા (ઇચ્છા) ત્યજી દેવી. વ્રતોમાં રાખેલી છુટોને પણ દ્રવ્ય-ક્ષેત્ર કાળ અને ભાવથી ટૂંકાવી દેવી તે સંલેખના.
આ વ્રતના કાળે નીચેના પાંચ અતિચારો લગાડીશ નહિ, બારે વ્રતોની છૂટછાટને ટુંકાવવા રૂપ આ સંલેખના વ્રત એ જુદુ વ્રત નથી પરંતુ બારે વ્રતના સમૂહરૂપ છે.
Page #69
--------------------------------------------------------------------------
________________
૩ ૬૮ E ન સેવવા યોગ્ય પાંચ અતિચારો ૧. ઈહલોક : ધર્મના પ્રભાવે આ ભવમાં સુખો ઇચ્છવાં તે. ૨. પરલોક : ધર્મના પ્રભાવથી પરભવમાં ઇન્દ્રદેવ-રાજા
અને ચક્રવર્તીપણાનાં સુખો ઇચ્છવાં તે. ૩. જીવિતાશંસા ? સુખ આવે ત્યારે લાંબુ જીવન ઇચ્છવું. ૪. મરણશંસા : દુઃખ આવે ત્યારે મરણ ઇચ્છવું. ૫. આશંસાપ્રયોગકામભોગના સુખોની (તીવ્ર) ઇચ્છાઓ કરવી. આ પાંચ અતિચાર દોષ લગાડ્યા વિના હું સંલેખના કરીશ.
આ પ્રમાણે સમ્યકત્વ સહિત બાર વ્રતો અને પંચાચારનું હું જીવનભર પાલન કરીશ. કોઈ દોષ લગાડીશ નહિ. અને જો કોઈ દોષ લાગી જાય તો ગુરુજી પાસે પ્રાયશ્ચિત્ત લઇશ.
બારે વ્રતોના મળીને ૧૨૪ અતિચારો સેવીશ નહિ.
જ્ઞાનાચારના ૮ | સમ્યકત્વવતના ૫
સ્થાનકવાસી સંપ્રદાયમાં દર્શનાચારના ૮ | બાર વ્રતોના ૬૦|
PIબારવ્રતોના ૬૦ અને
તો ચારિત્રાચારના ૮ | સંલેખનાના પીકા ,
પિંચાચારના ૩૯ કુલ ૯૯! તપાચારના ૧૨ | કર્માદાનના ૧૫]અતિચાર હોય છે. વીર્યાચારના ૩ | ૩૯ +
૮૫=૧૨૪
Page #70
--------------------------------------------------------------------------
________________
પોતાના જીવનની પવિત્રતા માટે ઉપયોગી
કેટલાક સામાન્ય નિયમો ૧. હું બાર વ્રતો ધારણ કર્યા પછી જ સંઘમાં ટ્રસ્ટી,
પ્રમુખ અને મંત્રી થઈશ. ૨. હું ઉછામણીના (ઘી બોલીના) પૈસા સંઘે નક્કી કરેલી
મુદત પહેલાં ભરી દઈશ. ૩. યથાશક્તિ સદાચારોનું ગ્રહણ અને પાલન કરીશ. ૪. હું રાત્રે સૂતાં પહેલાં “સંથારા પરિસિ”નો પાઠ બોલીશ.
અને તેનો અર્થ વિચારીશ. ૫. હું રાત્રે સૂતાં પહેલાં “વંદામિ, મિચ્છામિ, ખામેમિ”
ઇત્યાદિ પાઠ બોલીશ. હું પર્યુષણ પર્વમાં દરરોજ વ્યાખ્યાન સાંભળીશ, પ્રતિક્રમણ કરીશ. તથા અન્ય દિવસોમાં પણ યથાશક્તિ સાંભળવાનો ઉદ્યમ કરીશ. કોઈની પણ સાથે અણબનાવ થયો હશે તો સંવચ્છરી પ્રતિક્રમણ કરતાં પહેલાં મિચ્છામિ દુક્કડ માગીશ અને
આપીશ. ૮. હું મારા લગ્નનાં ૨૫/૫૦ વર્ષની ઉજવણી કરીશ નહિ.
તું
છે
...
Page #71
--------------------------------------------------------------------------
________________
૭) હું મારા જન્મદિવસ (બર્થ-ડે)ની ઉજવણી આરંભસમારંભથી કરીશ નહિ. પરંતુ પ્રભુની પૂજા ભણાવવા દ્વારા, અંગરચના કરવા દ્વારા, તપ કરવા દ્વારા અને
પાઠશાળાના બાળકોને પ્રભાવના કરવા દ્વારા ઉજવીશ. ૧૦. હું મારા પોતાના દ્રવ્યથી ભગવાનની પૂજા કરીશ. ૧૧. ચોવીસ તીર્થંકર ભગવાનનાં કલ્યાણકોમાં યથાશક્તિ
તપ અને નવકારવાળી ગણીશ. બધાં કલ્યાણકોમાં નહિ જ બને તો પોષ દસમી અને મહાવીર પ્રભુનાં
કલ્યાણકોમાં અવશ્ય કરીશ. * ૧૨. હું ફટાકડા-બોંબ વિગેરે દારૂખાનું ફોડીશ નહિ. ૧૩. દર વર્ષે.........................૨કમ સાધુ-સાધ્વીજીની
વૈયાવચ્ચમાં, સાધર્મિક ભક્તિમાં, અનુકંપામાં, ધર્મનાં
શુભકાર્યમાં ખર્ચીશ. ૧૪. પક્ષીઓને ચણ આપવી, ગાયોને ઘાસ ખવરાવવું, કૂતરાંને
રોટલા આપવા, દીન-દુઃખી-દરિદ્રી ઉપર કૃપા કરવી, પાણીની પરબ બંધાવવી ઈત્યાદિ અનુકંપાવાળાં
પરોપકારનાં કાર્યો યથાશક્તિ કરીશ. ૧૫. હું મારા પરિચિત મિત્રોને માંસભોજન, મદિરાપાન,
ઇંડાનું સેવન અને બીયરપાન જેવાં પાપકાર્યો ન કરવા
સમજાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. ૧૬. લીધેલા આ બધા નિયમો બરાબર પાળીશ. ભૂલ થશે
તો પ્રાયશ્ચિત્ત લઇશ.
Page #72
--------------------------------------------------------------------------
________________
-
-
-
- -
-
-
-
-
-
-
-
-
-
- -
- -
-
૭૧
૧૮.
૧૭. M. C.ના સમયમાં રસોઇ કરવાનું કામ, સંતોને
વહોરાવવાનું કામ, મંદિરે જવાનું અને દર્શન-પૂજનાદિનું કામ, પુસ્તકો વાંચવાનું કે સ્પર્શ કરવાનું કામ ઇત્યાદિ કરીશ નહિ. શાસ્ત્રની આજ્ઞાને બરાબર પાળીશ. જૈન તરીકે ન છાજે (ન શોભે) તેવાં કાર્યો જેમ કે કતલખાનાં કરવાં કે મત્સ્યોદ્યોગ કરવો. ઇત્યાદિ
પાપધંધા કરીશ નહિ. ૧૯. પ્રતિવર્ષમાં ૧ તીર્થયાત્રા કરીશ. કુટુંબને કરાવીશ. ૨૦. હું મારા કુટુંબને શક્ય બની શકશે તેટલું ધર્મ-સંસ્કારોથી
પરિચિત રાખીશ. ૨૧. કમાણીનો અમુક હિસ્સો પરોપકારના કાર્યોમાં
વાપરીશ. દિવસમાં ઘરનાં કામકાજ અને ધંધાના કામકાજ કરતાં
બાકી બચતા સમયમાં ધાર્મિક પુસ્તકોનું વાંચન કરીશ. ૨૩. સંઘ અને સમાજના કાર્યોમાં સાથ-સહકાર આપીશ.
વિરોધ અને વાંધા-વચકા નાંખીશ નહિ. ખોટું કરનારને
સમજાવીશ. ૨૪. આડોશ-પાડોશની સાથે અને પરિચિત વ્યક્તિઓ સાથે
પ્રેમપૂર્વક વર્તન કરીશ. ક્લેશ અને કડવાશ કરીશ નહિ. ૨૫. ઉપરોક્ત નિયમોવાળી આ મારી બુક દરરોજ એકવાર
અવશ્ય વાંચીશ.
૨૨.
Page #73
--------------------------------------------------------------------------
________________
૭ર
-----
-
-
-
-
---
ગુરુવંદનની વિધિ ૧. પહેલાં ઉભા થઇ બે ખમાસમણ દેવાં. ૨. ત્યારબાદ ઊભા રહી ઇચ્છકાર સૂત્રનો પાઠ બોલવો.
(આચાર્ય ભગવંત અથવા પદસ્થ સાધુ હોય તો
ઊભા થઈ એક ખમાસમણ દેવું.) ૩. પછી ઊભા રહી ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ !
અભુદ્ધિઓમિ અભિંતર દેવસિ પામેલું ? ઇચ્છે ખામેમિ દેવસિએ, આટલું બોલ્યા બાદ જમણો હાથ જમીન પર સ્થાપી ડાબો હાથ મુખ પાસે રાખી
બાકીનો અભુઢિઓ પૂર્ણ બોલવો. ૪. પછી ઊભા થઈ એક ખમાસમણ દેવું.
સવારે “રાઇ” શબ્દ અને બપોરે બાર વાગ્યા પછી દેવસિ શબ્દ બોલવો. બંને સાથે ન બોલાય.
Page #74
--------------------------------------------------------------------------
________________
II
ચેત્યવંદનની વિધિ
પ્રથમ ઇરિયાવહીયા કરવા તે આ પ્રમાણે
ઇચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજજાએ નિસાહિઆએ મથએણ વંદામિ એમ ખમાસમણું આપવું.
ભાવાર્થ : આ સૂત્ર દ્વારા દેવાધિદેવ પરમાત્માને તથા પંચમહાવ્રતધારી સાધુ ભગવંતોને વંદના થાય છે.
પછી ઊભા થઈને નીચે મુજબ બોલવું.
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઇરિયાવહિયં પડિક્કમામિ? ઈચ્છે, ઈચ્છામિ પડિક્કમિઉં. ૧. ઇરિયાવહિયાએ વિરાહણાએ. ૨. ગમણાગમણે. ૩. પાણક્કમણે, બીયક્કમણે, હરિયક્કમણ, ઓસા-ઉનિંગ-પણગદગમટ્ટી-મક્કડા સંતાણા સંકમસે. ૪. જે મે જીવા વિરાહિયા. ૫. એચિંદિયા, બેઈદિયા, તેદિયા, ચઉરિદિયા, પંચિંદિયા. ૬. અભિહયા, વરિયા, લેસિયા, સંઘાઇયા, સંઘટ્ટિયા, પરિયાવિયા, કિલામિયા, ઉદવિયા, ઠાણાઓ ઠાણે સંકામિયા, જીવિયાઓ વવરોવિયા, તસ્સ મિચ્છામિ દુક્કડં. .
ભાવાર્થ : આ સૂત્રથી આપણા વડે હાલતાં-ચાલતાં જે કોઈ જીવોની જાણતાં અજાણતાં વિરાધના થઇ હોય કે પાપ લાગ્યું હોય તે દૂર થાય છે.
- તસ્સ ઉત્તરીકરણેણં, પાયચ્છિત્તકરણેણં, વિસોહી-કરણેણં, વિસલ્લીકરણેણં,પાવાણંકમ્માણંનિશ્થાયણટ્ટાએ,ઠામિકાઉસ્સગ્ગ.
Page #75
--------------------------------------------------------------------------
________________
૭૪
ભાવાર્થ : આ સૂત્ર દ્વારા ઈરિયાવહિયં સૂત્ર બોલવા દ્વારા હળવાં થયેલાં પાપોની વિશેષ શુદ્ધિ થાય છે.
અનલ્થ સૂત્ર અન્નત્ય ઊસસિએણે નીસસિએણે ખાસિએણે છીએણે . જંભાઇએણે ઉડુએણે વાયનિસગેણં ભમલીએ પિત્તમુચ્છાએ ૧. સુહુમેહિં અંગસંચાલેહિ, સુહુમેહિં ખેલસંચાલેહિ, સુહુમહિ દિસિંચાલેહિં. ૨. એવભાઈએહિં આગારેહિં અભાગ્યો અવિરાહિઓ હુજ મે કાઉસ્સગ્યો. ૩. જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણ ન પારેમિ. ૪. તાવ કાર્ય ઠાણેણે મોણેણે ઝાણેણં અપ્રાણ વોસિરામિ. ૫. - ભાવાર્થ : આ સૂત્રમાં કાઉસ્સગ્નના સોળ આગારોનું વર્ણન તથા કેમ ઉભા રહેવું તે બતાવેલ છે.
(પછી એક લોગસ્સનો ચંદેસુ નિમ્મલયરા સુધીનો અને ન આવડે તો ચાર નવકારનો કાઉસ્સગ્ન કરવો. પછી પ્રગટ લોગસ્સ કહેવો. તે આ પ્રમાણે-).
લોગસ સૂત્ર લોગસ્સ ઉોઅગરે, ધમ્મતિન્શયરે જિર્ણ, અરિહંતે કિન્નઈટ્સ, ચઉવિસંપિ કેવલી. ૧. ઉસભામજિસં ચ વંદે, સંભવમણિંદણં ચ સુમઈ ચે, પઉમપ્પાં સુપાસ, જિર્ણ ચ ચંદપ્પાં વંદે. ૨. સુવિહિં ચ પુફદંત, સીઅલ સિર્જાસ વાસુપુજ્જ ચ, વિમલમણતં ચ જિર્ણ, ધર્મો સંતિં ચ વંદામિ. ૩. કુંથું અર ચ મલ્લિં, વંદે મુણિ સુવ્યું નમિજિર્ણ ચ, વંદામિ રિટ્ટનેમિ, પાસ તહ વદ્ધમાણે ચ. ૪. એવું મએ અભિથુઆ,
Page #76
--------------------------------------------------------------------------
________________
૭૫ વિય-રયમલા પહાણ-જમરણા, ચઉવસંપિ જિણવરા, તિવૈયરા મે પસીયતુ. ૫. કિત્તિય-વંચિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા, આરુગ્ગોહિલાભં, સમાવિરમુત્તમ દિતુ. ૬. ચંદે સુ નિમ્મલયરા, આઇચ્ચેનુ અહિયં પયાસયરા, સાગરવર-ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. ૭.
ભાવાર્થ : આ સૂત્રમાં ચોવીસ તીર્થકરોની નામપૂર્વક સ્તુતિ કરવામાં આવી છે.
પછી ત્રણ ખમાસમણાં આપવાં.
પછી ઊભા થઇને બે હાથ જોડીને “ઇચ્છા-કારણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરું ? “ઇચ્છે' એમ કહેવું.
પછી જમણો ઢીંચણ જમીન ઉપર સ્થાપીને અને ડાબો ઢીંચણ ઊભો રાખીને “સકલકુશલવલ્લી” એ ગાથા બોલીને ચૈત્યવંદન કહેવું. તે આ પ્રમાણે
સકલકુશલવલ્લી-પુષ્પકરાવર્તમેળો, દુરિતતિમિરભાનુ કલ્પવૃક્ષોપમાન ભવજલનિધિપોતઃ સર્વસમ્પત્તિહેતુ, સ ભવતુ સતત વઃ શ્રેયસે શાન્તિનાથ .
શ્રેયસે પાર્શ્વનાથઃ ૧ સામાન્ય જિન ચૈત્યવંદન તુજ મૂરતિને નિરખવા, મુજ નયણાં તલસે, તુજ ગુણ ગણને બોલવા, રસના મુજ હરખે. ૧ કાયા અતિ આનંદ મુજ, તુમ યુગ પદ ફરસે, તો સેવક તાર્યા વિના, કહો કિમ હવે સરસે. ૨
Page #77
--------------------------------------------------------------------------
________________
એમ જાણીને સાહિબા એ, નેક નજર મોહે જોય, - જ્ઞાનવિમલ પ્રભુ સુનજરથી, તે શું જે નવિ હોય. ૩
કિંચિ સૂત્ર જં કિંચિ નામતિર્થં, સગે પાયાલિ માણસે લોએ, જાઈ જિણબિંબઈ, તાઈ સવ્વા વંદામિ. ૧
ભાવાર્થ : આ સૂત્ર દ્વારા ત્રણે લોકમાં વિદ્યમાન તીર્થો અને જિન પ્રતિમાઓને નમસ્કાર કરવામાં આવેલ છે.
- નમુત્થરં સૂત્ર
નમુસ્કુર્ણ, અરિહંતાણે, ભગવંતાણે. ૧. આઈ-ગરાણ, તિસ્થયરાણ, સયંસંબુદ્ધાણં. ૨. પુરિયુત્તરમાણે, પુરિસ-સીહાણ, પુરિસ-વર-પુંડરિઆણં, પુરિસ-વર-ગંધહસ્થીર્ણ. ૩. લગુત્તરમાણે, લોગ-નાહાણે, લોગ-હિઆણે લોગ-પદવાણ, લોગપજ્જોઅગરાણ. ૪. અભયદયાણ, ચકખુદયાણ, મગ્નદયાણ, સરણદયાણ, બોડિદયાણું. ૨. ધમ્મદયાણ, ધમ્મદેસયાણ, ધમનાયગાણ, ધમ્મ-સારહણ, ધમ્મ-વર-ચારિત ચક્કવટ્ટીર્ણ. ૬. અપ્પડિહય-વરનાણ- દંસણધરાણ, વિયટ્ટ-છઉમાણે. ૭. જિણાણું, જાવયાણ, તિજ્ઞાણે, તારયાણ, બુદ્ધાણં, બોહવાણું, મુત્તાણું, મોઅગાણું. ૮. સબસૂર્ણ, સવદરિસીણે, સિવ-મયલ-ભરુચમહંત-મખિય-મબાબાહ-મપુણરાવિત્તિ- સિદ્ધિગઇ-નામધેય, ઠાણે સંપત્તાણું, નમો જિણાણું-જિઅભયાણ. ૯. જે અ અઈયા સિદ્ધા, જે અ ભવિસ્તૃતિ ણાગએ કાલે, સંપઇ આ વટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિ. ૧૦.
Page #78
--------------------------------------------------------------------------
________________
ભાવાર્થ: આ સૂત્રમાં અરિહંત પરમાત્માના ગુણોનું વર્ણન છે અને ઈન્દ્ર મહારાજા પ્રભુની સ્તુતિ કરતી વખતે આ સૂત્ર બોલે છે.
જાવંતિ ચેઇઆઇ જાવંતિ ચેઇઆઇ, ઉદ્દે અહે અ તિરિઅ-લોએ અ; સવ્વાઈ તાઇ વંદે, ઈહ સંતો તત્વ સંતાઈ. ૧.
ભાવાર્થ : આ સૂત્ર દ્વારા ત્રણે લોકમાં રહેલી જિન પ્રતિમાજીઓને નમસ્કાર કરવામાં આવે છે.
અહીં એક ખમાસમણું આપવું.
ઇચ્છામિ ખમાસમણો વદિઉં જાવણિજ્જાએ નિસીહિઆએ મત્યએણ વંદામિ.
જાવંત કેવિ સાહૂ જાવંત કેવિ સાહુ, ભચહેરવય-મહાવિદેહે અ; સલૅસિ તેસિં પણઓ, તિવિહેણ તિબંડ વિરયાણ. ૧.
ભાવાર્થ : આ સૂત્રમાં ભરત, ઐરાવત અને મહાવિદેહ એમ ત્રણેય ક્ષેત્રમાં વિચરતાં સર્વે સાધુ-સાધ્વીજી ભગવંતોને નમસ્કાર કરવામાં આવે છે. '(નીચેનું સૂત્ર ફક્ત પુરુષોએ બોલવું.)
નમોડહં . નમોડઈ-સિદ્ધાચાર્યોપાધ્યાય-સર્વસાધુભ્યઃ |
ભાવાર્થ : આ સૂત્રમાં પંચપરમેષ્ઠિ ભગવંતોને નમસ્કાર કરવામાં આવ્યો છે.'
Page #79
--------------------------------------------------------------------------
________________
૭૮
સ્તવન આજ મારા પ્રભુજી!સામુ જુઓને, સેવક કહીને બોલાવો રે, એટલે હું મનગમતું પામ્યો, રૂઠડાંબાલમનાવો, મારા સાંઈરે.૧. પતિત પાવન શરણાગતવત્સલ, એ જસ જગ મચાવો રે, મન રે મનાવ્યા વિણ નહીં મૂકું, એહી જ મારો દાવો રે. ૨. કબજે આવ્યા તે નહિ મૂકે, જિહાં લગે તુમ સમ થાવું રે, જો તુમ ધ્યાન વિના શિવ લહીયે, તો તે દાવ બતાવો રે. ૩. મહા ગોપ ને મહાનિર્યામક, એવાં એવાં બિરુદ ધરાવો રે, તો શું આશ્રિતને ઉદ્ધરતાં બહુ બહુ શું કહાવો રે. ૪. જ્ઞાનવિમલ ગુરુનો નિધિ મહિમા, મંગલ એહી વધાવો રે, અચલ અભેદપણે અવલંબી, અહોનિશ એહી દિલ ધ્યાવરે. ૫.
જય વીસરાય જય વીયરાય!જગ-ગુરુહોઉ મમતુહપભાવ ભયવી, ભવનિર્વે ઓમજ્ઞાણસારિયા ઇટ્ટાફલસિદ્ધિ. ૧. લોગ-વિરુદ્ધચ્ચાઓ, ગુરજણ-પૂઆ પરત્થકરણ ચ; સુહ ગુરુ જોગો તવયણ-સેવણા આભવ-અખંડા. ૨. વારિજ્જઈ જઇવિ નિઆણ બંધણું વીરાયતુહ સમએ, તહવિ મમ હુજ્જ સેવા, ભવે ભવે તુહ ચલણાણું. ૩. દુકૂખખઓ કમ્મકુખઓ, સમાધિમરણંચબોહિલાભો અ; સંપન્જ મહ એ અં, તુહ નાહ! પણામ કરણેણ. ૪. સર્વ-મંગલ-માંગલ્ય, સર્વ કલ્યાણ કારણ; પ્રધાન સર્વ ધર્માણાં, જૈન જયતિ શાસનમ. ૫.
Page #80
--------------------------------------------------------------------------
________________
ભાવાર્થ : આ સૂત્રમાં પ્રભુ પાસે ઉત્તમ પ્રકારની પ્રાર્થના કરવામાં આવી છે.
(પછી ઊભા થવું.)
અરિહતચેઇઆણં સૂત્ર અરિહંતચેઇઆણે કરેમિ કાઉસ્સગ્ન. ૧. વંદણવરિઆએ, પૂઅણવરિઆએ, સક્કારવરિઆએ, સમ્માણવત્તિ'એ, બોકિલાભવત્તિએ, નિરુવસગ્ગવત્તિઆએ. ૨. સદ્ધાએ મેહાએ દિઇએ ધારણાએ અણુપેહાએ વડ્ડમાણીએ ઠામિ કાઉસ્સગ્ગ. ૩. - ભાવાર્થ : આ સૂત્રમાં જ્યાં ચૈત્યવંદન કરતા હોઈએ તે દેરાસરની તમામ પ્રતિમાઓને વંદન કરવામાં આવે છે.
અન્નત્થ સૂત્ર અન્નત્ય ઊસસિએણં, નિસસિએણં, ખાસિએણે, છીએણં, જંભાઈએણં, ઉડુએણં, વાયનિસગેણં, ભમલીએ પિત્તમુચ્છાએ. ૧. સુહમેહિં અંગ-સંચાલેહિં, સુહમેહિં ખેલ-સંચાલેહિં, સુહુમેહિં દિઢિ-સંચાલેહિં. ૨. એવભાઈએહિં આગારેહિં, અભખ્ખો અવિવાહિઓ, હુજ મે કાઉસ્સગ્ગો. ૩. જાવ અરિહંતાણં, ભગવંતાણું, નમુક્કારેણં ન પારેમિ.૪. તાવ કાય, ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્પાણે વોસિરામિ. ૫.
હવે એક નવકારનો કાઉસ્સગ્ગ કરી પારીને નમોહત્ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યઃ કહીને નીચે પ્રમાણે થાય (સ્તુતિ) કહેવી.
Page #81
--------------------------------------------------------------------------
________________
It
૮૦
-
--
---
--
જય જય ભવિ હિતકર વીર જિનેશ્વર દેવ, સુરનરના નાયક જેહની સાથે સેવ, કરુણા રસ કંદો વંદો આણંદ આણી, ત્રિશલા સુત સુંદર ગુણમણિ કેરો ખાણી. ૧.
અને છેલ્લે ભાવપૂજાની પૂર્ણાહુતિ કરતાં...કરતાં નીચેની ભાવવાહી સુંદર ભાવના ભાવવી. આવ્યો શરણે તમારા,જિનવર કરજો આશપૂરી અમારી, નાવ્યોભવપારમારો,તુમવિણજગતમાં સારલેકોણમારી; ગાયોજિનરાજ આજે હર્ષ અધિકથી, પરમ આનંદકરી, પાયો તુમ દર્શ નાગે, ભવભય ભ્રમણા નાથ! સર્વે હમારી. ૧ ભવોભવ તુમ ચરણોની સેવા, હું તો માગું છું દેવાધિદેવા, સામું જુઓને સેવક જાણી, એવી ઉદયરત્નની વાણી. ઉપસર્ગો ક્ષય યાન્તિ, છિદ્યતે વિદનવલય, મન પ્રસન્નતામતિ, પૂજ્યમાને જિનેશ્વરે. સર્વમંગલ માંગલ્ય, સર્વ કલ્યાણ કારણે, પ્રધાન સર્વ ધર્માણાં, જૈન જયતિ શાસનમ.
Page #82
--------------------------------------------------------------------------
________________
= ૮૧ =
પ્રભુજીની નવાંગી પૂજાના દુહા અંગૂઠે -જળભરી સંપુટ પત્રમાં, યુગલિક નર પૂજંત,
ઋષભ ચરણ અંગૂઠડે, દાયક ભવજળ અંત. ૧ ઢીંચણે -જાનું બળે કાઉસગ્ગ રહ્યા, વિચર્યા દેશ-વિદેશ,
ખડા ખડા કેવળ લલ્લું, પૂજો જાનુ નરેશ. ૨ કાંડે -લોકાંતિક વચને કરી, વરસ્યા વરસી દાન,
કરકાંડે પ્રભુ પૂજના, પૂજો ભવિ બહુમાન. ૩ ખભે -માન ગયું દોય અંશથી, દેખી વીર્ય અનંત,
ભૂજા બળે ભવજલ તર્યા, પૂજો ખંધ મહંત. ૪ મસ્તકે - સિદ્ધ શિલા ગુણ ઉજળી, લોકાંતે ભગવંત,
વસિયા તેણે કારણ ભવિ, શિર -શિખા પૂજંત. પ કપાળે - તીર્થકર પદ પુણ્યથી, ત્રિભુવન જન સેવંત,
ત્રિભુવન તિલક સમા પ્રભુ, ભાલ તિલક જયવંત. ૬ કંઠે - સોળ પહોર પ્રભુ દેશના, કંઠે વિવર વર્તુળ,
મધુરધ્વનિ સુરનર સુણે, તિણે ગળે તિલક અમૂલ. ૭ હૃદયે - હૃદય કમલ ઉપશમ બળે, બાળ્યા રાગ ને રોષ,
હિમ દો વન ખંડને, હૃદય તિલક સંતોષ. ૮ નાભિએ - રત્નત્રયી ગુણ ઊજળી, સકળ સુગુણ વિશ્રામ,
નાભિ કમળની પૂજના, કરતાં અવિચળ ધામ. ૯ ઉપદેશક નવ તત્ત્વના, તીણ નવ અંગ જિણંદ, પૂજો બહુ વિધ ભાવથી, કહે શુભવીર મુણિંદ,
Page #83
--------------------------------------------------------------------------
________________
૮ર
–
પરમાત્માની અષ્ટપ્રકારી પૂજાના દુહા
૧. જળપૂજા નમોડર્વત્ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્યઃ (આ સૂત્ર ફકત પુરુષોએ જ દરેક પૂજાની પહેલા બોલવું.)
(દૂધનો પ્રક્ષાલ કરતી વખતે બોલવાનું) મેરુ શિખર નવરાવે, હો સુરપતિ મેરુ શિખર નવરાવે, જન્મકાળ જિનવરજી કો જાણી, પંચરૂપ કરી આવે. હો સુ૦ ૧ રત્ન પ્રમુખ અડજાતિના કળશા, ઔષધિ ચૂરણ મિલાવે, : ક્ષીરસમુદ્ર તીર્થોદક આણી, સ્નાત્ર કરી ગુણ ગાવે. હો સુ0 ર એણી પેરે જિન પ્રતિમાકો નવણ કરી, બોધિબીજ માનું ભાવે, અનુક્રમે ગુણ રત્નાકર ફરસી, જિન ઉત્તમ પદ પાવે. હો. સુ) ૩
જળપૂજાનું રહસ્ય પ્રક્ષાલ પ્રભુનો થાય અને કર્મમલ આપણો દૂર થાય (પાણીનો પ્રક્ષાલ કરતી વખતે બોલવાનું) . જલપૂજા જુગતે કરો, મેલ અનાદિ વિનાશ, જલપૂજા ફળ મુજ હોજો, માંગો એમ પ્રભુ પાસ... - જ્ઞાન કળશ ભરી આતમાં, સમતારસ ભરપૂર,
શ્રી જિનને નવરાવતાં, કર્મ થાય ચકચૂર. ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રીય જલ યજામહે સ્વાહા.
Page #84
--------------------------------------------------------------------------
________________
-
-
૮૩
૨. ચંદનપૂજા
ચંદનપૂજાનું રહસ્ય - આ પૂજા દ્વારા આપણો આત્મા ચંદન જેવો શાંત અને શીતલ બને.
શીતલ ગુણ જેહમાં રહ્યો, શીતળ પ્રભુ મુખ રંગ, આત્મ શીતળ કરવા ભણી, પૂજો અરિહા અંગ.
૩ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય. જન્મ-જરામૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ચંદન યજામહે સ્વાહા.
સુખડથી વિલેપન-પૂજા કરવી અને પછી કેસરથી નવે અંગે પૂજા કરવી. નખ કેસરમાં ન બોળાય અને નખ પ્રભુને અડે નહિ તે ધ્યાન રાખવું
- ૩. પુષ્પપૂજા
પુષ્પપૂજાનું રહસ્ય આ પૂજા દ્વારા આપણું જીવન પુષ્પની જેમ સુગંધિત બને અને સગુણોથી સુવાસિત બને.
સુરભિ અખંડ કુસુમાગ્રહી, પૂજો ગત સંતાપ, સુમ-જંતુ ભવ્ય જ પરે, કરીયે સમકિત છાપ. પાંચકોડીના ફૂલડે ધામ્યા દેશ અઢાર,
રાજા કુમારપાળનો, કવિ. જય-જયકાર. : ૐ હ્રી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરા-મૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય પુષ્પાણિ યજામહે સ્વાહા.
Page #85
--------------------------------------------------------------------------
________________
૮૪
સુંદર, સુગંધવાળા અને અખંડ પુષ્પો ચઢાવવા, નીચે પડેલા તથા વાસી પુષ્પો ચઢાવવા નહિ.
૪. ધૂપપૂજા
ધૂપપૂજાનું રહસ્ય આ પૂજા દ્વારા જેમ ધૂપની ઘટા ઊંચે જાય, તેમ આપણો આત્મા ઉચ્ચ ગતિની પ્રાપ્તિ કરે.
ધ્યાન ઘટા પ્રગટાવીયે, વામનયન જિન ધૂપ, મિચ્છર દુર્ગધ દૂરે ટળે, પ્રગટે આત્મ-સ્વરૂપ. અમે ધૂપની પૂજા કરીએ રે, ઓ મનમાન્યા મોહનજી. અમે ધૂપ ઘટા અનુસરીયે રે, ઓ મન માન્યા મોહનજી. પ્રભુ નહિ કોઈ તમારી તોલે રે, ઓ મન માન્યા મોહનજી. પ્રભુ અંતે છે શરણ તમારું રે, ઓ મન માન્યા મોહનજી. પ્રભુ તમે તર્યા અમને તારજો રે, ઓ મન માન્યા મોહનજી.
ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરામૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ધૂપં યજામહે સ્વાહા.
ગભારાની બહાર પ્રભુજીની ધૂપપૂજા કરવી. ધૂપ પૂજા શુદ્ધ અને સુગંધી ધૂપ વડે કરવી.
૫. દીપકપૂજા
દીપકપૂજાનું રહસ્ય છે. આ પૂજા દ્વારા મારા આત્માના અજ્ઞાનરૂપી અંધકારનો નાશ થાઓ અને કેવળજ્ઞાનરૂપી દીપકનો પ્રકાશ થાઓ.
Page #86
--------------------------------------------------------------------------
________________
૮૫
દ્રવ્ય દીપ સુવિવેકથી, કરતાં દુઃખ હોય ફોક, ભાવપ્રદીપ પ્રગટ હુએ, ભાસિત લોકાલોક.
ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરામૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય દીપ યજામહે સ્વાહા.
પુરુષોએ પ્રભુજીની જમણી બાજુએ ઉભા રહી અને સ્ત્રીઓએ પ્રભુજીની ડાબી બાજુ ઉભા રહીને દીપક પૂજા (ધૂપપૂજા વિગેરે) કરવી.
૬. અક્ષતપૂજા
અક્ષતપૂજાનું રહસ્ય - અજન્મા થવાની પૂજા એટલે અખંડ અક્ષત પૂજા. શુદ્ધ અખંડ અક્ષત ગ્રહી, નંદાવર્ત વિશાલ, પૂરી પ્રભુ સન્મુખ રહો, ટાળી સકલ જંજાલ.
ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરામૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય અક્ષતં યજામહે સ્વાહા.
સાથીઓ કરતી વખતે ભાવવાના દુહા અક્ષત પૂજા કરતાં થકાં, સફલ કરૂં અવતાર, ફળ માંગુ પ્રભુ આગળે, તાર તાર મુજ તાર. ૧ સાંસારિક ફલ માંગીને, રઝડ્યો બહુ સંસાર, અષ્ટ કર્મ નિવારવા માંગુ મોક્ષફળ સાર. ૨ ચિહું ગતિ ભ્રમણ સંસારમાં, જન્મ મરણ જંજાળ, પંચમગતિ વિણ જીવને, સુખ નહિ ત્રિહું કાળ. ૩
Page #87
--------------------------------------------------------------------------
________________
८६
દર્શન-શાન-ચારિત્રાના, આરાધનથી સાર, સિદ્ધશિલાની ઉપરે, હો મુજ વાસ શ્રીકાર. ૪
૭. નેવેધપૂજા .
નૈવેધપૂજાનું રહસ્ય આ પૂજા દ્વારા અનંતકાળની મારી આહારસંજ્ઞાનો નાશ થાઓ અને અણાહારી પદની પ્રાપ્તિ થાઓ.
અણાહારી પદ મેં કર્યા, વિગ્રહ ગઇ અનંત, દૂર કરી તે દીજીએ, અણાહારી શિવ સંત. ન કરી નૈવેદ્ય પૂજના, ન ધરી ગુરુની શીખ, લેશે પરભવે અશાતા, ઘર ઘર માંગશે ભીખ.
- ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરામૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય નૈવેદ્ય યજામહે સ્વાહા. - સાથિયા ઉપર સાકર, પતાસા અને ઉત્તમ મીઠાઈ ઘરની સુદ્ધ બનાવેલી ચડાવવી. પીંપર, ચોકલેટ મૂકાય નહિ.
૮. ફળપૂજા
ફળપૂજાનું રહસ્ય આ પૂજા દ્વારા મને શ્રેષ્ઠ એવા મોક્ષફળની પ્રાપ્તિ થાઓ. ઈન્દ્રાદિક પૂજા ભણી, ફલ લાવે ધરી રાગ, પુરુષોત્તમ પૂજા કરી, માંગે શિવફળ ત્યાગ.
Page #88
--------------------------------------------------------------------------
________________
---
-
-
८७
--
ૐ હ્રી શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરામૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ફલં યજામહે સ્વાહા.
શ્રીફળ, બદામ, સોપારી અને પાક ઉત્તમ ફળો સિદ્ધશિલા ઉપર મૂકવા.
ચામરપૂજાનો દુહો. બે બાજુ ચાર ઢાળે, એક આગળ વજ ઉલાળે, જઈ મેરૂ ધરી ઉસંગે, ઇન્દ્ર ચોસઠ મળીયા રંગે, પ્રભુ પાસનું મુખડું જોવા, ભવોભવનાં પાતિક ખોવા.
દર્પણપૂજાનો દુહો પ્રભુ દર્શન કરવા ભણી, દર્પણ પૂજા વિશાલ. આત્મ દર્શનથી જુએ, દર્શન હોય તત્કાલ.
B પૂજાવિધિ સમાપ્ત H
Page #89
--------------------------------------------------------------------------
________________
८८
સામાયિક લેવાની વિધિ સામાયિક કરવામાં જોઇતી વસ્તુઓ
૧. સીવ્યા વિનાના શુદ્ધ વસ્ત્રો, ૨. કટાસણું, ૩. મુહપત્તિ, ૪. સાપડો, પ. પુસ્તક, ૬. ચરવળો, ૭. ઘડી, ૮. નવકારવાળી. ૧. પ્રથમ શુદ્ધ વસ્ત્રો પહેરવાં, પછી ચરવળાથી જગ્યા પૂંજી સ્થાપનાજી સ્થાપવા માટે સાપડા ઉપર પુસ્તક મૂકીને મુહપત્તિ ડાબા હાથમાં રાખી જમણો હાથ પુસ્તક સામે રાખીને નવકાર-પંચિંદિય કહીને સ્થાપનાજી સ્થાપવા.
૨. પછી એક ખમાસમણું દઇને ઇરિયાવહિયં, તસ્સ ઉત્તરી, અન્નત્યં કહી એક લોગસ્સનો (ન આવડે તો ચાર નવકારનો) કાઉસ્સગ્ગ કરવો, કાઉસ્સગ્ગ પારીને (નમો અરિહંતાણં કહીને) પ્રગટ લોગસ્સ બોલવો. પછી
૩. ખમાસમણું દઇ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સામાયિક મુહપત્તિ પડિલેહું ? ઇચ્છે. કહીને મુહપત્તિ પડિલેહવી. ૪. પછી એક ખમાસમણું દઇ, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ સામાયિક સંદસાહું ? ઇચ્છું, કહી એક ખમાસમણ દઇ, ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ સામાયિક ઠાઉં ? ઇચ્છે કહી બે હાથ જોડી એક નવકાર ગણવો.
૫ પછી ઇચ્છકારી ભગવન્ પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરાવશોજી. એમ કહી કરેમિ ભંતે સૂત્ર ગુરુ કે વિડલ હોય તો તેમની પાસે બોલાવવું અથવા પોતે બોલવું,. ૬ પછી એક ખમાસમણું દઇ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!
Page #90
--------------------------------------------------------------------------
________________
૮૯
--
-
બેસણે સંદિસાહું?” ઈચ્છે, કહી એક ખમાસમણું દઈ . “ઇચ્છાકરેણ સંદિસહ ભગવન્! બેસણે ઠાઉં?”ઇ કહી એક ખમાસમણ દઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સજઝાય સંદિસાહું ? ઇચ્છે કહી ઇચ્છા, સંદિસહ ભગવત્ સઝાય
કરૂં ? ઇચ્છ, કહી બે હાથ જોડીને ત્રણ નવકાર ગણવા. ૭. પછી બે ઘડી અર્થાત્ અડતાલીસ (૪૮) મિનિટ સુધી સ્થિર
આસને બેસી ધર્મધ્યાન કરવું. સ્વાધ્યાય કરવો. સામાયિકમાં સંસારની વાત ન થાય- સંસાર સંબંધી વિચાર પણ ન થાય.
શ્રી સામાયિક પારવાની વિધિ ૧. પ્રથમ એક ખમાસમણું દઇને ઇરિયાવહિય, તસ્ય ઉત્તરી,
અન્નત્ય કહી એક લોગસ્સ અથવા ન આવડે તો ચાર નવકારનો કાઉસ્સગ્ન કરવો. (નમો અરિહંતાણં કહીને)
કાઉસ્સગ પારીને પ્રગટ લોગસ્સ બોલવો. ૨ પછી એક ખમાસમણું દઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્!
મુહપત્તિ પડિલેહું ? ઈચ્છે, કહીને મુહપત્તિ પડિલેહવી. ૩ પછી એક ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવ!
સામાયિક પારું! એમ આદેશ માગવો પછી (ત્યાં ગુરુ હોય તો પુન્નવિ કાયā કહે ત્યારે) “યથાશક્તિ' કહી એક ખમાસમણ દઈ, ઇચ્છાકારેણ સંદિસહ ભગવ! સામાયિક પાર્યું? એમ કહી (ગુરુજી હોય તો આયારો ન મોત્તવ્યો કહે ત્યારે) તહત્તિ” કહેવું. પછી જમણો હાથ ચરવળા અથવા કટાસણા ઉપર સ્થાપીને એક નવકાર ગણી
સામાઇયવયજુત્તો સૂત્ર બોલવું. ૪ સ્થાપના સ્થાપેલ હોય તો જમણો હાથ સવળો રાખી
એક નવકાર ગણી સ્થાપનાજી ઉત્થાપી લેવા.
Page #91
--------------------------------------------------------------------------
________________
દિવસનાં પચ્ચક્ખાણ
નવકારશીનું પચ્ચખાણ ઉગ્ગએ સૂરે, નમુક્કારસહિઅં, મુશ્કેિસહિએ પચ્ચકખાઈ (પચ્ચકખામિ) ચઉવિલંપિ આહાર-અસણં, પાછું, ખાઇમં, સાઇમ અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણે વોસિરઈ (વોસિરામિ).
- પોરિસી-સાકૃપોરિસી
ઉગ્ગએ સૂરે, નમુક્કારસહિઅં, પોરિસિં, સાઢપોરિસિં, મુટ્ટિસહિએ પચ્ચખાઈ(પચ્ચખામિ), ઉગ્ગએ સૂરે ચઉવિલંપિ આહાર અસણં, પાણ, ખાઇમં, સાઇમ અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છન્નકાલેણે, દિસામોહેણં, સાવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાવિવત્તિયાગારેણં, વોસિરઈ (વોસિરામિ)
એકાસણું-બેઆસણું ઉગ્ગએ સૂરે, નમુક્કારસહિઅં, પોરિસિં, સાપોરિસિં, મુક્રિસહિઅં, પચ્ચકખાઇ (પચ્ચકખામિ), ઉગ્ગએ સૂરે ચઉવ્વિલંપિ આહાર, અસણં, પાણ, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છકાલેણં, દિસામોહેણ, સાહુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણે વિગઈઓ પચ્ચખાઈ (પચ્ચકખામિ), અન્નત્થણાભોગેણે સહસાગારેણં, લેવાલેવેણ, ગિહત્યસંસણ ઉસ્મિત્તવિવેગેણં, પડુચ્ચમક્તિએણં, પારિદ્રાવણિયા
-
Page #92
--------------------------------------------------------------------------
________________
૯૧
ગારેણં મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણું-એગાસાં બિયાસણું, પચ્ચસક્ખાઇ (પચ્ચક્ખામિ) તિવિહંપિ આહારં અસણં, ખાઇમં, સાઇમં, અન્નત્થણા-ભોગેણં સહસાગારેણં, સાગારિયાગારેણં, આઉંટણપસારેણં,ગુરુઅભ્ઢાણેણં, પારિટ્ઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં પાણસ્સ લેવેણ વા, અલેવેણ વા, અચ્છેણ વા, બહુલેવેણ વા, સસિન્થેણ વા, અસિત્થેણ વા વોસિરઇ (વોસિરામિ).
(જો. બિઆસણાનું પચ્ચક્ખાણ કરવું હોય તો “બિયાસણું” અને એકાસણાનું પચ્ચક્ખાણ ક૨વું હોય તો “એગાસણું” પાઠ કહેવો.)
આયંબિલ
ઉગ્ગએ સૂરે, નમુક્કારસહિઅં, પોરિસિં, સાઙ્ગપોરિસિં, મુદ્વેસિંહઅં, પચ્ચક્ખાઇ (પચ્ચક્ખામિ), ઉગ્ગએ સૂરે ચન્વિહંપિ આહાર, અસણં, પાણં, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છન્નકાલેણં, દિસામોહેણં, સાહુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, આયંબિલ પચ્ચક્ખાઇ (પચ્ચક્ખામિ), અન્નત્થણાભોગેણં સહસાગારેણં, લેવાલેવેણં, ગિહત્થસંસટ્ટેણું ઉક્ષિવિવેગેણં, પારિટ્ઠાવણિયાગારેણ મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, એગાસણ પચ્ચક્ખાઇ (પચ્ચક્ખામિ), તિવિહંપિ આહારં, અસણં, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, સાગારિયાગારેણં, આઉંટણપસારેણં, ગુરુઅદ્ભુઢાણેણં, પારિટ્ઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં પાણસ્સ લેવેણ વા, અલેવેણ વા,
Page #93
--------------------------------------------------------------------------
________________
૯૨
અણ વા, બહુલેવેણ વા, સસિત્થેણ વા, અસિત્થેણ વા વોસિરઇ (વોસિરામિ).
તિવિહાર ઉપવાસ
સૂરે ઉગ્ગએ, અબ્મત્તદ્વં પચ્ચક્ખાઇ (પચ્ચક્ખામિ) તિવિહંપિ આહારં, અસણં, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પારિટ્ઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં પાણહાર પોરિસિં, સાઙ્ગપોરિસિં, મુÎિસહિયં પચ્ચક્ ખાઇ (પચ્ચક્ખામિ) અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છન્નકાલેણં, દિસામોહેણં, સાહુવયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, પાણસ્સ લેવેણ વા, અલેવેણ વા, અચ્છેણ વા, બહુલેવેણ વા, સસિત્થેણ વા, અસિત્થેણ વા વોસિરઇ (વોસિરામિ).
ચઉવિહાર ઉપવાસ
સૂરે ઉગ્ગએ, અત્તį પચ્ચક્ખાઇ (પચ્ચક્ખામિ), ચવિહં પિ આહારં, અસણં, પાણં, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં પારિટ્ઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, વોસિરઇ (વોસિરામિ)
દેશાવગાસિક
દેસાવગાસિયં, ઉવભોગ, પરિભોગ, પચ્ચક્ખાઇ (પચ્ચક્ખામિ), અન્નત્થણાભોગેણં, સહસાગારેણં મહત્તરા ગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, વોસિરઇ (વોસિરામિ)
Page #94
--------------------------------------------------------------------------
________________
૯૩
સાંજના પચ્ચક્ખાણ
૧. પાણહારનું પચ્ચક્ખાણ (તિવિહાર ઉપવાસ-આયંબિલએકાસણા-બિયાસણાવાળાએ લેવાનું)
પાણહાર, દિવસચરિમં, પચ્ચક્ખાઇ (પચ્ચક્ખામિ), અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણું વોસિ૨ઇ (વોસિરામિ).
૨. ચઉવિહારનું પચ્ચક્ખાણ
દિવસચરિમં પચ્ચક્ખાઇ(પચ્ચક્ખામિ), ચવિહંપિ આહારં, અસણં, પાણં, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં વોસિરઇ (વોસિરામિ).
૩. તિવિહારનું પચ્ચક્ખાણ
દિવસચરમં પચ્ચક્ખાઇ (પચ્ચક્ખામિ), તિવિહંપિ આહારં, અસણં, ખાઇમં, સાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં વોસિ૨ઇ (વોસિરામિ).
૪. દુવિહારનું પચ્ચક્ખાણ
દિવસચરમં પચ્ચખાઇ, વિહંપિ આહારં, અસણં, ખાઇમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્ત-રાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણ વોસિરઇ (વોસિરામિ).
原蛋
Page #95
--------------------------------------------------------------------------
________________
૯૪ શ્રાવક કર્તવ્યની ટુંક સમજ
(શ્રી જિનહર્ષસૂરીશ્વરજીની રચેલી શ્રી શ્રાવક કરણીની સક્ઝાય ઉપરથી સાર રૂપે)
(જેમાં સવારથી સાંજ સુધીના જીવન પર્યંતનાં કર્તવ્યોનો સમાવેશ કરેલો છે.) ૧. હે શ્રાવક ! પાછલી રાત ચાર ઘડી બાકી રહેતાં ઊઠીને
ભવસમુદ્રથી પાર કરનારા શ્રી નવકાર મંત્રનું નિરંતર સ્મરણ રાખજે. હે શ્રાવક ! તારો દેવ કોણ ? ગુરુ કોણ? ધર્મ શું? કુળના કૃત્યો શા છે? અને તારો ધંધો શું છે? તેનો વિચાર કરજે. હે શ્રાવક ! શુદ્ધ ચિત્તે નિરંતર સામાયિક કરજે. ધર્મબુદ્ધિ રાખજે અને રાત્રિનાં પાપની આલોચના નિમિત્તે રાઈ
પ્રતિક્રમણ કરજે. ૪. હે શ્રાવક ! શક્તિ પ્રમાણે પદ્માણ લેજે, જિન આજ્ઞા
પાળજે. અને પ્રભુના ગુણ યાદ કરનાર સ્તવન
સઝાયાદિ ભણજે. ૫. હે શ્રાવક ! ચૌદ નિયમો ધારણ કરજે, જીવદયા પાળજે,
દેરાસર જઈ પ્રભુ દર્શન, પૂજન આદિ કરજે. હે શ્રાવક ! ઉપાશ્રયે જઈ ગુરુવંદન કરજે, એકચિત્તે વ્યાખ્યાન સાંભળજે અને દોષ રહિત ખપતો આહાર સાધુઓને વહોરાવજે. હે શ્રાવક ! સાધર્મિકનું સગપણ જગતમાં અધિક માનજે, સ્વામિવાત્સલ્ય કરજે, દુઃખી-દીન અને અંગહીનજનો પર દયા રાખજે.
૩,
Page #96
--------------------------------------------------------------------------
________________
૯૫ ૮. હે શ્રાવક ! સંપત્તિ પ્રમાણે દાન આપજે. મુરબ્બી સાથે
ગર્વ ન કરજે, નમ્ર બનજે, ધર્મના નિયમો ગુરુ પાસેથી ધારણ કરજે, ધર્મ ન વિસરતો. હે શ્રાવક ! શબ્દ, નિર્દોષ ધંધો કરજે, ઓછું આપવાનો અને વધારે લેવાનો ત્યાગ કરજે, કૂડી સાક્ષી ન પૂરજે
અને જુઠાણું સદંતર ત્યાગજે. ૧૦. હે શ્રાવક ! બત્રીશ અનંતકાય, બાવીશ અભક્ષ્યનો સર્વથા
ત્યાગ કરજે, કાચાં કુણાં ફલ ન ખાજે. ૧૧. હે શ્રાવક ! રાત્રિ ભોજનના અસંખ્ય દોષો છે. એમ
સમજજે અને તેનો જરૂરાજરૂર ત્યાગ કરજે. સાજીખાર, સાબુ, લોઢું અને લોઢાનો સામાન, ગળી, મધ અને મહુડાં વેચવાનો (વેપાર કરવાનો) જૈન શાસ્ત્રમાં નિષેધ કરેલ
છે માટે તેનો વેપાર ન કરજે. ૧૨. હે શ્રાવક ! રંગનો પાસ કરાવવામાં ઘણા દોષો છે,
તેમજ પાણી પણ બબ્બે વાર ગાળીને વાપરવું જોઈએ. અણગળ પાણી કોઈ વાર પીજે નહિ. હે શ્રાવક!સંખારાના જીવોયતનાપૂર્વક તેના સ્થાને પરઠવજે, લાકડાં-છાણાં ચૂલામાં મૂકતાં બરાબર તપાસજે, પાપ બને
તેટલું છોડવા અને પુણ્ય પ્રાપ્ત કરવા તત્પર રહેજે. ૧૪. શ્રાવક ! પાણી ઘીની પેઠે અને બને તેટલું ઓછું વાપરજે.
વસ્ત્રો ધોવામાં પાણી ગાળીને વાપરજે, બ્રહ્મચર્ય બની શકે
તેવી રીતે પાળજે, સઘળાં પાપાદિ દોષોને દૂર કરજે. ૧૫. હે શ્રાવક ! પાપ ઉત્પન્ન કરનાર પંદર કર્માદાન શાસ્ત્રમાં
કહેલાં છે તેનો ત્યાગ કરજે, અનર્થદંડ માથે ન લઇશ.
૧૩.
Page #97
--------------------------------------------------------------------------
________________
૯૬
૧૬. હે શ્રાવક ! શુદ્ધ સમકિત હૃદયમાં ધારણ કરજે. વચન વિચારીને બોલજે, ઉત્તમ ધર્મ કાર્યમાં દ્રવ્ય વ્યય કરજે અને પરોપકારનાં કૃત્યો કરજે.
૧૭. હે શ્રાવક ! તેલ, છાશ, ઘી, દહીંનાં ભાજન ખુલ્લાં ના મૂકીશ, બે અષ્ટમી, બે ચતુર્દશી અને સુદ પંચમી એ પાંચ તિથિમાં દળવા, ખાંડવાના આરંભના કાર્યો ન કરજે, ઢોંગ છોડીને શિયળ પાળજે.
૧૮. હેથ્રાવક!સાંજેચોવિહાર-ચારઆહારનોત્યાગકરજે,દિવસના પાપની આલોચના કરજે, જેથી સઘળાં દુઃખ નાશ પામશે. ૧૯. હે શ્રાવક ! વળી છ આવશ્યક સંભાળજે, સંધ્યા પ્રતિક્રમણ કરજે જિનેશ્વર દેવના ચરણોની ભવોભવ સેવા મળજો” એવી ભાવનાપૂર્વક ચારનાં શણ ઇચ્છતો સાગારી અનશન આદરજે.
૨૦. હે શ્રાવક ! શત્રુંજય તીર્થની યાત્રા કરવાના મનમાં વિચારો કરજે, તેમજ સમેતશિખર, આબુ, ગિરનાર આદિ તીર્થોની યાત્રાની ભાવના ભાવજે.
૨૧. હે શ્રાવક ! આ બધી શ્રાવકને કરવા યોગ્ય ક્રિયાઓ છે. તેથી અષ્ટકર્મ, ભવોનો નાશ થાય છે. પાપ બંધન તૂટે છે. નબળાં પડે છે.
૨૨. હે શ્રાવક ! આ ક્રિયાથી સુંદર દેવ વિમાન મળે છે. અંતે મોક્ષ સ્થાનની પ્રાપ્તિ જીવ મેળવી શકે છે. તો જિનહર્ષવિજય મહારાજની કહેલ દુઃખોને નાશ કરનારી આ શ્રાવકકરણીનો અભ્યાસ કરી તેમ વર્તવા પ્રયત્નશીલ રહેજે.
(સ્વાધ્યાય સમુચ્ચયમાંથી સાભાર)
સમાપ્ત છે
:
Page #98
--------------------------------------------------------------------------
________________ ભાડે લીધેલું દાર હોય, અને કોઇ કારણવશાત બે-ચાર માસ રહેવા ન જઇએ તથા મકાનનો ઉપયોગ ન કરીએ તો પણ ભાડું તો આપવું જ પડે. મકાનનો વપરાશ ભલે નથી કર્યો પણ સંબંધ ત્યજ્યો નથી. તે જ રીતે એવાં કેટલાય પાપો છે કે જે શ્રાવક-શ્રાવિકાના જીવનમાં કરાતાં નથી પરંતુ પચ્ચકખાણ ન લીધું હોવાથી ભાડાના | મકાનની જેમ આશ્રવ તો ચાલુ જ રહે છે.આમ આશ્રવને રોકવા પચ્ચખાણ ખૂબ જ ઉપયોગી અને અનિવાર્ય છે. શ્રાવકશ્રાવિકાએ ઉત્તમ અને નિર્ભય જીવના (જીવવા માટે સમ્યક્ત્વપૂર્વક શ્રાવક ધર્મના | બાર વ્રતો સમજવા જોઇએ અને ઉચ્ચરવા જોઇએ. ચાલો આપણે પણ સમ્યકત્વ અને બારવતો વિષે કેટલીક વાતો સમજીએ..... ધીરજલાલા ડાહ્યાલાલ મહેતા Bharat Graphics-Ahmedabad-1. Ph. : (079) 2134176, 2124723 Porc elson Use On ww.jane elibary org Jain Educatie