________________
૩૩
૧૫. જવાબદારી વિનાનાં લગ્નો કે સગપણો કરીશ નહિ,
કરાવીશ નહિ, તેમાં ભાગ લઇશ નહિ. પતિ-પત્નીના
જોડકાની અતિશય પ્રશંસા કરીશ નહિ. ૧૬. કામવિકારની બુદ્ધિએ પરસ્ત્રીનો | પરપુરુષનો સ્પર્શ
કરીશ નહિ. ૧૭. બ્રહ્મચર્યના પાલન માટે “ૐ હ્રીં નમો બંભવયધારીણ”
આ પદની માળા ગણીશ તથા તેમનાથ પ્રભુના ચરિત્રનું અને શ્રી સ્થૂલિભદ્રજીનું સતત સ્મરણ-મનન-ચિંતન તથા
આરાધના કરીશ. તેના દ્વારા કામવાસનાને જીતીશ. ૧૮. જે આસનાદિ ઉપર પરસ્ત્રી બેઠી હોય (અથવા પરપુરુષ
બેઠો હોય) તે આસન ઉપરે સાથે બેસીશ નહિ. ૧૯. હું પરસ્ત્રીની સાથે સ્વસ્ત્રીની નિંદાનું કે અકુશળતાનું
વર્ણન કરવાનું કામ નહિ કરું. (કે જેથી મારા તરફ
પરસ્ત્રી આકર્ષાય નહિ.) ૨૦. બેડરૂમમાં સ્ત્રીનાં, અર્ધનગ્ન સ્ત્રીનાં કે કામોત્તેજક ચિત્રો
રાખીશ નહિ. દિવાલે ચોંટાડીશ નહિ, તથા ગુપ્ત અંગો દેખાય તેવાં ચિત્રો રાખીશ નહિ. (સ્ત્રીને આશ્રયી
પુરુષનાં ચિત્રો) ૨૧. જે આસન ઉપર સ્ત્રી બેઠી હોય તે સ્થાને સ્ત્રી ઉઠી ગયા
પછી પુરુષ બે ઘડી સુધી બેસે નહિ અને જે આસન ઉપર પુરુષ બેઠો હોય તે આસન ઉપર પુરુષ ઉઠી ગયા પછી સ્ત્રી ત્રણ પ્રહર (૯ કલાક) સુધી બેસે નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org