SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ - - વાઉકાય : હું આજે............થી વધારે પંખા, ............થી વધારે હિંચકા, ..........થી વધારે એરકંડીશનનો ઉપયોગ તથા..................થી વધારે ચાલણીનો વપરાશ કરીશ નહિ. વનસ્પતિકાય : ફળ, ફ્રુટ, શાક, ભાજી વિગેરે સર્વે મળીને ..કિલોથી વધારે વનસ્પતિનો ઉપયોગ કરીશ નહિ. અસિ : છેદવાનાં સાધન જેમ કે સોય, કાતર. છરી, ચપ્પ, શસ્ત્ર, બ્લેડ, ટાંકણી વિગેરે. આજે હું સર્વે મળીને.....થી વધારે આ સાધનોનો ઉપયોગ કરીશ નહિ. મસિ : લખવાનાં સાધન જેમ કે પેન, બોલપેન, પેન્સિલ, ચોક વિગેરે. આજે હું સર્વે મળીને ...........થી વધારે આ સાધનોનો ઉપયોગ કરીશ નહિ. કૃષિ : ખેતીનાં સાધનો જેમ કે હળ વિ. હું આજે ખેતીનું કાર્ય કરીશ નહીં. અથવા..............થી વધારે સાધન વાપરીશ નહિ. ચૌદ નિયમોની સાથે પાંચ કાયની હિંસાનું પરિમાણ તથા અસિ-મસિ અને કૃષિનું માપ ધારવું જરૂરી છે. આ ચૌદ નિયમો એક દિવસ પુરતા સવારે ધારવાના, સાંજે વાપરેલી વસ્તુઓને યાદ કરી જેટલી વસ્તુ ન વાપરી હોય તેટલી વસ્તુઓ લાભમાં એમ બોલીને સંક્ષેપવું. એ જ રીતે રાત્રિના નિયમો વિષે સવારે સંક્ષેપવાનું સમજવું. એમ પ્રતિદિન આચરવું. આ જીવમાં જેનાથી ઘણાં વધારે કર્મો બંધાય તે કર્માદાન એવાં ૧૫ કર્માદાન છે. તે શક્ય હોય ત્યાં સુધી જીવનભર વર્જી દેવાં જોઈએ. અથવા ન જ વર્જી શકાય તેવાને બકાત કરી શેષ આ કર્માદાનો ત્યજી દેવાં જોઈએ. તે આ પ્રમાણે :- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001211
Book TitleSamyaktva Mul Bar Vrat
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, C000, & C015
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy