________________
૧૫ કર્માદાનો ૧. ઈંગાલકર્મ : અગ્નિની ભઠ્ઠીઓ ચલાવવી પડે તેવાં
લોખંડ, પીત્તળ, તાંબુ વિગેરે ધાતુઓ ઓગાળવાનો, કોલસા પાડવા, ઈટો પકવવી, નળીયાં પકવવાં, કાચ બનાવવા ઇત્યાદિ વેપારો તે પ્રથમ કર્માદાન. વનકર્મ : જંગલોમાં વૃક્ષો કાપવાં, બાળવાં, લાકડાં કાપવાં-લાવવાં-વેચવાં, માળી-ખેડૂત-કઠીયારાનો ધંધો કરવો. શકટકર્મ : ગાડાં-બળદ-સ્કૂટર-સાઇકલ-મોટર વિગેરે
વાહનો લેવાં-વેચવાં. ૪. ભાટકકર્મ : ગાડાં, ઘોડા, ઊંટ, બળદ પાડા વિગેરે
પશુઓ ભાડુ મેળવવા આપવાં અથવા તેના દ્વારા ભાડુ મેળવવાનો ધંધો કરવો. તથા મોટર, ટ્રક, ટેમ્પો વિગેરે ભાડે ફેરવવા, ભાડે આપવા વિગેરે. સ્ફોટકકર્મ કૂવા, વાવ, તળાવ વિગેરે ખોદવા, ખોદાવવાં, તથા ભરેલાં તળાવ વિગેરે ખાલી કરવા-કરાવવાં આવા
કાર્યો કરવાનો કોન્ટ્રાક્ટરનો ધંધો કરવો તે. ૬. દંત વેપાર : હાથીદાંત, શિંગડાં તથા મોતી વિગેરેનો - વ્યાપાર. ૭. લાખવેપાર : લાખ, કુસુંબો, હડતાળ વિગેરેનો વ્યાપાર. ૮. રસવેપાર : ઘી, તેલ, ગોળ, દૂધ, દહીંનો વેપાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org