________________
૪. સ્વદારાસંતોષ વ્રત (પદારા વિરમણ વ્રત)
a = પોતાની, તારી સ્ત્રી (સ્ત્રીને આશ્રયી પુરુષોમાં જ સંતોષ–તૃપ્તિ માનવી, પ~બીજાની, તાર=પત્નીની સાથેનો વ્યવહાર, વિરમ–ત્યાગ. - હું જીવનભર મારી પોતાની પત્નીની સાથેના જ સંસારવ્યવહારમાં સંતોષ માનીશ. (અને સ્ત્રીને આશ્રયી સ્વપુરુષમાં જ સંતોષ માનીશ) પરની પત્ની સાથે, કુમારિકા સાથે, અથવા વેશ્યા આદિ સાથે સંસારવ્યવહાર કરીશ નહીં. આવા પ્રકારનું આ ચોથું વ્રત હું પાળીશ. - (પરદારાવિરમણવ્રત અતિશય ભોગી રાજા-મહારાજાઓ અને કામાસક્ત જીવો માટે જ હોય છે. માટે તેની ચર્ચા અહીં કરી નથી.) આ વ્રત લીધા પછી હું નીચેના નિયમો પાળીશ. પળાય તેમાં Mઅને ન પળાય તેમાં ડી કરીને વ્રતનું પચ્ચખ્ખાણ લેવું. ૧. હું કોઈ પણ સ્ત્રીનાં | પુરુષનાં અંગો અને ઉપાંગો
કામ વિકારની બુદ્ધિપૂર્વક જોઇશ નહિ. ૨. ઉભટ વેશ પહેરીશ નહિ. જે વેશથી શરીરના અંગો
દેખાય અને જોનારને વિકાર-વાસના થાય તેવાં
અર્ધનગ્નાવસ્થાવાળાં અથવા અલ્પ વસ્ત્ર પહેરીશ નહિ. ૩. દિવસે બ્રહ્મચર્ય પાળીશ (મૈથુન ક્રીડા કરીશ નહિ.) ૪. હું મહિનામાં પ-૧૦-૧૨ તિથિએ બ્રહ્મચર્ય પાળીશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org