________________
.
૧૯
સમ્યકત્વમાં ન સેવવા જેવા પાંચ દોષો
(૧) શંકા - તીર્થંકર પરમાત્માનાં વચનોમાં કોઈપણ જાતનો સંદેહ કરવો તે શંકા નામનો દોષ. ભણવા માટે, વધારે સૂક્ષ્મ તત્ત્વ જાણવા માટે વિનયપૂર્વક ગુરુજીને પૂછવાની છૂટ. પરંતુ આમ તે કંઈ હોતું હશે ? આ બરાબર નથી. એવા અશ્રદ્ધાના ભાવે શંકા કરવી તે દોષ.
(૨) આકાંક્ષા :- તીર્થંકર પરમાત્માના શાસન વિના બીજે સ્થળે મેલી વિદ્યા આદિના કારણે અથવા મંત્ર-તંત્રથી કોઈ ચમત્કારો દેખાય, અથવા ઉપર છલ્લુ કંઈપણ સારું દેખાય, તેથી તેમાં અંજાઈ જવું. તે મતની (ધર્મની) ઇચ્છા કરવી તે આકાંક્ષા દોષ.
(૩) વિચિકિત્સા : જૈન ધર્મનાં અનુષ્ઠાનો આચરવામાં ફળ મળશે કે નહિ મળે ? એવો મનમાં સંદેહ કરવો તે તથા સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબનાં વસ્ત્ર-પાત્ર વગેરે મેલાં હોય, થુંક વિગેરેમાં જીવોત્પત્તિ ન થાય એટલા માટે કુંડી વિગેરે રાખતા હોય તે દેખીને તેમના ઉપર ધૃણા (તિરસ્કાર) કરવો ત વિચિકિત્સા દોષ.
(૪) મિથ્યાદૃષ્ટિની ગુણસ્તુતિ : મિથ્યાદૃષ્ટિ આત્માઓમાં ૧ દાન, ૨. વિનય, ૩. વૈયાવચ્ચ, ૪. લોકસેવા, ૫. ત્યાગ-તપ ઈત્યાદિ ગુણો દેખાય તો પણ સભા સમક્ષ કે એવા પ્રકારના જાહેર સ્થાનોમાં તે ગુણોની પ્રશંસા કરવી તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org