________________
પર
રાત્રિભોજન કરાય, બટાકા- ડુંગળી-લસણ વિગેરે કંદમૂલ ખવાય, M. C. માં બધાં જ કામો થાય. ઇત્યાદિ ભગવાનની આજ્ઞાથી વિરૂદ્ધ પાપકાર્યો કરવાનો ઉપદેશ આપીશ નહિ. અપાવીશ નહિ અને આવા વિરુદ્ધ ઉપદેશ આપનારને ચલાવી લઇશ નહિ. (સહન કરી
લઈશ નહિ.) ૪. ઘણી હિંસાવાળા હિંસક ધંધાઓ કરવાનો ઉપદેશ, સલાહ
કે શિખામણ આપીશ નહિ. લોટરીની ટીકીટ, પૈસાની શરતો, સટ્ટો, ગંજીપત્તાની રમત, જુગાર, પશુ-પક્ષીઓને લડાવવાં, મારવાં, શૂટ કરવાં, તથા તેવાં હિંસક કાર્યોની ટી. વી., વિડીઓ જોવી. મટકાના આંકડા લગાવવા. નવરાત્રિના ડીસ્કો દાંડીયારાસનું આયોજન કરવું. તથા જોવું, ગરબા, ડાન્સ, આ બધાં કાર્યો કરીશ નહિ. કરાવીશ નહિ અને જોઈશ પણ નહિ. હોળી-ધુળેટી વિગેરે પર્વોમાં રંગથી રમીશ નહિ. કોઈની ઠઠ્ઠી મશ્કરી-મજાક કરીશ નહિ. ફટાકડા ફોડીશ નહિ, વેચીશ નહિ, ઘરમાં હીરો અને હીરોઈનનાં કેલેન્ડર રાખીશ નહિ. બિભત્સ અને અર્ધનગ્ન ચિત્રો પાસે
રાખીશ નહિ અને ઘરની દિવાલોમાં લગાવીશ નહિ. ૭. નાટક, સિનેમા, તમાસા, સરકસ, જીવનભર જોઈશ
નહિ અથવા એક માસમાં ............થી વધારે જોઈશ નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org