________________
૧૨. જીવનમાં એકાદવાર શાન્તિસ્નાત્ર, અષ્ટોત્તરી સ્નાત્ર
સિદ્ધચક્રપૂજન અને અઢાઈ મહોત્સવ જેવા પ્રસંગો કરીશ. ૧૩. દરરોજ સવારે ઉઠતાં અને રાત્રે સૂતાં પહેલાં, ભોજન
લેતાં પહેલાં બાર બાર નવંકાર ગણીશ. અને કોઈપણ કામકાજ માટે ઘરથી બહાર નીકળતા પૂર્વે સાત ભયોના
નિવારણ અર્થે સાત-સાત નવકાર મંત્ર ગણીશ. ૧૪. વર્ષમાં આવતાં પર્વોને ત્યાગ-તપથી ઉજવીશ. યથાશક્તિ
એકાસણું બેસણું, આયંબિલ, ઉપવાસ કરીને પરમાત્માની
ભક્તિ કરવાપૂર્વક આરાધના કરીશ. ૧૫. કુલાચાર પ્રમાણે ગોત્રદેવી તથા કુળદેવીનાં દર્શન-વંદન
નમન કરવાની તથા ગોત્રજ જારવા આદિ વ્યવહારિક કાર્યની જયણા. (૧) જ્ઞાનપંચમી : કારતક સુદ ૫, જ્ઞાનની આરાધના. (૨) મૌન એકાદશી : માગશર સુદ ૧૧, મૌન પાળવું. (૩) પોષ દશમીઃ માગશર વદ ૧૦ પાર્શ્વનાથ પ્રભુનું
જન્મકલ્યાણક. (૪) મેરૂ તેરસ : પોષ વદ ૧૩, ઋષભદેવ પ્રભુનું
નિર્વાણ કલ્યાણક. (૫) મહાવીર જન્મકલ્યાણક: ચૈત્ર સુદ ૧૩, મહાવીર
પ્રભુનું જન્મકલ્યાણક. (૬) અખાત્રીજ : વૈશાખ સુદ ૩, વર્ષીતપના પારણાં. (૭) દીવાળી : આસો વદ ૦)), મહાવીર પ્રભુ નિર્વાણ
કલ્યાણક.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org