________________
૧૨
(૮) માસધર શ્રાવણ સુદ ૪, એક માસ પછી સંવત્સરી. (૯) પક્ષધર શ્રાવણ વદ ૪, પંદર દિવસ પછી સંવત્સરી. (૧૦) ત્રણ ચોમાસી : કારતક સુદ ૧૪, ફાગણ સુદ ૧૪ "
અને અષાડ સુદ ૧૪. (સુદ ૭ થી સુદ ૧૫
સુધીની અઢાઈ) (૧૧) બે ઓળી ચૈત્ર અને આસોમાં સુદ ૭ થી ૧૫ સુધી.
(૧૨) પર્યુષણ પર્વ શ્રાવણ વદ ૧૨થી ભાદરવા સુદ ૧૪. ૧૫. જૈનેતર પર્વોમાં ભાગ લઇશ નહિ. તેમાં ચાલતી પ્રથા
પ્રમાણે આચરણ કરીશ નહિ. હોળી, ધુળેટી, બળેવ, રામનવમી, જન્માષ્ટમી, મહાશિવરાત્રિ, દેવ પોઢણી અગિયારસ, દેવ ઉઠામણી અગિયારસ વિગેરે મિથ્યાત્વી પર્વોને માન્ય રાખીશ નહિ. જુગાર રમવાનું કે ભાંગ
પીવા આદિનું કાર્ય કરીશ નહિ. ૧૬. મારા જીવન દરમ્યાન યથાશક્તિ પંચાચારનું પાલન
કરીશ. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર
અને વીર્યાચાર આ પાંચ આચારો યથાશક્તિ પાળીશ. જ્ઞાનાચાર :૧. હું દરરોજ......કલાક ધાર્મિક સૂત્રો ગોખવાનું, અર્થ
ભણવાનું અથવા ધાર્મિક પુસ્તક વાંચવાનું કામ કરીશ. ૨. જ્ઞાનની આરાધના માટે દરરોજ (અથવા દિવસ) ૫૧
અથવા ૫ ખમાસમણ આપીશ. એટલા જ સાથીયા કરીશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org