SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ = ૮૧ = પ્રભુજીની નવાંગી પૂજાના દુહા અંગૂઠે -જળભરી સંપુટ પત્રમાં, યુગલિક નર પૂજંત, ઋષભ ચરણ અંગૂઠડે, દાયક ભવજળ અંત. ૧ ઢીંચણે -જાનું બળે કાઉસગ્ગ રહ્યા, વિચર્યા દેશ-વિદેશ, ખડા ખડા કેવળ લલ્લું, પૂજો જાનુ નરેશ. ૨ કાંડે -લોકાંતિક વચને કરી, વરસ્યા વરસી દાન, કરકાંડે પ્રભુ પૂજના, પૂજો ભવિ બહુમાન. ૩ ખભે -માન ગયું દોય અંશથી, દેખી વીર્ય અનંત, ભૂજા બળે ભવજલ તર્યા, પૂજો ખંધ મહંત. ૪ મસ્તકે - સિદ્ધ શિલા ગુણ ઉજળી, લોકાંતે ભગવંત, વસિયા તેણે કારણ ભવિ, શિર -શિખા પૂજંત. પ કપાળે - તીર્થકર પદ પુણ્યથી, ત્રિભુવન જન સેવંત, ત્રિભુવન તિલક સમા પ્રભુ, ભાલ તિલક જયવંત. ૬ કંઠે - સોળ પહોર પ્રભુ દેશના, કંઠે વિવર વર્તુળ, મધુરધ્વનિ સુરનર સુણે, તિણે ગળે તિલક અમૂલ. ૭ હૃદયે - હૃદય કમલ ઉપશમ બળે, બાળ્યા રાગ ને રોષ, હિમ દો વન ખંડને, હૃદય તિલક સંતોષ. ૮ નાભિએ - રત્નત્રયી ગુણ ઊજળી, સકળ સુગુણ વિશ્રામ, નાભિ કમળની પૂજના, કરતાં અવિચળ ધામ. ૯ ઉપદેશક નવ તત્ત્વના, તીણ નવ અંગ જિણંદ, પૂજો બહુ વિધ ભાવથી, કહે શુભવીર મુણિંદ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001211
Book TitleSamyaktva Mul Bar Vrat
Original Sutra AuthorN/A
AuthorDhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year2002
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, Vidhi, C000, & C015
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy