________________
(મૂલભૂત સમ્યક્ત્વ વ્રત)
(૧) સુદેવ સુગુરુ અને સુધર્મને જ માનીશ. પરંતુ કુદેવ-કુગુરુ અને કુધર્મને માનીશ નહીં.
(૨) જે રાગ-દ્વેષાદિ મોહના સર્વભાવો ત્યજીને વિતરાગ-સર્વજ્ઞ કેવલી બન્યા છે. તેવા તથા ૧૮ દૂષણો રહિત દેવને જ સુદેવ તરીકે માનીશ. જે દેવો સ્ત્રીવાળા છે શસ્ત્રો વાળા છે. મોહવાળા છે. વિકાર વાસનાથી ઘેરાયેલા છે. તેવા ધર્મના નાયક થઈને બેઠેલા દેવોને પરમાત્મા (દેવ) તરીકે હું સ્વીકારીશ નહીં.
(૩) વીતરાગ સર્વજ્ઞ પરમાત્માની આજ્ઞા પ્રમાણે ચાલનારા, સંસારના સર્વથા ત્યાગી, પાંચ મહાવ્રત પાળનારા અને પળાવનારા એવા સાધુ-સાધ્વીજીના વેશમાં વર્તનારા ગુરુને જ સુગુરુ માનીશ. તેમને જ નમન-વંદન કરીશ. પરંતુ પોતાની ઇચ્છા પ્રમાણે ચાલનારા, સંસારના ભોગી, જુદાજુદા મત અને મઠને સ્થાપનારા, કેવળ એકલા વ્યવહારને જ અથવા એકલા નિશ્ચયને જ સ્થાપીને બીજા નયને ઉડાડી ભોળા લોકોને અવળે માર્ગે દોરનારાને હું ગુરુ તરીકે સ્વીકારીશ નહીં. તેમને નમનવંદનાદિ વ્યવહાર કરીશ નહીં.
(૪) તીર્થકર દેવોએ બતાવેલ અને મોહને નાશ કરનારા એવા જ્ઞાનને અને મોહનો નાશ કરે એવી ક્રિયાને જ હું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org